કોરોનાની બીજી લહેર સાથે ફરી નોકરીઓ ખતરામાં , બેરોજગારીનો દર એપ્રિલમાં વધીને 8.6% થયો

ગયા વર્ષે કોરોના રોગચાળાને લીધે દેશવ્યાપી લોકડાઉનને કારણે ભારતીય અર્થવ્યવસ્થાને મોટું નુકસાન થયું હતું. આ સમય દરમિયાન લાખો લોકોની નોકરી પણ ગુમાવી હતી.

  • Publish Date - 11:14 am, Tue, 13 April 21
કોરોનાની બીજી લહેર સાથે  ફરી નોકરીઓ ખતરામાં , બેરોજગારીનો દર એપ્રિલમાં વધીને 8.6% થયો
એપ્રિલમાં ફરી બેરોજગારી દર વધ્યો

ગયા વર્ષે કોરોના રોગચાળાને લીધે દેશવ્યાપી લોકડાઉનને કારણે ભારતીય અર્થવ્યવસ્થાને મોટું નુકસાન થયું હતું. આ સમય દરમિયાન લાખો લોકોની નોકરી પણ ગુમાવી હતી. હવે કોરોનાની બીજી લહેરના કારણે લોકોની નોકરી પર ફરી આફત શરૂ થઈ છે. દરેક વ્યક્તિ છટણીથી ડરતો હોય છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમી (CMIE ) દ્વારા તૈયાર કરાયેલા નવા રોજગાર ડેટા દ્વારા આ બાબતની પુષ્ટિ થઈ છે. આ મુજબ 11 એપ્રિલના રોજ પૂરા થતા સપ્તાહમાં બેરોજગારીનો દર વધીને 8.6% થયો છે.

રિપોર્ટ અનુસાર બે અઠવાડિયા પહેલા બેકારીનો દર 6.7% હતો. આવી સ્થિતિમાં ફરી બેરોજગારીનો દર અને દેશમાં ફરીથી લોકડાઉન થવાની સંભાવના સાથે સૌ ચિંતાતુર બન્યા છે. કોરોના વાયરસનો ચેપ ઝડપથી વધી રહ્યો છે. આવી સ્થિતિમાં રાજ્યો દ્વારા આને રોકવા માટે લાદવામાં આવેલા લોકદઉન આગામી દિવસોમાં છટણીની સમસ્યામાં વધારો કરી શકે છે.આ સૌથી વધુ અસર શહેરી વિસ્તારોમાં જોવા મળી શકે છે તે લગભગ 10 ટકા આસપાસ રહી શકે છે.

ગયા વર્ષે કોરોના રોગચાળાને કારણે પરપ્રાંતિય મજૂરો સહિતના કારખાનાઓ અને કારખાનાઓમાં કામ કરતા મોટાભાગના લોકો વતન પરત ફર્યા હતા. લોકડાઉન પ્રતિબંધ હળવા થયા પછી અર્થવ્યવસ્થા ફરી પાટા પર આવી રહી છે પરંતુ છેલ્લા 2 મહિનાથી કોરોના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે આવી સ્થિતિમાં લોકોની ભીતિ છે કે ખરાબ સ્થિતિ પહેલાની જેમ ફરી ન આવે. ઘણા લોકો નોકરી છોડીને તેમના વતન તરફ વળી રહ્યા છે. IHS માર્કિટના એક સર્વે અનુસાર, સપ્ટેમ્બર 2020 થી નોકરી છોડવાની ગતિ ફરી એકવાર વધી ગઈ છે. લોકોમાં નિરાશાની લાગણી વધી રહી છે. રિઝર્વ બેંકના કન્ઝ્યુમર કોન્ફિડન્સ સર્વેમાં પણ નોકરીઓ પર નિરાશા જોવા મળી રહી છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati