Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વર્ષના અંત સુધીમાં સેન્સેક્સ 75000 ને સ્પર્શી શકે છે : Morgan Stanley

એક સંશોધન મુજબ તાજેતરના સમયમાં કાચા માલના ભાવમાં ભારે વધારો થયો હોવા છતાં કંપનીઓનો નફો સારો રહેશે અને તે વાર્ષિક 22 ટકાના દરે વધવાની ધારણા છે. રિસર્ચ રિપોર્ટ અનુસાર દેશમાં કોરોના મહામારીના આગમન બાદ રોકાણકારો માટે ખરીદીની તકો વધી છે.

વર્ષના અંત સુધીમાં સેન્સેક્સ 75000 ને સ્પર્શી શકે છે : Morgan Stanley
Bombay Stock Exchange - BSE
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2022 | 6:40 AM

મોર્ગન સ્ટેનલી(Morgan Stanley) માને છે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ(Bombay Stock Exchange)નો મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ(Sensex) આ વર્ષના અંત સુધીમાં 75,000ના આંકડાને સ્પર્શી શકે છે. મોર્ગન સ્ટેનલીના ઇકવીટી સ્ટ્રેટેજીસ્ટ રિધમ દેસાઇ માને છે કે જો બજાર માટે બધુ બરાબર રહ્યું તો વર્ષના અંત સુધીમાં સેન્સેક્સ 75,000 (Sensex @ 75000)ના જાદુઈ આંકડા સુધી પહોંચી શકે છે. જે હાલના સેન્સેક્સના બંધ સ્તર કરતાં 37 ટકા કરતા વધુ છે.મોર્ગન સ્ટેનલીના ઇકવીટી સ્ટ્રેટેજીસ્ટ રિધમ દેસાઇના જણાવ્યા અનુસાર તેઓ આ અંદાજ સાચો પડવાની  30 ટકા શક્યતા જુએ છે. સાથે જ તેમણે આવું કેમ થઈ શકે તેના કેટલાક કારણો પણ આપ્યા છે.

સેન્સેક્સમાં જબરદસ્ત તેજી આવવાના  અનુમાન પાછળના મુખ્ય કારણ

  • જો ભારત global bond indices માં જોડાય છે તો આગામી 12 મહિનામાં દેશમાં 20 અરબ ડોલરનું રોકાણ ભારતમાં આવી શકે છે.
  • દેશમાં ફરી જો કોરોના જેવો વૈશ્વિક રોગચાળો દસ્તક ન દે તો અર્થતંત્ર મજબૂત રહેશે
  • તાજેતરના સમયમાં ક્રૂડ ઓઈલના ભાવમાં જે વધારો થયો છે તે ભાવ માં ધટાડો થાય તો સમય સારો રહેશે
  • વર્ષ 2022-24ની વચ્ચે કંપનીઓની કમાણીમાં વાર્ષિક 25 ટકા ના દરે વધારો થઇ શકે છે.

બેઝ કેસ નું માનવું છે કે સેન્સેક્સ 62,000ના આંકડાને સ્પર્શે તેવી 50 ટકા શક્યતા છે. જે વર્તમાન સ્તરથી 16 ટકાનો ઉછાળો ગણાશે . જોકે વેચવાલીનું સ્તર વધે તો સેન્સેક્સ ઘટીને 45,000 સુધી પણ પહોંચી શકે છે.

એક સંશોધન મુજબ તાજેતરના સમયમાં કાચા માલના ભાવમાં ભારે વધારો થયો હોવા છતાં કંપનીઓનો નફો સારો રહેશે અને તે વાર્ષિક 22 ટકાના દરે વધવાની ધારણા છે. રિસર્ચ રિપોર્ટ અનુસાર દેશમાં કોરોના મહામારીના આગમન બાદ રોકાણકારો માટે ખરીદીની તકો વધી છે. બજાર ટૂંક સમયમાં તેનું પોતાનું ફ્લોર લેવલ શોધી લેશે. જો કે વૈશ્વિક પરિબળો સિવાય સ્થાનિક વ્યાજ દરોમાં થયેલા વધારાને પણ અસ્થિરતાના મુખ્ય કારણ તરીકે રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે. જોકે ભારતીય બજારોએ અન્ય બજારો કરતાં વધુ પ્રતિબદ્ધતા દર્શાવી છે.

કાવ્યાની ટીમના 23 વર્ષના ખેલાડીએ IPLમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી
શેરડીના રસમાં કયા વિટામિન ભરપૂર હોય છે?
મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં મળશે 912.5 GB ડેટા ફ્રી !
Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?
ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે

સંશોધન અહેવાલ દર્શાવે છે કે ભારતીય બજારો બાકીના ઊભરતાં બજારો કરતાં વધુ પ્રતિબદ્ધ છે. મોર્ગન સ્ટેન્લી અશોક લેલેન્ડ, નાયકા, મારુતિ સુઝુકી, મધરસન સુમી, ટાટા કન્ઝ્યુમર્સ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એક્સિસ બેંક, ડીએલએફ, એચડીએફસી બેંક, એસબીઆઈ, એસબીઆઈ કાર્ડ્સ, ઈન્ફોસીસ, ઈન્ડિગો, ટેક મહિન્દ્રા સહિતના ઘણા શેરો પર હકારાત્મક દૃષ્ટિકોણ ધરાવે છે.

આ પણ વાંચો : MONEY9: શેરબજારમાંથી થતી કમાણી પરનો ટેક્સ બચાવવો છે? જાણો ટિપ્સ આ વીડિયોમાં

આ પણ વાંચો : અમેરિકામાં મોંઘવારીનો દર નવા રેકોર્ડ સ્તરે, ફેબ્રુઆરીમાં 7.9% પર પહોચી મોંઘવારી

g clip-path="url(#clip0_868_265)">