ITR : છેલ્લી તારીખ નજીક આવતા ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલિંગનો પ્રવાહ તેજ બન્યો, છેલ્લા 7 દિવસમાં 46.77 લાખ રિટર્ન ફાઈલ થયા

|

Dec 23, 2021 | 9:40 AM

આવકવેરા વિભાગ સતત લોકોને ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ અને 31 ડિસેમ્બરની છેલ્લી તારીખ વિશે જણાવે છે. વિભાગનું કહેવું છે કે લોકોએ છેલ્લી તારીખની રાહ જોવી જોઈએ નહીં અને શક્ય તેટલું જલ્દી આ કામ પૂર્ણ કરવું જોઈએ.

ITR : છેલ્લી તારીખ નજીક આવતા ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલિંગનો પ્રવાહ તેજ બન્યો, છેલ્લા 7 દિવસમાં 46.77 લાખ રિટર્ન ફાઈલ થયા
More than 5 crore ITR filed

Follow us on

ગત નાણાકીય વર્ષ માટે લગભગ 4 કરોડ ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ઈ-ફાઈલ કરવામાં આવ્યા છે. 21 ડિસેમ્બરે માત્ર એક જ દિવસમાં 8.7 લાખ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે. IT વિભાગે બુધવારે આ જાણકારી આપી હતી. ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31મી ડિસેમ્બર છે. સમયમર્યાદા નજીક આવતા રિટર્ન ફાઇલિંગમાં તેજી જોવા મળી રહી છે.

વ્યક્તિગત કરદાતાઓ માટે રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે. માત્ર એક સપ્તાહ બાદ આ સમયમર્યાદા પૂર્ણ થવાની છે અને હજુ લાખો લોકોનું ફાઇલિંગ બાકી છે. ઘણા લોકો છેલ્લી તારીખની રાહ જોયા વિના આ કામ ઝડપથી પૂર્ણ કરી રહ્યા છે. ટેક્સ વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 7 દિવસમાં 46.77 લાખ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે.

IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું

IT વિભાગે એક ટ્વિટમાં લખ્યું છે કે અત્યાર સુધીમાં 4 કરોડ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે. છેલ્લા 7 દિવસમાં માત્ર 46.77 લાખ ITR ફાઈલ થયા છે. 21 ડિસેમ્બરે 8.7 લાખ ITR ફાઈલ કરવામાં આવ્યા હતા.

 

 

ટેક્સ વિભાગે ચેતવણી આપી
આવકવેરા વિભાગ સતત લોકોને ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ અને 31 ડિસેમ્બરની છેલ્લી તારીખ વિશે જણાવે છે. વિભાગનું કહેવું છે કે લોકોએ છેલ્લી તારીખની રાહ જોવી જોઈએ નહીં અને શક્ય તેટલું જલ્દી આ કામ પૂર્ણ કરવું જોઈએ. આ નાણાકીય વર્ષ 31 માર્ચ 2021 ના ​​રોજ સમાપ્ત થાય છે. આવકવેરા વિભાગ કરદાતાને SMS અને ઇમેઇલ મોકલીને વહેલા ફાઇલ કરવા માટે ચેતવણી આપી રહ્યું છે.

અગાઉ આવકવેરા વિભાગે છેલ્લી તારીખ વધારીને 31 જુલાઈથી 31 ડિસેમ્બર કરી હતી. હવે વ્યક્તિગત કરદાતાઓ 31 ડિસેમ્બર સુધી આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકશે.

તાજેતરમાં કેન્દ્રીય નાણા મંત્રાલયે પણ આ અંગે માહિતી આપી હતી. શનિવારે, નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2020-21 માટે 3.7 કરોડ ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે. નાણા મંત્રાલયે શનિવારે આ આંકડા જાહેર કર્યા હતા.

ITR કેવી રીતે ફાઇલ કરવું

  • https://www.incometax.gov.in/iec/foportal પર લોગીન કરો.
  • ઈ-ફાઈલ – ઈન્કમ ટેક્સ રિટર્ન – ફાઈલ ઈન્કમ ટેક્સ રિટર્ન પર જાઓ
  • આ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી આકારણી વર્ષ, ફાઇલિંગનો પ્રકાર અને સ્ટેટ્સનો વિકલ્પ પસંદ કરો
  • Proceed પર ક્લિક કરો
  • પહેલા ITR પસંદ કરો અને તેને ફાઇલ કરવાનું કારણ પસંદ કરો.
  • માહિતી અહીં આપો અને જો ટેક્સ ભરવાનો થાય તો પેમેન્ટ કરો
  • પ્રીવ્યૂ પર ક્લિક કરીને રિટર્ન સબમિટ કરો
  • ચકાસણી માટે આગળ વધો પર ક્લિક કરો
  • તે પછી વેરિફિકેશન મોડ પસંદ કરો
  •  EVC અથવા OTP દાખલ કરીને ITR ચકાસો. ચકાસણી માટે ITR-V ની સહી કરેલી નકલ CPC ને મોકલો

 

આ પણ વાંચો : Share Market : સારા વૈશ્વિક સંકેતો સાથે કારોબારની મજબૂત શરૂઆત, Sensex અને Nifty માં અડધાં ટકાના ઉછાળા સાથે ખૂલ્યાં

 

આ પણ વાંચો : રાતોરાત રૂપિયા 44 અબજને પાર પહોંચ્યું આ કંપનીનું મૂલ્ય, કારોબારમાં 53%નો ઉછાળો નોંધાવનાર શેર છે તમારા પોર્ટફોલિયોમાં?

Published On - 9:39 am, Thu, 23 December 21

Next Article