AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Life Certificate : Pensioners માટે સારા સમાચાર, હવે પોસ્ટ ઓફિસથી પણ Life Certificate મેળવી શકાશે, જાણો કઈ રીતે

જો તમને પણ પેન્શન લઈ રહ્યા છે તો નિયમો મુજબ આ વર્ષે તમામ પેન્શનરોએ 30 નવેમ્બર સુધીમાં પોતાનું જીવન પ્રમાણપત્ર જમા કરાવવાનું રહેશે.

Life Certificate : Pensioners માટે સારા સમાચાર, હવે પોસ્ટ ઓફિસથી પણ Life Certificate મેળવી શકાશે, જાણો કઈ રીતે
Life Certificate
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2021 | 11:41 AM
Share

ઇન્ડિયા પોસ્ટ(India Post) તરફથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના તમામ પેન્શનરો માટે સારા સમાચાર છે. ઈન્ડિયા પોસ્ટએ જાહેરાત કરી છે કે હવે પેન્શનરો અને અન્ય તમામ વરિષ્ઠ નાગરિકો તેમની નજીકની પોસ્ટ ઓફિસથી જીવન પ્રમાણપત્ર(Life Certificate) મેળવી શકશે. આ પેન્શનરો અને અન્ય વરિષ્ઠ નાગરિકો કે જેઓ ટેક સમજશક્તિ ધરાવતા નથી અને તેઓને જીવન પ્રમાણપત્ર માટે તેમની બેંકની મુલાકાત લેવી પડતી હતી પરંતુ હવે મોટી રાહત મળી રહી છે.

હકીકતમાં કેટલાક પ્રસંગોએ પેન્શનરને જીવન પ્રમાણ પત્ર મેળવવા માટે તેના એમ્પ્લોયરનો સંપર્ક કરવો પડે છે. ઈન્ડિયા પોસ્ટના આ પ્રસ્તાવથી કેન્દ્ર સરકારના આશરે 60 લાખ પેન્શનરો અને વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને અન્ય સરકારી એજન્સીઓના પેન્શનરોને સુવિધા મળશે.

ઈન્ડિયા પોસ્ટે આ પહેલ અંગે કહ્યું છે કે વરિષ્ઠ નાગરિકો હવે નજીકની પોસ્ટ ઓફિસના CSC કાઉન્ટર પર સરળતાથી જીવન પ્રમણ સેવાઓ મેળવી શકશે. કેન્દ્ર અને રાજ્ય સરકારના પેન્શનરોએ પેન્શન ચાલુ રાખવા માટે દર વર્ષે નવેમ્બર મહિનામાં પોતાનું જીવન પ્રમાણપત્ર રજૂ કરવું પડશે. આના દ્વારા તે પ્રમાણિત થાય છે કે પેન્શનર જીવિત છે. જો આ પ્રમાણપત્ર સબમિટ કરવામાં ન આવે તો પેન્શન અટકી શકે છે.

તમારી નજીકની પોસ્ટ ઓફિસથી પ્રમાણપત્ર મેળવો ઈન્ડિયા પોસ્ટ દ્વારા જાહેરાત કર્યા પછી પેન્શનર પેન્શન વિતરણ કરતી એજન્સી અથવા ક્યાં તેમને સર્વિસ કરી છે તે જગ્યાના સ્થાને નજીકની પોસ્ટ ઓફિસ પર જઈ શકે છે અથવા ભવિષ્યમાં પેન્શન પ્રાપ્ત કરવાનું ચાલુ રાખવા માટે તેનું જીવન પ્રમાણપત્ર મેળવી શકે છે. પેન્શનરો કે જેઓને પોસ્ટ ઓફિસ અથવા પેન્શન વિતરણ એજન્સી સુધી પહોંચવામાં મુશ્કેલી હોય તે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ મેળવવા માટે નજીકના જીવન પ્રમાણ કેન્દ્રની મુલાકાત લઈ શકે છે.

30 નવેમ્બર છેલ્લી તારીખ  જો તમને પણ પેન્શન લઈ રહ્યા છે તો નિયમો મુજબ આ વર્ષે તમામ પેન્શનરોએ 30 નવેમ્બર સુધીમાં પોતાનું જીવન પ્રમાણપત્ર જમા કરાવવાનું રહેશે. જોકે તેઓ આમ નહીં કરે તો તેમનું પેન્શન બંધ થઈ જશે. તમામ નિવૃત્ત કર્મચારીઓ માટે ઓક્ટોબર અને નવેમ્બર મહિનો ખૂબ મહત્વનો રહેશે. આ મહિનાઓમાં પેન્શનરે જીવન પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે. આ જીવન પ્રમાણપત્ર સબમિટ કર્યા પછી, તમારું પેન્શન ચાલુ રહે છે.

આ પણ વાંચો :  Paytm ના નિરાશાજનક લિસ્ટિંગ બાદ રોકાણકારોએ Hold કરવું કે Sell? જાણો નિષ્ણાંતોના અભિપ્રાય

આ પણ વાંચો :  Petrol Diesel Price Today: સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના નવા રેટ જાહેર કર્યા, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">