IPPB 1 એપ્રિલથી રોકડ ઉપાડ અને કેશ ડિપોઝિટનાં નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે, જાણો શું થશે બદલાવ

|

Mar 04, 2021 | 8:51 AM

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) 1એપ્રિલથી રોકડ ઉપાડ અને રોકડ થાપણના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. તે દિવસથી, ગ્રાહકોએ નિર્ધારિત મર્યાદા કરતા વધુ રોકડ ઉપાડ અને રોકડ થાપણો માટે અલગ ફી ચૂકવવી પડશે.

IPPB 1 એપ્રિલથી રોકડ ઉપાડ અને કેશ ડિપોઝિટનાં નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે, જાણો શું થશે બદલાવ
Post Office

Follow us on

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) 1એપ્રિલથી રોકડ ઉપાડ અને રોકડ થાપણના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. તે દિવસથી, ગ્રાહકોએ નિર્ધારિત મર્યાદા કરતા વધુ રોકડ ઉપાડ અને રોકડ થાપણો માટે અલગ ફી ચૂકવવી પડશે. આ સંદર્ભમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે એક નોટિસ જારી કરી છે.

IPPBના નવા નિયમો અનુસાર, મહિનામાં ચાર વખત બેસિક સેવિંગ્સ એકાઉન્ટમાંથી રોકડ ઉપાડવા માટે કોઈ શુલ્ક લેવામાં આવશે નહીં. આ પછી, જો રોકડ ઉપાડ કરવામાં આવે છે, તો ઉપાડની રકમ 0.50 ટકા અથવા ઉપાડ ફી પેટે ઓછામાં ઓછા 25 રૂપિયા ચૂકવવા પડશે.

બચત અને ચાલુ ખાતાના કિસ્સામાં, દર મહિને 25,000 રૂપિયા સુધીની રોકડ ઉપાડ કોઈ ચાર્જ વિના કરવામાં આવશે. આનાથી વધારે રોકડ ઉપાડ માટે, એકાઉન્ટ ધારકોને ઉપાડના 0.50 ટકા અથવા ઓછામાં ઓછા 25 રૂપિયા ચૂકવવા પડશે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

બચત અથવા ચાલુ ખાતાધારકોએ પણ નિર્ધારિત મર્યાદા કરતા વધારેમાં રોકડ થાપણો માટેની ફી ચૂકવવી પડશે. આ ખાતા ધારકો દર મહિને તેમના ખાતામાં 10,000 રૂપિયા રોકડ જમા કરાવી શકશે. આ કરતા વધારે જમા કરાવવા માટે તેઓએ જમા કરવાની રકમના 0.50 ટકા અથવા દરેક થાપણ માટે ઓછામાં ઓછા 25 રૂપિયા ચૂકવવા પડશે.

જોકે, બેઝિક બચત ખાતાધારકો માટે રોકડ થાપણની મર્યાદા નક્કી કરવામાં આવી નથી. આઈપીપીબીએ તેની આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ (AEPS) ના નિયમોમાં પણ ફેરફાર કર્યા છે જે 1 એપ્રિલથી અમલમાં આવશે.

Next Article