NDAને બહુમત મળતા માર્કેટમાં રિકવરી, IT અને મેટલ શેરોમાં ભારે વેચવાલી, મુથૂટ ફાઇનાન્સ ટોપ ગેઈનર
શરૂઆતના કારોબારમાં મુખ્ય સૂચકાંકો નબળાઈ દર્શાવતા હતા. સેન્સેક્સ 319.52 પોઈન્ટ અથવા 0.38 ટકા ઘટીને 84,159.15 પર ટ્રેડ થયો, જ્યારે નિફ્ટી 95.75 પોઈન્ટ અથવા 0.37 ટકા ઘટીને 25,783.40 પર ટ્રેડ થયો.

શુક્રવારે બિહાર ઈલેક્શન રિઝલ્ટ વચ્ચે ભારતીય શેરબજારમાં શરુઆતમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો , શરૂઆતના કારોબારમાં મુખ્ય સૂચકાંકો નબળાઈ દર્શાવતા હતા. સેન્સેક્સ 319.52 પોઈન્ટ અથવા 0.38 ટકા ઘટીને 84,159.15 પર ટ્રેડ થયો, જ્યારે નિફ્ટી 95.75 પોઈન્ટ અથવા 0.37 ટકા ઘટીને 25,783.40 પર ટ્રેડ થયો. જોકે, ટ્રેન્ડ્સે NDAને બહુમતી મળતા બજારમાં થોડો સુધારો જોવા મળ્યો. દરમિયાન, IT અને મેટલ શેરોમાં નિફ્ટી ક્ષેત્રીય સૂચકાંકોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો.
મુથૂટ ફાઇનાન્સમાં ઉછાળો
મુથૂટ ફાઇનાન્સના શેરમાં આજે શરૂઆતના કારોબારમાં મજબૂત તેજી જોવા મળી, જે 9 ટકાથી વધુ વધીને ₹3,728 પર પહોંચી ગઈ. તેની પાછળનું કારણ કંપનીના પ્રભાવશાળી ત્રિમાસિક પરિણામો હતા.
નિફ્ટીના ટોપ ગેઈનર્સ

નિફ્ટના ટોપ લુઝર્સ

એશિયન બજારોમાં વધારો (સવારે 9:08 વાગ્યા સુધીમાં)
- GIFT નિફ્ટી 70 પોઈન્ટ ઘટ્યો.
- જાપાનનો નિક્કી 800 પોઈન્ટથી વધુ ઘટ્યો.
- સિંગાપોરનો સ્ટ્રેટ ટાઈમ 0.81 ટકા ઘટ્યો.
- હેંગ સેંગ લગભગ 271 પોઈન્ટ ઘટ્યો.
- તાઈવાની બજાર પણ 353 પોઈન્ટ ઘટ્યું.
બુધવારે બજાર કેવું રહ્યું?
ગઈકાલે, 13 નવેમ્બરે, બજાર વધઘટ પછી લગભગ સપાટ બંધ થયું, જેમાં સેન્સેક્સ 12 પોઈન્ટ વધીને 84,478 અને નિફ્ટી 3 પોઈન્ટ વધીને 25,879 થયો. સેન્સેક્સના 30 માંથી 20 શેર ઘટ્યા, જેમાં ટાટા કોમર્શિયલ વ્હીકલ્સ (TMCV), ઝોમેટો અને ઇન્ફોસિસ 4 ટકા સુધી ઘટ્યા. બીજી તરફ, એશિયન પેઇન્ટ્સ, ICICI બેંક અને પાવર ગ્રીડના શેરમાં 3.8 ટકા સુધીનો વધારો જોવા મળ્યો.
