IPO: આજથી સ્ટોવ ક્રાફ્ટનો આઈપીઓ ખુલશે, રૂ.413 કરોડ એકત્રિત કરવાનું લક્ષ્ય

|

Jan 25, 2021 | 9:03 AM

વર્ષ 2021 માં IPOને રોકાણકારોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કિચન એપ્લાયન્સિસ બનાવતી કંપની સ્ટોવ ક્રાફ્ટ(Stove Kraft) આજે જાન્યુઆરી મહિનાનો ચોથો IPO લઇ આવી રહી છે. IPO દ્વારા કંપની 412.63 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે.

IPO: આજથી સ્ટોવ ક્રાફ્ટનો આઈપીઓ ખુલશે, રૂ.413 કરોડ એકત્રિત કરવાનું લક્ષ્ય
Shriram Properties IPO

Follow us on

વર્ષ 2021 માં IPOને રોકાણકારોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કિચન એપ્લાયન્સિસ બનાવતી કંપની સ્ટોવ ક્રાફ્ટ(Stove Kraft) આજે જાન્યુઆરી મહિનાનો ચોથો IPO લઇ આવી રહી છે. IPO દ્વારા કંપની 412.63 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે.

પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર 384-385 રૂપિયા
સ્ટોવ ક્રાફ્ટનો આઈપીઓ આજે 25 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી સુધી ખુલ્લો રહેશે. તેનો પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર 384-385 રૂપિયા નક્કી કરાયો છે. 95 કરોડ શેરના ફ્રેશ ઇશ્યૂ જારી કરવામાં આવશે. આ ઉપરાંત, કંપની અને પ્રમોટર્સ ઓફર ફોર સેલ (OFS) દ્વારા પણ 82.5 લાખ શેર ઇશ્યૂ કરશે. આ આઈપીઓમાં રોકાણકારો ઓછામાં ઓછા 38 શેરો માટે અરજી કરી શકે છે. કંપનીએ 22 જાન્યુઆરીએ એન્કર રોકાણકારો પાસેથી રૂ.185 કરોડ એકત્ર કર્યા છે.

સ્ટોવ ક્રાફ્ટ 22 વર્ષ જૂની કંપની છે
એક્સચેંજ ડેટા અનુસાર, OFS માં પ્રમોટર રાજેન્દ્ર ગાંધી 6.9 લાખ શેર, સુનિતા રાજેન્દ્ર ગાંધી 59.3 હજાર શેર, સૈકિયા કેપિટલ ઇન્ડિયા ગ્રોથ ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ્સના14.92 લાખ શેર અને એસસીઆઈ ગ્રોથ ઈન્વેસ્ટમેન્ટ ના 60.07 લાખ શેર સામીલ કરશે. સ્ટોવ ક્રાફ્ટ 28 જૂન 1999 ના રોજ શરૂ કરવામાં આવી હતી. તે મૂળ બેંગ્લોર સ્થિત કંપની છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

કંપનીનું 76 કરોડ રૂપિયાનું દેવું છે
એડલવીઝ ફાઇનાન્શિયલ સર્વિસીસ અને જેએમ ફાઇનાન્સિયલ આઈપીઓના લીડ મેનેજર્સ હશે. કંપની અપેક્ષા રાખે છે કે ઇશ્યૂ માટે રૂ.૩૮૫ પ્રતિ શેરના ભાવે ૪૧૨.૬૨ કરોડ રૂપિયા પ્રાપ્ત થશે. પીજન અને ગ્લિમા આ કંપનીનો ફ્લેગશિપ છે. કંપની ઇશ્યૂમાંથી થતી રકમનો ઉપયોગ દેવાની ચૂકવણી અને સામાન્ય કોર્પોરેટ જરૂરિયાતો માટે કરશે. દસ્તાવેજો અનુસાર, કંપનીનું 76 કરોડનું દેવું છે.

વર્ષ 2020 માં 16 કંપનીઓએ 31 હજાર કરોડ એકત્ર કર્યા 
વર્ષ 2021 માં અત્યાર સુધીમાં કુલ ત્રણ આઈપીઓ આવ્યા છે. પહેલા ઇન્ડિયન રેલ્વે ફાઇનાન્સ કોર્પોરેશન (IRFC) ના આઈપીઓ આવ્યા, જે છેલ્લા દિવસે 3.49 ગણો ભરાયો હતો. ઇન્ડિગો પેઇન્ટ્સનો આઈપીઓ 117 ગણો ભરાયો હતો. હોમ ફર્સ્ટ ફાઇનાન્સ કંપનીનો આઈપીઓએ પણ સારો પ્રતિસાદ મેળવ્યો હતો. વર્ષ 2020 માં આઈપીઓ દ્વારા કુલ 16 કંપનીઓએ 31 હજાર કરોડ એકત્ર કર્યા હતા.

Next Article