કડાકાઓ ઝીલ્યા બાદ હવે શેરબજાર રિકવરીના મૂડમાં? ગત સપ્તાહે સેન્સેક્સમાં 2300 પોઈન્ટથી વધુનો ઉછાળો નોંધાયો

આ અઠવાડિયે શેરબજારની દિશા રશિયા-યુક્રેન યુદ્ધ, ચીનમાં કોવિડ-19ની સ્થિતિ અને ક્રૂડ ઓઈલની કિંમતો દ્વારા નક્કી કરવામાં આવશે. વિશ્લેષકો કહે છે કે સપ્તાહ દરમિયાન કોઈ મોટી સ્થાનિક ઘટનાઓ નથી તેથી વૈશ્વિક વલણના આધારે બજારની દિશા નક્કી કરવામાં આવશે.

કડાકાઓ ઝીલ્યા બાદ હવે શેરબજાર રિકવરીના મૂડમાં? ગત સપ્તાહે સેન્સેક્સમાં 2300 પોઈન્ટથી વધુનો ઉછાળો નોંધાયો
Dalal Street Mumbai
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2022 | 7:26 AM

છેલ્લા બે સપ્તાહમાં શેરબજાર(Share Market)માં સારો વધારો જોવા મળ્યો છે. છેલ્લા આઠ ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ(Sensex) 5000 પોઈન્ટથી વધુ ઉછળ્યો છે. રશિયા-યુક્રેન સંકટ(Russia-Ukraine War)ના ઘટાડાને કારણે ક્રૂડ ઓઇલમાં સ્થિરતા અને ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ વધારવાના નિર્ણયને બજારે પણ આવકાર્યો છે. આ કિસ્સામાં સેન્ટિમેન્ટ મજબૂત રહેવાની શક્યતા છે. બજારના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ અઠવાડિયે શેરબજારની દિશા રશિયા-યુક્રેન યુદ્ધ, ચીનમાં કોવિડ-19ની સ્થિતિ અને ક્રૂડ ઓઈલની કિંમતો દ્વારા નક્કી કરવામાં આવશે. વિશ્લેષકો કહે છે કે સપ્તાહ દરમિયાન કોઈ મોટી સ્થાનિક ઘટનાઓ નથી તેથી વૈશ્વિક વલણના આધારે બજારની દિશા નક્કી કરવામાં આવશે.

વિશ્લેષકોએ જણાવ્યું હતું કે આ સપ્તાહે શેરબજારોમાં વધારો ચાલુ રહેશે કારણ કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો આક્રમક રીતે રોકાણ કરી શકે છે. રેલિગેર બ્રોકિંગના રિસર્ચના વાઇસ પ્રેસિડેન્ટ અજિત મિશ્રાએ જણાવ્યું હતું કે “વૈશ્વિક મોરચે કોઈ મોટી પ્રવૃત્તિની ગેરહાજરીમાં બજારની દિશા રશિયા-યુક્રેન યુદ્ધ, ચીનમાં કોવિડની સ્થિતિ અને ક્રૂડના ભાવ દ્વારા નક્કી કરવામાં આવશે. ” વધુમાં બજારના સહભાગીઓ FII ના પ્રવાહ પર નજર રાખશે ” તેમ તેમણે ઉમેર્યું હતું.

FII ભારતીય બજારમાં વધુ રોકાણ કરી શકે છે

સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટના રિસર્ચ હેડ સંતોષ મીનાએ જણાવ્યું હતું કે “અમારું બજાર અન્ય ઊભરતાં બજારો કરતાં વધુ સારી સ્થિતિમાં છે. અમે પાયાના સ્તરે મજબૂત સુધારો જોયો છે. તે કિસ્સામાં FII ધારે છે કે તેઓ કેટલીક તક ચૂકી ગયા છે. પરિણામે FIIs ભારતીય બજારોમાં આક્રમક રીતે પાછા આવી શકે છે” તેમણે જણાવ્યું હતું કે બજાર પહેલેથી જ સ્વીકાર્યું છે કે રશિયા-યુક્રેનનો મુદ્દો ટૂંક સમયમાં ઉકેલાઈ શકે છે. પરંતુ તમામની નજર આ મુદ્દા સાથે જોડાયેલા ખબરો પર રહેશે અને બજારમાં થોડી વધઘટ જોવા મળી શકે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ગત સપ્તાહે સેન્સેક્સમાં 2313 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો

ગત અઠવાડિયે 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 2,313.63 પોઈન્ટ અથવા 4.16 ટકા વધ્યો હતો. શુક્રવારે હોળીના દિવસે બજારો બંધ રહ્યા હતા. સેમકો સિક્યોરિટીઝના ઇક્વિટી રિસર્ચ હેડ યેશા શાહે જણાવ્યું હતું કે આ અઠવાડિયે સ્થાનિક મોરચે કોઈ મોટા વિકાસ થયા નથી. આ કિસ્સામાં વૈશ્વિક વલણ દ્વારા સ્થાનિક બજારોની દિશા નક્કી કરવામાં આવશે. તેમણે કહ્યું કે ક્રૂડ ઓઈલની કિંમતો ભારતની મેક્રો ઈકોનોમિક સ્થિતિ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તમામની નજર ખનીજ તેલની કિંમતો પર પણ રહેશે.

બજાર વૈશ્વિક વિકાસ પર નજર રાખશે

કોટક મહિન્દ્રા લાઇફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડના ઇક્વિટી હેડ હેમંત કાનવાલાએ જણાવ્યું હતું કે “અમે માનીએ છીએ કે નજીકના ભવિષ્યમાં બજાર એકીકરણના તબક્કામાં હશે. રોકાણકારો વૈશ્વિક વિકાસ અને આગામી ત્રિમાસિક પરિણામોની સિઝન પર નજર રાખશે. ”

આ પણ વાંચો : ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા સમયે આ વાતનું રાખો ધ્યાન, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન

આ પણ વાંચો : ડીઝલની કિંમતમાં 25 રૂપિયાનો વધારો, મુંબઇમાં 122 રૂપિયા પહોંચ્યો ભાવ

Latest News Updates

જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
g clip-path="url(#clip0_868_265)">