Share Market Updates: ગ્લોબલ સંકેતો સાથે બજારમાં ઉછાળો, સેન્સેક્સમાં 1300 પોઇન્ટનો જબરદસ્ત ઉછાળો, નિફ્ટી 16,646 પર ટ્રેડ
વૈશ્વિક બજારમાં રિકવરીની અસર ભારતીય બજાર પર જોવા મળી હતી. આ ઘટાડા વચ્ચે શેરબજારના રોકાણકારો મોટા પાયે ખરીદી કરી રહ્યા છે. સેન્સેક્સમાં લગભગ 1300 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ આજે જબરદસ્ત ઉછાળા સાથે ખુલ્યુ. હાલમાં તે 1,236.05 પોઈન્ટના વધારા સાથે 55,769 પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 398.35 પોઇન્ટના ઉછાળા સાથે 16,646 પર ટ્રેડ કરી રહ્યુ છે. જેના કારણે રોકાણકારોને 8 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો છે.
ગુરુવારે રશિયા યુક્રેન યુદ્ધને કારણે ભારે ઘટાડા પછી, બજાર સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સત્રમાં જબરદસ્ત ઝડપ સાથે ખુલ્યું. સેન્સેક્સ 792 પોઈન્ટના ઉછાળા સાથે 55321ના સ્તરે અને નિફ્ટી 268 પોઈન્ટના ઉછાળા સાથે 16515ના સ્તરે ખુલ્યો હતો. આ ઘટાડાને રોકાણકારો એક તક તરીકે જોઈ રહ્યા હતા અને મોટા પાયે ખરીદી થઈ રહી છે જેના કારણે બજારમાં તેજી જોવા મળી રહી છે.
સેન્સેક્સે ટ્રેડિંગની માત્ર 5 મિનિટમાં જ 1000 પોઈન્ટથી વધુનો ઉછાળો નોંધાવ્યો છે. સવારે 9.20 વાગ્યે સેન્સેક્સ 1066 પોઈન્ટના ઉછાળા સાથે 55596 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યુ હતો. આ સમયે નિફ્ટી 316 પોઈન્ટના વધારા સાથે 16,564ના સ્તરે ટ્રેડ કરી રહ્યુ હતો. હાલમાં સેન્સેક્સના ટોપ-30માંના તમામ શેરો ગ્રીન માર્ક ટ્રેડ થઈ રહ્યા છે. ઇન્ડસઇન્ડ બેન્ક, ટાટા સ્ટીલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, વિપ્રો અને બજાજ ફાઇનાન્શિયલ સર્વિસિસ હાલ ફાયદો અપાવી રહ્યા છે.
આજે એશિયન શેરબજારમાં જોરદાર રિકવરી જોવા મળી રહી છે. અમેરિકાએ રશિયા પર નવા પ્રતિબંધો લગાવ્યા છે. આ પછી રોકાણકારોનું સેન્ટિમેન્ટ સુધર્યું છે. યુએસ માર્કેટમાં રોકાણકારોનું સેન્ટિમેન્ટ ઝડપથી મજબૂત બન્યું છે. વિદેશી રોકાણકારો સતત વેચાણ કરી રહ્યા છે. ગુરુવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારતીય બજારમાંથી રૂ. 6448 કરોડનું વેચાણ કર્યું હતું.
આ પણ વાંચો :IND vs SL: રોહિત શર્માએ કેપ્ટનશીપમાં રચ્યો વિશ્વ વિક્રમ, શ્રીલંકાને T20 મેચમાં હરાવતા જ હાંસલ કરી ઉપલબ્ધી