Income Tax Refund : આવકવેરા વિભાગ દ્વારા 1.62 લાખ કરોડનું રિફંડ અપાયું, આ રીતે તપાસો તમારા ખાતાની સ્થિતિ
જો કોઈ વિક્ષેપ ન હોવા છતાં પણ રિફંડ ન આવે તો આવકવેરા વિભાગમાં ફરિયાદ કરી શકાય છે.
આવકવેરા(Income Tax) વિભાગે ગુરુવારે આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 1.79 કરોડ કરદાતાઓને રૂ. 1.62 લાખ કરોડથી વધુનું રિફંડ જારી કર્યું છે. આમાં આકારણી વર્ષ 2020-21 માટે 1.41 કરોડ રિફંડનો સમાવેશ થાય છે જે રૂ. 27,111.40 કરોડ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ એપ્રિલ 1, 2021 અને જાન્યુઆરી 24, 2022 વચ્ચે 1.79 કરોડથી વધુ કરદાતાઓને રૂ. 1,62,448 કરોડથી વધુનું રિફંડ જારી કર્યું છે તેમ આવકવેરા વિભાગે ટ્વીટ કર્યું છે.
CBDT issues refunds of over Rs. 1,62,448 crore to more than 1.79 crore taxpayers from 1st Apr,2021 to 24th Jan,2022. Income tax refunds of Rs. 57,754 crore have been issued in 1,77,35,899 cases &corporate tax refunds of Rs. 1,04,694 crore have been issued in 2,23,952 cases(1/2)
— Income Tax India (@IncomeTaxIndia) January 27, 2022
ઘરે બેઠા આવકવેરા વિભાગને ફરિયાદ કરી શકો છો
જો કોઈ વિક્ષેપ ન હોવા છતાં પણ રિફંડ ન આવે તો આવકવેરા વિભાગમાં ફરિયાદ કરી શકાય છે. આવકવેરા વિભાગે આ માટે ટોલ ફ્રી નંબર 18001801961/1961 જારી કર્યા છે. કરદાતાઓ આવકવેરા વિભાગના ઈ-ફાઈલિંગ પોર્ટલ દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકાય છે.
આવકવેરા વિભાગની નવી વેબસાઇટ પરથી રિફંડની સ્થિતિ આ રીતે તપાસો
- સૌથી પહેલા તમારે વેબસાઇટ www.incometax.gov.in પર જવું પડશે.
- યુઝર આઈડી અને પાસવર્ડ એન્ટર કરો.
- લોગીન કર્યા પછી, તમને ઈ-ફાઈલિંગનો વિકલ્પ દેખાશે.
- હવે તમે ઈન્કમ ટેક્સ રિટર્ન પસંદ કરો
- તે પછી View File Return પર ક્લિક કરો.
- હવે તમારા ITRની વિગતો બતાવવામાં આવશે.
PAN અને Adhaar ને લિંક કરો
રિટર્ન ફાઇલ કરતા પહેલા આ સૌથી મહત્વની બાબત છે. તમારે તમારો પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) તમારા આધાર સાથે લિંક કરવો પડશે. તે જ સમયે, PAN-Adhaar લિંક કરવાની સમયમર્યાદા પણ લંબાવવામાં આવી છે. હવે તેને 31 માર્ચ 2022 સુધી લિંક કરી શકાશે.