AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona ની ત્રીજી લહેર સાથે ફરી નોકરિયાતોની ચિંતામાં વધારો! કપરા સમયમાં આ વીમો મદદગાર સાબિત થશે, જાણો વિગતવાર

અનિશ્ચિતતાના સમયમાં નોકરી ગુમાવવાનો વીમો(Job Loss Insurance) દ્વારા પોતાને અને પરિવારને સુરક્ષિત રાખવાનો એક શ્રેષ્ઠ માર્ગ છે.

Corona ની ત્રીજી લહેર સાથે ફરી નોકરિયાતોની ચિંતામાં વધારો! કપરા સમયમાં આ વીમો મદદગાર સાબિત થશે, જાણો વિગતવાર
Job Loss Insurance
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 6:10 AM
Share

કોરોનની ત્રીજી લહેર ભરડો લેતા ફરી એકવાર અર્થતંત્રને લઈ ચિંતાઓ વધી છે. લોકો અગત્યના કામવગર ભાર નીકળવાનું ટાળી રહ્યં છે તો સરકારે પણ ઘણા પ્રતિબંધો લાગુ કર્યા છે. લોકો સ્વાસ્થ્યની ચિંતામાં પૈસા ખર્ચ કરવાનું ઘટાડી રહ્યા છે જેની સીધી અસર અર્થતંત્રના ચક્ર ઉપર પડે છે. આ સંજોગોમાં ફરી બેરોજગારીની ચિંતા સતાવે છે.

કોવિડ -19 રોગચાળો અને આર્થિક કટોકટીને કારણે નોકરીની સ્થિરતાને લઈને લોકોમાં ભય રહે છે. આસમયગાળામાં મોટાભાગના પગારદાર લોકોમાં નોકરી ગુમાવવા અને પગાર કાપનો ભય રહે છે. આવી અનિશ્ચિતતાના સમયમાં નોકરી ગુમાવવાનો વીમો(Job Loss Insurance) દ્વારા પોતાને અને પરિવારને સુરક્ષિત રાખવાનો એક શ્રેષ્ઠ માર્ગ છે.

કોણ લઈ શકે Job Loss Insurance ?

જોબ વીમા પોલિસી (Job Loss Insurance)માં પાત્રતાના માપદંડ હોય છે. એક મૂળભૂત માપદંડ એ છે કે ઇચ્છુક વ્યક્તિ રજિસ્ટર્ડ કંપનીનો કર્મચારી હોવો જોઈએ.

આ વીમો ક્યાં સંજોગોમાં મદદરૂપ થાય છે ?

 જોબ લોસ ઇન્શ્યોરન્સ (Job Loss Insurance) નોકરી ગુમાવવાના કિસ્સામાં પોલિસીધારક અને તેના પરિવારને નાણાકીય સુરક્ષા આપે છે. નોકરી ગુમાવ્યા પછી પોલિસીધારક ચોક્કસ સમયગાળા માટે વળતર મેળવવા માટે હકદાર છે. ભારતમાં નોકરી ગુમાવવાનો વીમો અલગ વીમા પોલિસી તરીકે આપવામાં આવતો નથી. આનો લાભ રાઇડર બેનિફિટ તરીકે મેળવી શકાય છે. સામાન્ય રીતે જોબ લોસ ઇન્શ્યોરન્સ આરોગ્ય વીમો અથવા ઘર વીમા પોલિસી સાથે આવે છે.

કેટલું પ્રીમિયમ ચૂકવવું પડે છે?

સામાન્ય રીતે જોબ ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ કુલ કવરેજના 3% થી 5% સુધી હોય છે.

ક્યારે વીમાનો લાભ નહિ મળે ?

જોબ વીમો ખૂબ મર્યાદિત કવર પૂરું પાડે છે. મોટાભાગની કંપનીઓ ચોખ્ખી આવકના 50% સુધી અથવા વધુ રકમ ઓફર કરે છે. જે કિસ્સાઓમાં જોબ ઇન્શ્યોરન્સ કોઈ કવરેજ આપતું નથી તે નીચે મુજબ છે

  • સ્વ-રોજગાર અથવા બેરોજગાર વ્યક્તિ
  • પ્રોબેશન પિરિયડ દરમિયાન બેરોજગારી
  • વહેલી નિવૃત્તિ અથવા સ્વૈચ્છિક રાજીનામું આપનાર
  • હાલની બીમારીને કારણે નોકરી ગુમાવવી
  • ખરાબ કામગીરી અથવા છેતરપિંડીના કારણે સસ્પેન્શન , છટણી અને ટર્મિનેશન

રીન્યુઅલ પ્રોસેસ શું છે ?

 નોકરી ગુમાવવાનો વીમો રાઈડર બેનિફિટ તરીકે ઉપલબ્ધ હોવાથી પોલિસીને રિન્યૂ કરવાની કોઈ અલગ પ્રક્રિયા નથી. એકવાર તમે મેઈન પોલિસીને રિન્યૂ કરો એટલે પણ રિન્યૂ થાય છે.

આ પણ વાંચો : Gold Loan : જરૂરિયાત સમયે નાણાંની તકલીફ દૂર કરે છે આ વિકલ્પ, કઈ બેંકની ઓફર છે શ્રેષ્ઠ? નક્કી કરો અહેવાલ દ્વારા

આ પણ વાંચો : SEBI એ IPO સંબંધિત નિયમોમાં કર્યા ફેરફાર, શું રોકાણકારો ઉપર પડશે કોઈ અસર? જાણો અહેવાલ દ્વારા

g clip-path="url(#clip0_868_265)">