Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Opening Bell : શેરબજારની નબળી શરૂઆત, Sensex 1000 અંક તૂટ્યો , નિફ્ટી 17000 નીચે સરક્યો

સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે ભારતીય શેરબજારો(Stock Market) લાલ નિશાન સાથે બંધ(Closing Bell) થયા હતા. નિફ્ટી 69 પોઈન્ટ ઘટીને 17206 ના સ્તર પર બંધ થયો હતો જ્યારે સેન્સેક્સએ 149 પોઈન્ટ ઘટીને 57683ની સપાટીએ પૂર્ણ કર્યો હતો.

Opening Bell : શેરબજારની નબળી શરૂઆત, Sensex 1000 અંક તૂટ્યો , નિફ્ટી 17000 નીચે સરક્યો
Bombay Stock Exchange - BSE
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 9:19 AM

Share Market : ભારતીય શેરબજાર(Stock Market)ની જબરદસ્ત કડાકા સાથે શરૂઆત(Opening Bell) થઇ છે. સેન્સેક્સ(Sensex) 1244 અને નિફટી(Nifty) 358 અંકના મોટા ઘટાડા સાથે ખુલ્યા છે. ઉલ્લેખનીય છે કે રશિયા -યુક્રેન તણાવના કારણે વિશ્વભરના બજારોમાં ગભરાટનો માહોલ છે.  વિશ્વભરના સૂચકઆંક લાલ નિશાન નીચે ધકેલાઈ રહ્યા છે. આજના કારોબારમાં સેન્સેક્સ 56,438.64 ઉપર ખુલ્યો હતો જે સોમવારે 149 પોઈન્ટ ઘટીને 57683ની સપાટીએ બંધ થયો હતો. નિફટીની વાત કરીએ તો આજે 16,847.95 ઉપર કારોબાર શરૂ કર્યો હતો. ઇન્ડેક્સ 69 પોઈન્ટ ઘટીને 17206 ના સ્તર પર બંધ થયો હતો.

શેરબજારની છેલ્લી સ્થિતિ (9.17 AM)

SENSEX 56,780.42 −903.17 (1.57%)
NIFTY 16,967.90 −238.75 (1.39%)

વૈશ્વિક બજારના નબળા સંકેત

રશિયા અને યુક્રેન વચ્ચેની બગડતી પરિસ્થિતિની વૈશ્વિક બજારો પર ગંભીર અસર પડી રહી છે. તમામ બજારોમાં 1-1.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. યુએસ બજારો સોમવારે બંધ હોવા છતાં ડાઉ ફ્યુચર્સમાં 400 પોઈન્ટનો ઘટાડો થયો હતો. આ સિવાય નાસ્ડેક ફ્યુચર્સમાં પણ 300 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે.10 વર્ષની બોન્ડ યીલ્ડ ઘટીને 1.87% થઈ ગઈ છે. આ ઉપરાંત યુરોપિયન બજારોમાં 2 ટકાનો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ રશિયા અને યુક્રેન વચ્ચે વધી રહેલા વિવાદને કારણે રશિયન માર્કેટ 10-13 ટકા સુધી તૂટ્યું છે. રશિયાનું ચલણ રૂબલ 3.5 ટકા તૂટ્યું છે.

એશિયન બજારની વાત કરીએ તો SGX નિફ્ટી પણ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે અને તેમાં 213 પોઈન્ટનો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. નિક્કી 1.80 ટકાના ઘટાડા સાથે 26,425.94 ની આસપાસ જોવા મળી રહ્યો છે. સ્ટ્રેટ ટાઈમ્સમાં પણ 0.86 ટકાની નબળાઈ છે. તાઈવાનનું બજાર 1.22 ટકાની નબળાઈ સાથે 17,999.68 ના સ્તર પર કારોબાર કરી રહ્યું છે જ્યારે હેંગસેંગ લગભગ 2 ટકાના ઘટાડા સાથે 23,692.54 ના સ્તર પર જોવા મળી રહ્યો છે. કોસ્પીમાં 1.31 ટકાનો ઘટાડો છે જ્યારે શાંઘાઈ કમ્પોઝિટ 0.50 ટકાની નબળાઈ સાથે 3,473.29 પર જોવા મળી રહ્યો છે.

રાત્રે આ લક્ષણો દેખાય તો સમજી જાઓ વધી રહ્યુ છે BP
તુલસી પર અપરાજિતાનું ફૂલ ચઢાવાથી શું થાય છે?
નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ કેટલું ભણેલી છે?
સુનિતા વિલિયમ્સની નેટવર્થ કેટલી છે, જાણો
ગરમીની ઋતુમાં કાચી ડુંગળી કેમ ખાવી જોઈએ? જાણો કારણ
Snake Symbolism: ઘરમાં સાપ નીકળે તો શુભ કે અશુભ? જાણો શું સંકેત આપે છે

આજે બજારમા આ બાબતો હલચલ દેખાડી શકે છે

  • રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ વધ્યો
  • યુએસ-યુકેની રશિયાને વધુ કડક પ્રતિબંધો માટે ચીમકી
  • બ્રેન્ટ ઉપર $97 અને સોનું $1900 ઉપર પહોંચ્યું
  • એસજીએક્સ નિફ્ટીમાં ભારે દબાણ
  • ડાઉ ફ્યુચર્સ તૂટ્યો

FII અને DII ડેટા

21 ફેબ્રુઆરીના ટ્રેડિંગ સેશન દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારો એટલે કે FII એ 2261.90 કરોડ રૂપિયા પરત ખેંચ્યા હતા તો બીજી તરફ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 2392.85 કરોડનું રોકાણ કર્યું હતું.

સોમવારે ઘટાડા સાથે બંધ થયું બજાર

સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે ભારતીય શેરબજારો(Stock Market) લાલ નિશાન સાથે બંધ(Closing Bell) થયા હતા. ભારતીય બજારમાં ઘટાડો નોંધાયો છે. સેન્સેક્સ(Sensex) અને નિફ્ટી(Nifty)ના છેલ્લા ડેટા ઉપર નજર કરીએતો નિફ્ટી 69 પોઈન્ટ ઘટીને 17206 ના સ્તર પર બંધ થયો હતો જ્યારે સેન્સેક્સએ 149 પોઈન્ટ ઘટીને 57683ની સપાટીએ પૂર્ણ કર્યો હતો. આજે નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ 86 પોઈન્ટ વધીને 37685 પર બંધ થયો હતો.

આ પણ વાંચો : શું તમે ચેકથી પેમેન્ટ કરો છો? જાણો ચેકના પ્રકાર અને ઉપયોગના સમય વિશે

આ પણ વાંચો : UPCOMING IPO : માર્ચમાં કમાણીની અઢળક તક, LIC અને BYJU’S સહીત 8 કંપનીઓ IPO લાવી શકે છે IPO

વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ
વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ
g clip-path="url(#clip0_868_265)">