Petrol Diesel Price Today : ઓઈલ માર્કેટિંગ કંપનીઓ મોંઘા ક્રૂડથી થતું નુકસાન ઘટાડવા આમ આદમીની મુશ્કેલી વધારતો આ નિર્ણય લઈ શકે છે!!!

|

May 18, 2022 | 7:53 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.29 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 99.64 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : ઓઈલ માર્કેટિંગ કંપનીઓ મોંઘા ક્રૂડથી થતું નુકસાન ઘટાડવા આમ આદમીની મુશ્કેલી વધારતો આ નિર્ણય લઈ શકે છે!!!
Petrol-Diesel Price Today

Follow us on

પેટ્રોલ અને ડીઝલના ભાવ(Petrol Diesel Price Today)માં આજે પણ કોઈ ફેરફાર થયો નથી. જોકે આ રાહત લાંબા સમય સુધી મળવાની નથી કારણ કે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે. ભાવ વધારાને લઈને સરકાર મુંઝવણમાં છે. માનવામાં આવી રહ્યું છે કે સરકાર આ મામલે બહુ જલ્દી કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. છેલ્લા 42 દિવસથી કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. છેલ્લી વખત 6 એપ્રિલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 80-80 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. કિંમતમાં વધારો ન કરવાને કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને પેટ્રોલ પર 10 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 25 રૂપિયા પ્રતિ લીટર સુધીનું નુકસાન થઈ રહ્યું છે.

પેટ્રોલ-ડીઝલનો ભાવ હાલમાં 95 ડોલર પર આધારિત છે

હાલમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની 95 ડોલરની કિંમત પર આધારિત છે. સોમવારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ 115 ડોલર અને WTI ક્રૂડ 111 ડોલર પ્રતિ બેરલ પર બંધ થયું હતું. ભારત તેની જરૂરિયાતના 85 ટકા તેલની આયાત કરે છે. મોટાભાગની આયાત મધ્ય પૂર્વ અને અમેરિકામાંથી થાય છે. રશિયામાંથી માત્ર 2 ટકા જ આયાત કરવામાં આવે છે.

ભારત કરતાં પાકિસ્તાન, શ્રીલંકા અને ચીનમાં પેટ્રોલ સસ્તું છે

બેંક ઓફ બરોડાના એક સંશોધન અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં પેટ્રોલ હોંગકોંગ, જર્મની અને યુકે જેવા દેશો કરતાં સસ્તું છે પરંતુ ચીન, બ્રાઝિલ, જાપાન, અમેરિકા, રશિયા, પાકિસ્તાન અને શ્રીલંકાની તુલનામાં મોંઘુ છે. આ સિવાય ડૉલરની મજબૂતીને કારણે  તેલની આયાત પણ મોંઘી થઈ ગઈ છે. BOBના ઈકોનોમિક રિસર્ચ રિપોર્ટમાં 9 મેના રોજ વિવિધ દેશોમાં પેટ્રોલના ભાવનો તુલનાત્મક અભ્યાસ કરવામાં આવ્યો છે. આ માટે તે દેશની માથાદીઠ આવકની સરખામણીમાં પેટ્રોલના ભાવને આધાર બનાવવામાં આવ્યો હતો.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 105.41 અને ડીઝલ રૂ. 96.67 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 120.51 અને ડીઝલ રૂ. 104.77 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 110.85 અને ડીઝલ રૂ. 100.94 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 115.12 અને ડીઝલ રૂ. 99.83 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.29 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 99.64 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 122.93 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 105.34 રૂપિયા પ્રતિ લીટર છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 105.08 99.43
Rajkot 104.84 99.21
Surat 104.96 99.33
Vadodara 105.19 99.54

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

Published On - 7:38 am, Wed, 18 May 22

Next Article