Opening Bell : મિશ્ર વૈશ્વિક સંકેત વચ્ચે કારોબારની લીલા નિશાનમાં શરૂઆત, Sensex 58779 ઉપર ખુલ્યો

|

Mar 31, 2022 | 9:22 AM

સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે શેરબજાર વધારા સાથે ખુલ્યું અને વધારા સાથે બંધ થયું હતું. દિવસભર તેજી રહી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 740 પોઈન્ટના વધારા સાથે 58,683 પર બંધ થયો હતો.

Opening Bell : મિશ્ર વૈશ્વિક સંકેત વચ્ચે કારોબારની લીલા નિશાનમાં શરૂઆત, Sensex 58779 ઉપર ખુલ્યો
stock market

Follow us on

Share Market : મિશ્ર વૈશ્વિક સંકેત વચ્ચે ભારતીય શેરબજારના કારોબારનો પ્રારંભ લીલા નિશાન ઉપર થયો છે. સેન્સેક્સ(Sensex Today) 0.16 અને નિફટી 0.12 ટકા વધારા સાથે ખુલ્યા છે. બુધવારે સેન્સેક્સ 740 પોઈન્ટના વધારા સાથે 58,683 પર બંધ થયો હતો. આજે ઇન્ડેક્સ 58,779 ઉપર ખુલ્યો છે. ઇન્ડેક્સ 95.72 અંક અથવા

શેરબજારની છેલ્લી  સ્થિતિ (9.22 AM)

SENSEX 58,769.47 +85.48 (0.15%)
NIFTY 17,530.35 +32.10 (0.18%)

વૈશ્વિક સંકેત મિશ્ર

બુધવારના ટ્રેડિંગ સેશન બાદ વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે. 4 દિવસના ઉછાળા બાદ બુધવારે યુએસ માર્કેટમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. ડાઉ જોન્સ 60 પોઈન્ટ અને નાસ્ડેક લગભગ 200 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો. તે જ સમયે, યુએસ બજારોમાં આઇટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જેના કારણે યુએસ બજારોમાં પણ ઘટાડો થયો હતો. બીજી તરફ સ્મોલકેપ્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય કન્ઝ્યુમર શેરોમાં વેચવાલીથી પણ બજાર દબાણ હેઠળ હતું. પરંતુ એનર્જી શેરોમાં ખરીદારી જોવા મળી હતી. યુરોપિયન માર્કેટમાંથી પણ મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો. ત્યાંના એશિયન બજારોની વાત કરીએ તો અહીં ખરીદી થતી જોવા મળી રહી છે. SGX નિફ્ટી લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યો છે.

યુરોપિયન બજારોની સ્થિતિ

  • યુરોપમાં મિશ્ર કારોબાર
  • જર્મનીમાં 1.5% ઘટાડો
  • જર્મનીએ ગેસ સપ્લાય જાળવવા માટે પગલાં ભર્યા

FII-DII ડેટા

30 માર્ચના ટ્રેડિંગ સત્ર દરમિયાન, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ બજારમાં રૂ. 1357.47 કરોડનું રોકાણ કર્યું હતું સાથે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 1216 કરોડનું રોકાણ કર્યું હતું.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

છેલ્લા સત્રનો કારોબાર

સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે શેરબજાર વધારા સાથે ખુલ્યું અને વધારા સાથે બંધ થયું હતું. દિવસભર તેજી રહી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 740 પોઈન્ટના વધારા સાથે 58,683 પર બંધ થયો હતો. બીજી તરફ સેન્સેક્સ 146 પોઈન્ટના વધારા સાથે 17,472 પર બંધ રહ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ 419 પોઈન્ટના વધારા સાથે 58,372 પર ખુલ્યો હતો જ્યારે NSEનો નિફ્ટી 17,468 પર ખુલ્યો હતો. સમગ્ર ટ્રેડિંગ દિવસ દરમિયાન સેન્સેક્સએ 58,727 ની ઊંચી અને 58,176 ની નીચી સપાટી બનાવી હતી. સેન્સેક્સમાં ઓટો અને બેન્કિંગ સેક્ટરના શેરો Top loser હતા. આમાં મારુતિ, બજાજ ફાઈનાન્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને નેસ્લે ઈન્ડિયા 2%થી વધુના વધારા સાથે બંધ થયા હતા. બીજી તરફ, ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા, વિપ્રો અને ભારતી એરટેલ લાલ નિશાનમાં રહ્યા હતા.

 

 

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : છેલ્લા 10 દિવસમાં 9 વખત પેટ્રોલ – ડીઝલ મોંઘા થયા, જાણો આજનો તમારા શહેરનો ભાવ

આ પણ વાંચો : આજેજ નિપટાવીલો આ મહત્વના કામ નહિતર આવતકાલથી મુશ્કેલીનો સામનો કરવો પડશે

Next Article