Vocal for Local : હવે દેશના 75 રેલ્વે સ્ટેશનો ઉપર મળશે ખાદીનો સામાન, વોકલ ફોર લોકલને મળશે પ્રોત્સાહન

|

Aug 16, 2021 | 7:24 PM

કેવીઆઈસી એ 'આઝાદી કા અમૃત મહોત્સવ' (Azadi ka Amrit Mahotsav) હેઠળ આ પહેલ કરી છે. 75 રેલવે સ્ટેશનો પર 14 ઓગસ્ટ, 2021 ના ​​રોજ ખાદી સ્ટોલ શરૂ કરવામાં આવ્યા છે.

Vocal for Local : હવે દેશના 75 રેલ્વે સ્ટેશનો ઉપર મળશે ખાદીનો સામાન, વોકલ ફોર લોકલને મળશે પ્રોત્સાહન
ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ

Follow us on

Vocal for Local : ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC) એ દેશના 75 મોટા રેલવે સ્ટેશનો પર ખાદી ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ માટે સ્ટોલ ઉભા કર્યા છે. આ તમામ સ્ટોલ આગામી એક વર્ષ એટલે કે વર્ષ 2022 ના સ્વતંત્રતા દિવસ સુધી ચાલુ રહેશે. કેવીઆઈસી (KVIC) એ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ (Azadi ka Amrit Mahotsav) હેઠળ આ પહેલ કરી છે. 14 ઓગસ્ટ, 2021 ના ​​રોજ તમામ 75 રેલવે સ્ટેશનો પર ખાદી સ્ટોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ પ્રદર્શન અને વેચાણ માટે તૈયાર કરવામાં આવેલા સ્ટોલ દ્વારા, દેશના તમામ રેલ-પ્રવાસીઓને મુસાફરી દરમિયાન સ્થાનિક ખાદી ઉત્પાદનો ખાસ કરીને સ્થાનિક અથવા રાજ્યના પોતાના ઉત્પાદનો ખરીદવાની તક મળશે.આ પહેલ ખાદી કારીગરોને તેમની પ્રોડક્ટને પ્રોત્સાહન આપવા અને વેચવા માટે એક વિશાળ પ્લેટફોર્મ પૂરું પાડશે.

આ સ્ટેશનો પર લાગ્યા છે સ્ટોલ

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ સ્ટેશનોમાં નવી દિલ્હી, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ, નાગપુર, જયપુર, અમદાવાદ, સુરત, અંબાલા કેન્ટ, ગ્વાલિયર, ભોપાલ, પટના, આગ્રા, લખનૌ, હાવડા, બેંગ્લોર, એર્નાકુલમ અને અન્ય રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે.

આ સામાન મળશે

ખાદી અને ગ્રામ ઉદ્યોગોના ઉત્પાદનો જેમ કે કપડાં, સીવેલાં તૈયાર કપડાં, ખાદી પ્રસાધનો, ખાદ્ય ચીજો, મધ, માટીના વાસણો વગેરે સ્ટેશનો પર રહેલા આ સ્ટોલ પર મળશે. આ સ્ટોલ્સ દ્વારા, દેશના તમામ રેલ-પ્રવાસીઓને સ્થાનિક ખાદી ઉત્પાદનો ખરીદવાની તક મળશે.

વોકલ ફોર લોકલની પહેલ થશે મજબૂત

કેવીઆઈસી (KVIC) ના ચેરમેન વિનય કુમાર સક્સેનાએ આ પહેલને આવકારીને કહ્યું કે રેલવે અને કેવીઆઈસી (KVIC) ના આ સંયુક્ત પ્રયાસથી ખાદી કારીગરોને આગળ વધવાની તક મળશે. વધુમાં તેમણે કહ્યું કે, આ 75 રેલવે સ્ટેશનોના ખાદી સ્ટોલ મોટી સંખ્યામાં ખરીદી કરનારા લોકોને આકર્ષિત કરશે અને આ સ્ટોલ ખાદી ઉત્પાદનની વિવિધ પ્રોડક્ટ્સને લોકપ્રિય બનાવવામાં મદદ કરશે.

આના દ્વારા, માત્ર ‘સ્વદેશી’ની ભાવનાને જ પ્રોત્સાહન જ નહીં મળે, પરંતુ સરકારની’ વોકલ ફોર લોકલ’ (Vocal for Local) પહેલને પણ આધાર મળશે.

આ પણ વાંચો :  Terrorist Arrest In Punjab: પંજાબને હચમચાવવાનું આતંકવાદી કાવતરું નિષ્ફળ, બે આતંકીઓની ધરપકડ, મોટી માત્રામાં હથિયારો જપ્ત

આ પણ વાંચો : Insurance Privatisation અંગે આવ્યા મોટા સમાચાર , બેંકો પેહલા આ વીમા કંપનીનું થઇ શકે છે ખાનગીકરણ, જાણો વિગતવાર

Published On - 7:07 pm, Mon, 16 August 21

Next Article