AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

18 વર્ષની ઉંમરે 40 કરોડનું દેવું અને 175 કોર્ટ કેસ… જાણો ₹16,000 કરોડના બેટા ગ્રુપના માલિકની અદ્ભુત કહાણી!

મુશ્કેલીઓ સામે હાર માનવાને બદલે અથાગ પરિશ્રમ અને દ્રઢ મનોબળથી સફળતાનું શિખર સર કરનાર 67 વર્ષીય જે. રાજમોહન પિલ્લાઈ આજે યુવા પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. દાયકાઓના સંઘર્ષ બાદ, તેમણે બેટા ગ્રુપને એક મલ્ટીનેશનલ કંપની બનાવી.

18 વર્ષની ઉંમરે 40 કરોડનું દેવું અને 175 કોર્ટ કેસ... જાણો ₹16,000 કરોડના બેટા ગ્રુપના માલિકની અદ્ભુત કહાણી!
J Rajmohan Pillai Beta GroupImage Credit source: TV9 Gujarati
| Updated on: Aug 26, 2026 | 3:05 PM
Share

મુશ્કેલીઓ સામે હાર માનવાને બદલે અથાગ પરિશ્રમ અને દ્રઢ મનોબળથી સફળતાનું શિખર સર કરનાર 67 વર્ષીય જે. રાજમોહન પિલ્લાઈ આજે યુવા પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. તે હાલમાં 2 અબજ ડોલરનો બિઝનેસ ધરાવતા બેટા ગ્રુપના (Beta Group) ચેરમેન છે. તેમનું ગ્રુપ કાજુ પ્રોસેસિંગ, પેકેજ્ડ ફૂડ્સ, લોજિસ્ટિક્સ અને એન્ટરટેઇનમેન્ટ જેવા વિવિધ ક્ષેત્રોમાં સક્રિય છે.

18 વર્ષની ઉંમરે 40 કરોડ દેવાનો સામનો

રાજમોહન જ્યારે 18 વર્ષના હતા અને B.Com ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હતા ત્યારે પિતાની તબિયત લથડતાં તેમણે અચાનક કૌટુંબિક વ્યવસાય સંભાળવો પડ્યો હતો. તેમની સામે સફળ બિઝનેસ નહીં પરંતુ દેવામાં ડૂબેલી કંપની હતી. તે સમયે પરિવાર પાસે ₹3 કરોડની સંપત્તિ સામે ₹40 કરોડનું દેવું હતું અને 175 જેટલા કાનૂની કેસ પેન્ડિંગ હતા. પ્રોપર્ટી અને વાહનો પણ જપ્ત થઈ ગયા હતા.

27 વર્ષનો અથાક સંઘર્ષ અને દેવામુક્તિ

બેંકો અને સરકારી એજન્સીઓ રકમ ચૂકવવા દબાણ કરી રહી હતી. એક તબક્કે તેમણે વ્યાજ પેટે જ દર મહિને ₹55 લાખ ચૂકવવા પડતા હતા. પોતાના ભાઈ રાજન પિલ્લાઈના અવસાન બાદ તેમના પર વધુ 103 મિલિયન ડોલરની જવાબદારી આવી પડી હતી. પરંતુ હાર માનવાને બદલે તે આગામી 27 વર્ષ સુધી સતત મહેનત કરી તમામ દેવું ચુકવવાનું લક્ષ્ય બનાવ્યું અને નફા કરતા કંપનીને દેવામુક્ત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

દેવામાંથી બેટા ગ્રુપનું નિર્માણ

દાયકાઓના સંઘર્ષ બાદ, તેમણે બેટા ગ્રુપને એક મલ્ટીનેશનલ કંપની બનાવી. આ સફળતા માત્ર સંપત્તિ કમાવવાની નથી. પરંતુ વિષમ પરિસ્થિતિઓ સામે લડીને પોતાનું ભાગ્ય જાતે લખવાની એક અદ્ભુત વાત છે.

સામાજિક ફાઉન્ડેશન

તેમણે તેમના સ્વર્ગસ્થ પિતા કે. જાનાર્દનન પિલ્લાઈની સ્મૃતિમાં KJP રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ ફાઉન્ડેશન કાજુ અને અન્ય બાગાયતી પાકોના ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ માટે કાર્ય કરે છે. તેમણે તેમના ભાઈ રાજન પિલ્લાઈની સ્મૃતિમાં રાજન પિલ્લાઈ ફાઉન્ડેશનની પણ સ્થાપના કરી હતી. આ ફાઉન્ડેશન કલા, રમતગમત, સામાજિક વિજ્ઞાન અને તબીબી ક્ષેત્રોમાં શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપીને માનવતાની સેવા માટે કાર્ય કરે છે. રાજન પિલ્લાઈ ફાઉન્ડેશન આંતરરાષ્ટ્રીય સંબંધો, સામાજિક કલ્યાણ સેવાઓ અને ઔદ્યોગિક વિકાસના ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓને પુરસ્કાર આપવા માટે વિવિધ એવોર્ડની સ્થાપના અને રજૂઆત પણ કરે છે.

આ પણ વાંચો, Bone Facts : આંગળીઓ ચટકાવવાથી કટક અવાજ કેમ આવે છે? હાડકાં નહીં, સાંધાની અંદર થાય છે આ પ્રક્રિયા! Video

Follow Us
આજનું રાશિફળ: કરિયર અને સંબંધોમાં આવશે સારા બદલાવ
આજનું રાશિફળ: કરિયર અને સંબંધોમાં આવશે સારા બદલાવ
સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામની વધુ મુશ્કેલી
સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામની વધુ મુશ્કેલી
બાઈક લઈને જઈ રહ્યા હો અને અચાનક સાવજ આવી જાય તો.... બસ આવુ જ થયુ- જુઓ
બાઈક લઈને જઈ રહ્યા હો અને અચાનક સાવજ આવી જાય તો.... બસ આવુ જ થયુ- જુઓ
ગાંધીનગરમાં Blinkit Store નું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ
ગાંધીનગરમાં Blinkit Store નું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ
આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન
આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન
અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video
અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video
સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય
સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય
શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ
શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ
બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video
બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video
કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ,અનેક વિસ્તારોમાં ભરાતા લોકો પરેશાન
કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ,અનેક વિસ્તારોમાં ભરાતા લોકો પરેશાન
g clip-path="url(#clip0_868_265)">