AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ITR Filing : શું તમે નિઃશુલ્ક ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યું કે નહિ? દેશની સૌથી મોટી સરકારી બેંકની ઓફર આજે થઇ રહી છે સમાપ્ત

એસબીઆઈના જણાવ્યા અનુસાર, જે ગ્રાહકો ઈ-સીએ પાસેથી માહિતી મેળવવા ઈચ્છે છે તેમને 199 રૂપિયા ચૂકવવા પડશે. મફત આઈટીઆર ફાઈલિંગ અને ઈ-સીએ ઓફર આજે 31 ઓક્ટોબર 2021 સુધી ઉપલબ્ધ છે.

ITR Filing : શું તમે નિઃશુલ્ક ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યું કે નહિ? દેશની સૌથી મોટી સરકારી બેંકની ઓફર આજે થઇ રહી છે સમાપ્ત
ITR Filing
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 9:33 AM
Share

ITR Filing : દેશની સૌથી મોટી સરકારી બેન્ક દ્વારા ફ્રીમાં ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની ઓફર આવતીકાલથી બંધ થઇ રહી છે એટલેકે નિઃશુલ્ક રિટર્ન ફાઈલ કરવા માટે તમારી પાસે આજે છેલ્લો દિવસ છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા(SBI)એ ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલિંગ (ITR filing) સંબંધિત નવી સુવિધા શરૂ કરી છે. આ નવી સુવિધા હેઠળ જો કરદાતાઓ સમયસર ITR ફાઇલ કરે છે તો તેમને બચતનો લાભ આપવામાં આવશે. તમારે ITR ફાઇલ કરવા માટે કેટલીક ફી ચૂકવવી પડે છે પરંતુ દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક કરદાતાઓને કોઇપણ ચાર્જ વગર ITR ફાઇલ કરવાની સુવિધા આપી રહી છે. આ માટે SBI ની YONO એપ પર ITR ફાઇલ કરવાનું ઓપશન આપવામાં આવ્યું છે.

કરદાતાઓએ SBI YONO એપનાં Tax2Win સેક્શનમાં જવું પડશે. અહીં ITR કોઈપણ ચાર્જ વગર ફાઈલ કરી શકાય છે. આ પ્લેટફોર્મ દ્વારા ITR ફાઇલ કરવા માટે કરદાતાઓએ 5 જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. એક ટ્વીટમાં આ અંગે માહિતી આપતા એસબીઆઈએ કહ્યું કે જે લોકો મફતમાં આઈટીઆર ફાઈલ કરવા ઈચ્છે છે તેઓ એસબીઆઈની યોનો એપ પર ટેક્સ 2 વિન સેક્શનમાં પોતાની માહિતી દાખલ કરી શકે છે.

આ સુવિધા માત્ર SBI ગ્રાહકો માટે જ ઉપલબ્ધ રહેશે. સ્ટેટ બેંકે ગ્રાહકોને વધુ સુવિધા અને કામમાં સરળતા આપવા માટે ડિજિટલ સીએ અથવા ઈ-સીએ આપવાની જાહેરાત કરી છે. આ સુવિધા કેટલાક ડિસ્કાઉન્ટ સાથે આપવામાં આવશે, પરંતુ કેટલીક રકમ ચૂકવવી પડશે. એસબીઆઈના જણાવ્યા અનુસાર, જે ગ્રાહકો ઈ-સીએ પાસેથી માહિતી મેળવવા ઈચ્છે છે તેમને 199 રૂપિયા ચૂકવવા પડશે. મફત આઈટીઆર ફાઈલિંગ અને ઈ-સીએ ઓફર આજે 31 ઓક્ટોબર 2021 સુધી ઉપલબ્ધ છે.

પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા આ સ્ટેપ્સ અનુસરો

  • Www.incometax.gov.in ની મુલાકાત લો
  • નવા પોર્ટલ પર રજિસ્ટર ઓપ્શન પર ક્લિક કરો
  • Taxpayer વિકલ્પ પસંદ કરો. તમારું PAN દાખલ કરો અને validate પર ક્લિક કરો. હવે Continue પર ક્લિક કરો
  • તમારે તમારી મૂળભૂત વિગતો જેમ કે છેલ્લું નામ, પ્રથમ નામ, મધ્યમ નામ, જન્મ તારીખ, લિંગ અને રહેણાંક સ્થિતિ (નિવાસી/ બિન-નિવાસી) દાખલ કરવી પડશે. હવે Continue પર ક્લિક કરો
  • હવે તમારે તમારી કોન્ટેક્ટ ડિટેઈલ્સ દાખલ કરવી પડશે. પ્રાઈમરી મોબાઇલ નંબર અને પ્રાઈમરી ઇમેઇલ આઇડી.
  • વન ટાઇમ પાસવર્ડ (OTP) તમારા મોબાઇલ નંબર અને ઇમેઇલ ID પર મોકલવામાં આવશે. OTP માત્ર 15 મિનિટ માટે માન્ય રહેશે. એકવાર તમે OTP દાખલ કરી લો, પછી Continue પર ક્લિક કરો
  • તમારી તમામ વિગતો ચકાસો. જો તમે દાખલ કરેલી વિગતોમાં કોઈ ભૂલ હોય તો તમને છેલ્લા પગલામાં તેને સંપાદિત કરવાનો વિકલ્પ મળશે. વિગતો ચકાસ્યા પછી Confirm પર ક્લિક કરો
  • પાસવર્ડ દાખલ કરો
  • તમારે તમારો personalised Message પણ દાખલ કરવો પડશે. જ્યારે પણ તમે નવા આવકવેરા પોર્ટલ પર તમારા ખાતામાં લોગ ઇન કરશો ત્યારે તમને આ સંદેશ દેખાશે
  • એકવાર તમે સંદેશ દાખલ કરી લો પછી રજિસ્ટર પર ક્લિક કરો. આ સાથે તમે પોર્ટલ પર રજીસ્ટર થશો અને હવે ITR ફાઇલ કરવા માટે તૈયાર છો.

આ પણ વાંચો :   પતિ દ્વારા પત્નીના ખાતામાં નિયમિત ટ્રાન્સફર થતી રકમ કરમુક્ત કે કરપાત્ર? જાણો શું છે ઇન્કમ ટેક્સનો નિયમ

આ પણ વાંચો : IPO : 1 નવેમ્બરે ત્રણ કંપનીઓ લાવી રહી છે કમાણીની તક, જાણો કંપની અને યોજના વિશે વિગતવાર

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">