જેફ બેઝોસ એમેઝોનના CEO પદને છોડશે, એન્ડી જેસીને સોંપાશે જવાબદારી

જેફ બેઝોસ એમેઝોનના CEO પદને છોડશે, એન્ડી જેસીને સોંપાશે જવાબદારી
JEFF BEZOZ - CEO AMAZON

એમેઝોન(Amazon)ના CEO જેફ બેઝોસ(Jeff Bezos) વર્ષ 2021 ના ​​ત્રીજા ક્વાર્ટરમાં તેમનું પદ છોડશે. Amazon.com Inc તરફથી એવું કહેવામાં આવ્યું છે કે બેઝોસ તેના અન્ય પેશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. બેઝોસનું સ્થાન એમેઝોન વેબ સર્વિસીસ (AWS) ના ચીફ એક્ઝિક્યુટિવ એન્ડી જેસ્સી(Andy Jassy) લઈ શકે છે.

Ankit Modi

| Edited By: Bipin Prajapati

Feb 03, 2021 | 11:45 AM

એમેઝોન(Amazon)ના CEO જેફ બેઝોસ(Jeff Bezos) વર્ષ 2021 ના ​​ત્રીજા ક્વાર્ટરમાં તેમનું પદ છોડશે. Amazon.com Inc તરફથી એવું કહેવામાં આવ્યું છે કે બેઝોસ તેના અન્ય પેશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. બેઝોસનું સ્થાન એમેઝોન વેબ સર્વિસીસ (AWS) ના ચીફ એક્ઝિક્યુટિવ એન્ડી જેસ્સી(Andy Jassy) લઈ શકે છે. જેફ બેઝોસ હવે બોર્ડના એક્ઝિક્યુટિવ ચેરમેનનું પદ સંભાળશે. આ સમાચાર ત્યારે આવ્યા જ્યારે કંપનીએ સતત ત્રીજી વખત રેકોર્ડ નફો કર્યો અને ત્રિમાસિક 100 બિલિયન ડોલર નું વેચાણ નોંધ્યું છે.

હવે આ પ્રશ્નનો જવાબ પણ મળી ગયો છે કે, કંપનીમાં બીજા ધનિક વ્યક્તિનું પદ કોણ લેશે. 53 વર્ષીય જેસી હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી સ્નાતક થયા પછી 1997 માં એમેઝોનમાં જોડાયો હતો. જેસીએ એમેઝોન વેબ સર્વિસીસની સ્થાપના કરી અને તેને લાખો લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા ક્લાઉડ પ્લેટફોર્મ પર વિકસિત કર્યું. જેસી લાંબા સમયથી આ પદના દાવેદાર માનવામાં આવતા હતા.

બેઝોસે જેસી પર વિશ્વાસ વ્યક્ત કર્યો જેસી તકનીકી બાબતોમાં શ્રેષ્ઠ નિષ્ણાત હોવાનું કહેવાય છે. તેની હંમેશા ઓરેકલ કોર્પ અને ક્લાઉડ હરીફ માઇક્રોસોફ્ટ કોર્પ સામે પ્રગતિ હાંસલ કરી છે. AWS વેચાણમાં અગ્રેસર રહે છે. બેઝોસે જેસી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

બેઝોસ સંકળાયેલા રહેશે બેઝોઝે એમેઝોન કર્મચારીઓને લખેલા પત્રમાં કહ્યું હતું કે તે ‘એમેઝોનની મહત્વપૂર્ણ પહેલ’ સાથે સંકળાયેલ હશે. પરંતુ હવે તે તેના ‘પરોપકારી પ્રયત્નો’ પર વધુ ધ્યાન આપશે. ડે વન ફંડ, બેઝોસ અર્થ ફંડ અને અવકાશ સંશોધન અને પત્રકારત્વ સંબંધિત અન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓ શામેલ છે. બેઝોસે લખ્યું કે તે નિવૃત્તિ લેવાની વાત નથી. હું સંસ્થાના પ્રભાવથી ખૂબ જ ઉત્સાહિત છું.

બેઝોસે 1994 માં એમેઝોનની સ્થાપના કરી હતી જેફ બેઝોસે વર્ષ 1994 માં એમેઝોનની સ્થાપના કરી હતી. ઓનલાઇન બુક સ્ટોરમાંથી, એમેઝોન આજે મેગા ઓનલાઇન રિટેલરમાં પરિવર્તિત થઈ ગયું છે. જે વિશ્વવ્યાપી તમામ પ્રકારના ઉત્પાદનોનું વેચાણ અને વિતરણ કરે છે. જેફ બેઝોસે તેના કર્મચારીઓને એક પત્ર લખીને કંપનીમાં એન્ડી જેસીની નવી ભૂમિકાને વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati