Medicare Ltd એ IPO માટે SEBI સમક્ષ દસ્તાવેજ રજુ કર્યા, કંપની રૂપિયા 2000 કરોડ એકત્ર કરશે

|

Dec 28, 2021 | 6:05 AM

રેઈન્બો ચિલ્ડ્રન્સ મેડિકેર નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCDs) ના વહેલા વિમોચન માટે નવી હોસ્પિટલો સ્થાપવા અને આવી નવી હોસ્પિટલો માટે તબીબી સાધનો ખરીદવા માટે ફ્રેશ ઈશ્યુની આવકનો ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છે.

Medicare Ltd એ IPO માટે SEBI સમક્ષ દસ્તાવેજ રજુ કર્યા, કંપની રૂપિયા 2000 કરોડ એકત્ર કરશે
Medicare Ltd IPO

Follow us on

રેઈનબો ચિલ્ડ્રન્સ(Rainbow Children) મેડિકેર લિમિટેડે(Medicare Ltd) પ્રારંભિક પબ્લિક ઑફરિંગ (IPO) દ્વારા રૂ. 2,000 કરોડથી વધુ એકત્ર કરવા માટે બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) પાસે પ્રારંભિક દસ્તાવેજો ફાઈલ કર્યા છે. યુકે સ્થિત નાણાકીય સંસ્થા CDC ગ્રુપ Plc દ્વારા સમર્થિત રેઈનબોએ 1999 માં હૈદરાબાદમાં તેની પ્રથમ 50 બેડની બાળરોગ વિશેષતા હોસ્પિટલ(pediatric specialty hospital) શરૂ કરી હતી.

કંપનીએ મલ્ટી-સ્પેશિયાલિટી પીડિયાટ્રિક સેવાઓમાં પોતાનું નામ બનાવ્યું છે. કંપની ગંભીર બીમારીઓના સંચાલનમાં મજબૂત ક્લિનિકલ કુશળતા ધરાવે છે.

એકત્રિત નાણાંનો ઉપયોગ ક્યાં થશે?
પીટીઆઈના અહેવાલ મુજબ આઈપીઓનું કદ રૂ. 2,000 કરોડથી વધુ રહેવાની ધારણા છે. પબ્લિક ઈશ્યુમાં રૂ. 280 કરોડ સુધીના ઈક્વિટી શેરના ફ્રેશ ઈશ્યુ અને હાલના શેરધારકો દ્વારા 2.4 કરોડ ઈક્વિટી શેરના વેચાણની ઓફરનો સમાવેશ થાય છે. પ્રમોટર્સ રમેશ કંચરલા, દિનેશ કંચરલા અને આદર્શ કંચરલા અને રોકાણકારો CDC ગ્રુપ, CDC ઇન્ડિયા ઓફર ફોર સેલ દ્વારા શેર્સ ઑફલોડ કરશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રેઈન્બો ચિલ્ડ્રન્સ મેડિકેર નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCDs) ના વહેલા વિમોચન માટે નવી હોસ્પિટલો સ્થાપવા અને આવી નવી હોસ્પિટલો માટે તબીબી સાધનો ખરીદવા માટે ફ્રેશ ઈશ્યુની આવકનો ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છે. આ ઉપરાંત રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે પણ કરવામાં આવશે.

જાણો કંપની વિષે
30 સપ્ટેમ્બર 2021 સુધીમાં રેઈન્બો ભારતના છ શહેરોમાં 14 હોસ્પિટલો અને ત્રણ ક્લિનિક્સનું સંચાલન કરે છે. તેમની પાસે કુલ 1,500 બેડની ક્ષમતા છે. તેની મુખ્ય વિશેષતાઓમાં બાળરોગનો સમાવેશ થાય છે જેમાં નિયોનેટલ અને પેડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર, પીડિયાટ્રિક મલ્ટી-સ્પેશિયાલિટી સર્વિસિસ, પેડિયાટ્રિક ક્વોટરનરી કેર (મલ્ટી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સહિત)નો સમાવેશ થાય છે. તેમાં પ્રસૂતિશાસ્ત્ર અને સ્ત્રીરોગવિજ્ઞાનનો પણ સમાવેશ થાય છે જેમાં સામાન્ય અને જટિલ પ્રસૂતિ સંભાળ બહુ-શિસ્ત ગર્ભ સંભાળ, પેરીનેટલ આનુવંશિક અને પ્રજનન સંભાળનો સમાવેશ થાય છે.

વધુ એક કંપની કેપિલરી ટેક્નોલોજીસ ઈન્ડિયાએ માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે ઈનિશિયલ પબ્લિક ઑફરિંગ (IPO) લાવવા માટે પ્રારંભિક દસ્તાવેજો ફાઈલ કર્યા છે. આ કંપની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત ક્લાઉડ નેટિવ સોફ્ટવેર પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સ કંપની છે. કંપની તેના IPO દ્વારા રૂ. 850 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. જેમાં પ્રમોટર કેપિલરી ટેક્નોલોજીસ ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા રૂ. 200 કરોડનો નવો ઈશ્યુ અને રૂ. 650 કરોડના વેચાણની ઓફરનો સમાવેશ થાય છે.

 

આ પણ વાંચો : રાકેશ ઝુનઝુનવાલા: Akasa Airની લોન્ચિંગની તૈયારીઓ થઈ તેજ, કર્મચારીઓની ભરતી કરી રહી છે કંપની

 

આ પણ વાંચો : Gold price today : અમદાવાદમાં 1 તોલા સોનાનો ભાવ 49775 રૂપિયા, શું છે તમારા શહેરના લેટેસ્ટ રેટ? જાણો અહેવાલ દ્વારા

Next Article