AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market એ રોકાણકારોને રોવડાવ્યા ! છેલ્લા 12 સેશનમાં સેન્સેક્સમાં 4000 પોઈન્ટથી વધુનો ઘટાડો

મુખ્ય નુકસાનમાં એક્સિસ બેન્ક, બજાજ ફાઇનાન્સ, એશિયન પેઇન્ટ્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા હિન્દુસ્તાન યુનિલિવર, બજાજ ફાઇનાન્સ 3% થી વધુ ઘટીને બંધ થયા છે.

Share Market એ રોકાણકારોને રોવડાવ્યા ! છેલ્લા 12 સેશનમાં સેન્સેક્સમાં 4000 પોઈન્ટથી વધુનો ઘટાડો
આ શેરે તેના રોકાણકારોને કર્યા માલામાલ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2022 | 5:20 PM
Share

Stock Market: રશિયા – યુક્રેન યુદ્ધની (Russia-Ukraine War) અસર શેરબજાર પર થઈ રહી છે. જ્યારથી રશિયાએ યુક્રેને હુમલો કર્યો છે. ત્યારથી ભારતીય શેર બજાર નીચે તરફ જઈ રહ્યુ છે. શુક્રવારની એટલે કે, આ અઠવાડિયાના છેલ્લા દિવસની વાત કરીએ તો શેર બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 768 પોઈન્ટ ઘટીને 54,333 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો (NSE) નિફ્ટી 252 પોઈન્ટ ઘટીને 16,245 પર બંધ થયો હતો. 24 ફેબ્રુઆરીથી સેન્સેક્સમાં લગભગ 3000 પોઈન્ટ્સનો ઘટાડો થયો છે. આ દરમિયાન નિફ્ટીમાં પણ 818 પોઈન્ટનો ઘટાડો થયો છે.

ગઈકાલે સેન્સેક્સ 449 અંક નીચે 54,653 પર ખુલ્યો હતો. તેને 53,887 નું નીચું અને 55,013 નું ઉપલું સ્તર બનાવ્યું. તેના 30 શેરોમાંથી 8 અપ અને 22 ડાઉન છે.  ડૉ. રેડ્ડી, ટેક મહિન્દ્રા, અલ્ટ્રાટેક, સન ફાર્મા, ઇન્ફોસિસ અને વિપ્રો વગેરેનો તેજી દર્શાવનારામાં સમાવેશ થયો છે. મુખ્ય નુકસાનમાં એક્સિસ બેન્ક, બજાજ ફાઇનાન્સ, એશિયન પેઇન્ટ્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા હિન્દુસ્તાન યુનિલિવર, બજાજ ફાઇનાન્સ 3% થી વધુ ઘટીને બંધ થયા છે.

88 શેરો એક વર્ષની ટોચે

આ સિવાય એરટેલ, હિન્દુસ્તાન યુનિલિવર, બજાજ ફિનસર્વ, એચડીએફસી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 2%થી વધુનો ઘટાડો નોંધાયો હતો. ટાટા સ્ટીલ, કોટક બેંક, એસબીઆઈ, પાવરગ્રીડ અને ઇન્ડસઇન્ડ બેંક 1-1% થી વધુ તૂટ્યા હતા.

સેન્સેક્સના 88 શેરો એક વર્ષની ઊંચી સપાટી પર છે જ્યારે 86 નીચી સપાટીએ છે. તેના 217 શેર નીચામાં અને 325 અપર સર્કિટમાં છે. આનો અર્થ એ છે કે તેમની કિંમતો એક દિવસમાં ચોક્કસ મર્યાદા કરતાં વધી કે ઘટી શકે નહીં. લિસ્ટેડ કંપનીઓમાંથી 1,224 શેર ઉછળ્યા હતા અને 2,130 ડાઉન હતા. ગઈકાલે માર્કેટ કેપ  251 લાખ કરોડ રૂપિયા હતું જે આજે 246.70 લાખ કરોડ રૂપિયા છે.

બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 252 પોઈન્ટના ઘટાડા સાથે 16,245 પર બંધ થયો હતો. તે 16,339 પર ખુલ્યો અને 16,133ની નીચી અને 16,456ની ઉપરની સપાટી બનાવી. તેના ચાર મુખ્ય સૂચકાંકો નિફ્ટી નેક્સ્ટ 50, નિફ્ટી મિડકેપ 2-2% કરતા વધુ ડાઉન હતા. નિફ્ટી બેંક અને ફાઇનાન્શિયલ 1-1% થી વધુ તૂટ્યા.

શેર બજારની સાથે સાથે મોંઘવારી પર રશિયા-યુક્રેન સંઘર્ષની અસર

યુક્રેન-રશિયા યુદ્ધે (Ukraine Russia War) સમગ્ર વિશ્વને તેની જ્વાળામાં ખેંચી લીધું છે.  આ યુદ્ધને કારણે વિશ્વભરના દેશોની અર્થવ્યવસ્થાને અસર થવાની છે.  પહેલેથી જ આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવે ભારતીયોના ખિસ્સા પર ઘણો બોજ નાખ્યો છે. હવે તેનો ભાવ હજુ વધારે ઝડપથી વધવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. જેના કારણે આ યુદ્ધે ભારત માટે મોટી ચિંતા ઉભી કરી છે. દેશમાં અત્યારે મોંઘવારી ઘણી વધી ગઈ છે. તેને કેવી રીતે ઘટાડવામાં આવે તેના પર વિચારણા ચાલી રહી હતી કે અચાનક યુદ્ધે મોંઘવારીનું સંકટ વધુ વધારી દીધુ છે.

આ પણ વાંચો : Russia-Ukraine War: Coca Cola અને Danone જેવી મોટી કંપનીઓએ કારોબાર સમેટયો, કરો એક નજર લિસ્ટ ઉપર

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">