રાકેશ ઝુનઝુનવાલા: Akasa Airની લોન્ચિંગની તૈયારીઓ થઈ તેજ, કર્મચારીઓની ભરતી કરી રહી છે કંપની

Akasa Airને પ્રારંભિક નિયમનકારી મંજૂરી મળી છે. ઓક્ટોબરમાં એનઓસી પણ આપવામાં આવી હતી. એરલાઈન કંપનીએ એર ઓપરેટર્સ પરમિટ માટે અરજી કરી છે.

રાકેશ ઝુનઝુનવાલા: Akasa Airની લોન્ચિંગની તૈયારીઓ થઈ તેજ,  કર્મચારીઓની ભરતી કરી રહી છે કંપની
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2021 | 11:38 PM

આપણે જાણીએ છીએ તેમ અનુભવી રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) Akasa Airની મદદથી ઉડ્ડયન ક્ષેત્રમાં (aviation sector) પ્રવેશ કરી રહ્યા છે. આ દિશામાં ખૂબ જ ઝડપથી કામ ચાલી રહ્યું છે. એક પ્રતિષ્ઠીત મીડિયાના રિપોર્ટ અનુસાર સમર 2022માં સંભવિત લોન્ચ પહેલા આ એરલાઈને (airline) લોકોની ભરતી શરૂ કરી દીધી છે. આ એરલાઈને કેબિન ક્રૂ, મેન્ટેનન્સ સ્ટાફ, એરપોર્ટ મેનેજર્સની ભરતી શરૂ કરી દીધી છે. આ સિવાય અકાસા એર સિનિયર સિક્યુરિટી ઓફિસર્સ, સિક્યુરિટી એક્ઝિક્યુટિવ્સની પણ ભરતી કરી રહી છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આ એરલાઈન ઈન-ફ્લાઈટ મેનેજર, ડ્યુટી મેનેજર, વરિષ્ઠ ગ્રાહક સેવા અધિકારીઓ, ગ્રાહક સેવા અધિકારીઓની પણ ભરતી કરી રહી છે. આ પહેલા 22 ડિસેમ્બરના રોજ અકાસા એરલાઈનનો લોગો અને ટેગલાઈન બહાર પાડવામાં આવી હતી. ટેગલાઈન જણાવે છે કે, એરલાઇન આકાશના વિવિધ તત્વોથી પ્રેરિત છે. આ આધાર પર જ એરલાઈન કંપનીનું નામ પણ રાખવામાં આવ્યું છે.

અકાસા એરલાઈને સિમ્બોલ અથવા લોગોમાં લખ્યું છે – “ઉગતા સૂર્યની હૂંફ, પક્ષીની સરળ ઉડાન અને એક એરક્રાફ્ટ વિંગની નિર્ભરતા”. એરલાઈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે અકાસાની ટેગલાઈન, ‘ઈટ્સ યોર સ્કાય’ તમામને સ્વીકારવા અને તમામ ભારતીયો માટે તેમની સામાજિક-આર્થિક અથવા સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના એક સમાવિષ્ટ વાતાવરણ બનાવવાના બ્રાન્ડના વચનને હાઈલાઈટ કરે છે.

કોણે તૈયાર કર્યું બ્રાન્ડ સિમ્બોલ 

અકાસા એરના સ્થાપક, મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિનય દુબે કહે છે,  અમારો ઉદ્દેશ્ય દરેક પ્રવાસીને નવીનતા સાથે શ્રેષ્ઠ સેવા પૂરી પાડવાનો છે. આધુનિક અને વિશ્વસનીય ચિહ્નો સાથે લોકોને ખૂબ જ સારો વિકલ્પ ઉપલબ્ધ કરાવવાનો છે. અકાસા એરનું બ્રાન્ડ સિમ્બોલ અને ટેગલાઈન મુંબઈ સ્થિત બ્રાન્ડ એન્ગેજમેન્ટ કંપની 26FIVE ઈન્ડિયા લેબ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

લોગો સિમ્પલ રાખવામાં આવ્યો છે

અકાસા એરના કો-ફાઉન્ડર, ચીફ માર્કેટિંગ એન્ડ એક્સપીરિયન્સ ઓફિસર બેલ્સન કાઉટિન્હો કહે છે કે અમે ઈચ્છતા હતા કે અમારો લોગો સિંપલ હોય, લોકો તેને સરળતાથી યાદ રાખી શકે અને અમારી બ્રાન્ડ વેલ્યુ સાથે કનેક્ટ થઈ શકે.

હાલમાં ઈન્ડિગોનો દબદબો છે

Akasa Air દેશમાં ખૂબ જ ઓછી કિંમતની (અલ્ટ્રા લો કોસ્ટ) ફ્લાઈટ સેવા શરૂ કરવાનો દાવો કરી રહી છે. ભારતના ઉડ્ડયન બજારમાં જોરદાર સ્પર્ધા ચાલી રહી છે, જેમાં ઘણી નાની-મોટી કંપનીઓ તેમની સેવા પૂરી પાડી રહી છે. આકાસા પણ તેમાંથી એક હશે. હાલમાં ભારતીય ઉડ્ડયન બજારમાં ઈન્ટર ગ્લોબ એવિએશન લિમિટેડની ઈન્ડિગો એરલાઈનનું વર્ચસ્વ છે.

અલ્ટ્રા લો કોસ્ટ કેરિયરની સેવા મળશે

અલ્ટ્રા લો કોસ્ટ કેરિયર અથવા ULCC હેઠળની એરલાઈન ઓછા ભાડાના બિઝનેસ મોડલ પર કામ કરે છે. લો કોસ્ટ કેરિયર અને ફુલ સર્વિસ કેરિયરની તુલનામાં અલ્ટ્રા લો કોસ્ટ કેરિયરની યુનિટ કોસ્ટ અને કમાણી ઓછી હોય છે. અકાસા એર આ શ્રેણીમાં આવે છે.

બોઈંગનો ઓર્ડર આપ્યો

Akasa Airને પ્રારંભિક નિયમનકારી મંજૂરી મળી છે. ઓક્ટોબરમાં એનઓસી પણ આપવામાં આવી હતી. એરલાઈન કંપનીએ એર ઓપરેટર્સ પરમિટ માટે અરજી કરી છે. એવું માનવામાં આવે છે કે આ પરમિટની મંજૂરી આવતા વર્ષની શરૂઆતમાં આપવામાં આવશે. એરલાઈને ગયા મહિને 72 બોઈંગ 737 મેક્સ જેટનો ઓર્ડર આપ્યો હતો. તેની કિંમત લગભગ 9 અબજ ડોલર છે. અકાસા એર એ બોઇંગના બે મોડલ માટે ઓર્ડર આપ્યો છે.

આ પણ વાંચો :  Gold price today : અમદાવાદમાં 1 તોલા સોનાનો ભાવ 49775 રૂપિયા, શું છે તમારા શહેરના લેટેસ્ટ રેટ? જાણો અહેવાલ દ્વારા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">