Demat Accounts: યુક્રેન પર રશિયાના હુમલા(Russia-Ukraine crisis) , વિદેશી રોકાણકારોની વેચવાલી(FPI) અને કોમોડિટી(Comodity)ના વધતા ભાવને કારણે ભારતીય શેરબજાર(Share Market)માં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. બજારના ટ્રેન્ડ ને જોઈએ તો એક દિવસ લીલા નિશાન ઉપર તો બીજા દિવસે લાલ નિશાનમાં ટ્રેડ થાય છે. આમ છતાં શેરબજારમાં રોકાણ કરનારા રોકાણકારોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. છેલ્લા ત્રણ મહિનામાં એક કરોડ ડીમેટ ખાતા ખોલવામાં આવ્યા છે. જોકે તેનું મુખ્ય કારણ એલઆઈસીનો (LIC IPO ) છે. જેમાં પોલિસીધારકો રોકાણ કરવા માટે ડીમેટ એકાઉન્ટ ખોલી રહ્યા છે.
સેન્ટ્રલ ડિપૉઝિટોરી સર્વિસીસ (ઈન્ડિયા) લિમિટેડ (CDSL) એ 1 માર્ચે તેણે જણાવ્યું હતું કે તેની પાસે હવે 6 કરોડ સક્રિય ડીમેટ એકાઉન્ટ્સ છે. નવેમ્બર 2021 માં તેમની પાસે 5 કરોડ એકાઉન્ટ્સ હતા. એટલે કે ડીમેટ ખાતાની સૌથી મોટી ડિપોઝિટરીને માત્ર 3 મહિનાનો સમય લાગ્યો છે. ત્રણ મહિનામાં એક કરોડ ડીમેટ ખાતા ખોલવામાં આવ્યા છે. CDSL ના એમડી અને સીઈઓ નેહલ વોરાએ જણાવ્યું હતું કે કેપિટલ માર્કેટ રેગ્યુલેટર્સ, માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્સ્ટિટ્યુશન્સ, માર્કેટ મિડિએટ્રીઝ અને CDSL સ્ટાફને કારણે આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. સેબીની દૂરંદેશી સખત મહેનત અને નવીનતાએ ડીમેટ ખાતું ખોલવાનું અત્યંત સરળ બનાવ્યું છે.
CDSL ની સ્થાપના બજારના તમામ સહભાગીઓને પોસાય તેવા ભાવે અનુકૂળ, વિશ્વસનીય અને સુરક્ષિત ડિપોઝિટરી સેવાઓ પૂરી પાડવા માટે કરવામાં આવી હતી. CDSL ચેરમેન બી.વી. ચૌબલે જણાવ્યું હતું કે નવા ડીમેટ ખાતાઓની નોંધણી પર ધ્યાન હવે મેટ્રોમાંથી ટાયર II અને III શહેરોમાં સ્થાનાંતરિત થઈ રહ્યું છે જે ભારતીય મૂડી બજારના વિસ્તરણની નિશાની છે તે જોઈને આશ્વાસન મળે છે. તેમણે કહ્યું કે હવે અમારી પાસે 60 મિલિયન ડીમેટ ખાતા છે, તેમ છતાં અમારા ડીમેટ ખાતા હજુ પણ સમગ્ર વસ્તીની દ્રષ્ટિએ ખૂબ ઓછા છે.
CDSL ની વેબસાઈટ મુજબ જાન્યુઆરી 2022 સુધીમાં CDSL પાસે 5.85 કરોડ ડીમેટ ખાતા હતા અને નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝીટરી લિમિટેડ (NSDL ) પાસે 2.54 કરોડ ડીમેટ ખાતા હતા.
આ પણ વાંચો : MONEY9: જૂની નોકરીનું સેલેરી એકાઉન્ટ ચાલું રાખશો તો શું થશે? જુઓ આ વીડિયોમાં