Closing Bell: સેન્સેક્સ નજીવા વધારા સાથે 55702 પર બંધ, આઈટી અને ઓટો શેરોમાં તેજી

|

May 05, 2022 | 4:32 PM

નિફ્ટી (Nifty) લગભગ 5 પોઈન્ટના ઉછાળા સાથે 16,682 પર બંધ થયો હતો. સેન્સેક્સ (Sensex) માં ટેક મહિન્દ્રા, ઈન્ફોસીસ, મહિન્દ્રા અને ટાટા સ્ટીલ (Tata Steel) ટોચના ગેનર હતા.

Closing Bell: સેન્સેક્સ નજીવા વધારા સાથે 55702 પર બંધ,  આઈટી અને ઓટો શેરોમાં તેજી
(Symbolic Image)

Follow us on

Share Market Updates: સેન્સેક્સ અને નિફ્ટી (Sensex & Nifty) ગુરુવારે એટલે કે સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે નજીવી તેજી સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 33.20 પોઈન્ટના વધારા સાથે 55,702 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી લગભગ 5 પોઈન્ટના ઉછાળા સાથે 16,682 પર બંધ થયો હતો. સેન્સેક્સમાં ટેક મહિન્દ્રા, ઈન્ફોસીસ, મહિન્દ્રા અને ટાટા સ્ટીલ ટોચના ગેનર હતા. સેન્સેક્સ 586 પોઈન્ટ અથવા 1.05%ના વધારા સાથે 56,255 પર ખુલ્યો જ્યારે નિફ્ટી 177 પોઈન્ટના ઉછાળા સાથે 16,854 પર ખુલ્યો હતો.

આ શેરોમાં તેજી જોવા મળી

બીએસઈ મિડકેપ અને સ્મોલકેપમાં 50 પોઈન્ટથી વધુનો ઘટાડો થયો છે. મિડ-કેપમાં એબીબી, રૂચી સોયા, અદાણી પાવર, ઈન્ડ્યુરન્સ, ગુજરાત ગેસ, અશોક લેલેન્ડ, ભેલ અને ઓઈલમાં સૌથી વધુ તેજી જોવા મળી હતી. જ્યારે અપોલો હોસ્પિટલ, બાયોકોન, બેંક ઈન્ડિયા, યુનિયન બેંક, એક્સાઈડ ઈન્ડિયા, નોકરી, ઈન્ડિયા હોટેલ અને ટાટા કન્ઝ્યુમરમાં ઘટાડો થયો હતો. સ્મોલ કેપ્સમાં હાઈકલ, ટાઈમટેકનો, ટોર્ક, કામધેનુ અને મોન્ટી કાર્લોમાં પણ વધારો જોવા મળ્યો હતો.

નિફ્ટીના 11 ઈન્ડેક્સમાંથી 4 ઈન્ડેક્સ વધ્યા હતા અને 7માં ઉછાળો હતો. આમાં ઓટો, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી અને મેટલમાં ઉછાળો આવ્યો હતો. જ્યારે બેંકો, FMCG, PSU બેંકો, ખાનગી બેંકો, મીડિયા અને રિયલ્ટીમાં ઘટાડો થયો હતો.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

બુધવારે થયો હતો ઘટાડો

સેન્સેક્સ અને નિફ્ટીમાં સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે બુધવારે ઘટાડા સાથે બંધ રહ્યો હતો. સેન્સેક્સ 1306 પોઈન્ટ અથવા 2.29% ઘટીને 55,669 પર બંધ થયો જ્યારે નિફ્ટીએ 391.50 પોઈન્ટ ઘટીને 16,677 પર કારોબાર પૂર્ણ કર્યો હતો. સેન્સેક્સમાં પાવર ગ્રીડ, એનટીપીસી અને કોટક બેન્કના શેરમાં નજીવો વધારો થયો હતો. સેન્સેક્સ 148 પોઈન્ટના વધારા સાથે 57,124 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી 27 પોઈન્ટ વધીને 17,096 પર દેખાયો હતો.

 

Next Article