AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPO Listing : સોમવારે 3 IPO ના શેર્સનું લિસ્ટિંગ થશે, આ રીતે જાણો ખાતામાં શેર્સ જમા થયા કે પૈસા

સબ્સ્ક્રિપ્શન સમયગાળા દરમિયાન પોલિસીબઝારના IPOને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. પોલિસીબઝારના IPO ને 1 થી 3 નવેમ્બર દરમિયાન 16.59 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું.

IPO Listing : સોમવારે 3 IPO ના શેર્સનું લિસ્ટિંગ થશે, આ રીતે જાણો ખાતામાં શેર્સ જમા થયા કે પૈસા
stock market
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2021 | 10:43 AM
Share

સોમવારે 15 નવેમ્બરના રોજ શેરબજારમાં વધુ ૩ કંપની લિસ્ટેડ થવા જઈ રહી છે. પોલિસીબજાર(policybazaar) ઓપરેટર PB Fintech , સિગાચી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Sigachi Industries Limited) અને S.J.S. Enterprises Limited ના શેર્સ લિસ્ટ થશે.

PolicyBazaar પોલિસીબજાર ઓપરેટર PB Fintech એ પબ્લિક ઑફર (IPO) ના શેર ફાળવણીને અંતિમ સ્વરૂપ આપ્યું છે. સબ્સ્ક્રિપ્શન સમયગાળા દરમિયાન પોલિસીબઝારના IPOને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. પોલિસીબઝારના IPO ને 1 થી 3 નવેમ્બર દરમિયાન 16.59 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું.

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અનુસાર રોકાણકારોએ IPO પર 3,45,12,186 શેરની સામે 57,23,84,100 શેર માટે બિડ કરી હતી. સંસ્થાકીય ખરીદદારો માટે 24.89 ગણું સબ્સ્ક્રિપ્શન હતું. બિન-સંસ્થાકીય રોકાણકારો માટે સબસ્ક્રિપ્શન 86.51 ગણું અને છૂટક રોકાણકારો (RIIs) માટે 80.49 ગણું હતું.

છેલ્લા કેટલાક દિવસોમાં પોલિસીબજારના અનલિસ્ટેડ શેરના મૂલ્યમાં ઘટાડો થયો છે. IPOની જાહેરાત દરમિયાન પોલિસીબઝારનું ગ્રે માર્કેટ પ્રીમિયમ આશરે રૂ 300 હતું. જો કે ગુરુવાર, 11 નવેમ્બરના રોજ પોલિસીબજાર IPO GMP ઘટીને રૂ.60 થયો હતો.

ISIN : INE417T01026 BSE Code : 543390 (B Group) NSE Symbol: POLICYBZR (EQ Series) Face Value : ₹ 2 IPO Price : ₹ 980

Sigachi Industries સિગાચી ઇન્ડસ્ટ્રીઝ (Sigachi Industries IPO) ના શેરની ફાળવણી પણ થઇ રહી છે. કંપનીનો IPO 3 દિવસમાં 101.91 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. કંપનીનો IPO 1 નવેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખોલવામાં આવ્યો હતો અને 3 નવેમ્બરે બંધ થયો હતો. કંપનીએ શેરની પ્રાઇસ બેન્ડ રૂ. 161-163 નક્કી કરી હતી. IPOને 54,89,47,440 લાખ શેર માટે બિડ મળી છે.

ISIN : INE0D0K01014 BSE Code : 543389 ( T Group) NSE Symbol: SIGACHI ( BE Series) Face Value : ₹ 10 IPO Price : ₹ 163

SJS Enterprises આ ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ (IPO) 1 નવેમ્બરથી 3 નવેમ્બર સુધી રોકાણ માટે ખુલ્લો રહ્યો હતો. IPOનું કદ રૂ. 800 કરોડ છે જેમાંથી કંપની પહેલેથી જ રૂ 240 કરોડ એકત્ર કરી ચૂકી છે. 29 ઓક્ટોબરના રોજ એન્કર રોકાણકારો તરફથી. SJS એન્ટરપ્રાઇઝે IPO માટે રૂ. 531-542ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. આ ઈસ્યુમાં માત્ર ઓફર ફોર સેલ (OFS) હશે. નિષ્ણાતોએ કહ્યું હતું કે રોકાણનો અભિગમ લાંબા ગાળાનો હોય તો તમે તેમાં નાણાંનું રોકાણ કરી શકે છે ફક્ત લિસ્ટિંગ લાભો શોધી રહેલા લોકોએ આને ટાળવું જોઈએ.

ISIN : INE284S01014 BSE Code : 543387 ( B Group) NSE Symbol: SJS ( EQ Series) Face Value : ₹ 10 IPO Price : ₹ 542

BSE ની વેબસાઇટ પર શેરની ફાળવણી તપાસો

  • સૌ પ્રથમ તમારે BSEની વેબસાઇટ પર જવું પડશે.
  • અહીં ઇક્વિટી બોક્સ માં ટીક કરવું પડશે.
  •  હવે નીચે ઇશ્યૂનું નામ દાખલ કરો.
  •  તમારો એપ્લિકેશન નંબર લખો.
  • પાન નંબર દાખલ કરો
  •  હવે Search પર ક્લિક કરો.
  •  હવે આખી વિગત તમને જોવા મળશે.

આ પણ વાંચો :  Children Savings Plan: બાળદિને બાળકને સારા Financial Planning સાથે સુરક્ષિત ભવિષ્યની ભેટ આપો , જાણો રોકાણની શ્રેષ્ઠ યોજનાઓ વિશે

આ પણ વાંચો : ભારતમાં ટૂંક સમયમાં Cryptocurrency કાયદો આવશે? Virtual Currency દેશ માટે ખતરો બનવાના ભય વચ્ચે PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળી બેઠક

Follow Us
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
g clip-path="url(#clip0_868_265)">