AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPO Allotment Status : TVS Supply Chain ના શેર તમને મળ્યા કે નહીં? આ રીતે તપાસો

TVS સપ્લાય ચેઇનના IPO(TVS Supply Chain IPO) પર દાવ લગાવનાર રોકાણકારો માટે  ચિંતાના સમાચાર આવ્યા છે. ગ્રે માર્કેટ પ્રીમિયમ એટલે કે TVS Supply Chain IPO GMP થી મોટો ફટકો પડ્યો છે. આ આઈપીઓનું GMP  1 રૂપિયા આસપાસ છે.

IPO Allotment  Status : TVS Supply Chain ના શેર તમને મળ્યા કે નહીં? આ રીતે તપાસો
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2023 | 7:13 AM
Share

TVS સપ્લાય ચેઇનના IPO(TVS Supply Chain IPO) પર દાવ લગાવનાર રોકાણકારો માટે  ચિંતાના સમાચાર આવ્યા છે. ગ્રે માર્કેટ પ્રીમિયમ એટલે કે TVS Supply Chain IPO GMP થી મોટો ફટકો પડ્યો છે. આ આઈપીઓનું GMP  1 રૂપિયા આસપાસ છે.

આવી સ્થિતિમાં આ આઈપીઓથી કોઈ મોટા નફાની અપેક્ષા હવે ઓછી થઈ ગઈ છે. જોકે, IPOની ફાળવણીની વિગતવાર માહિતી માટે તમે linkintime.co.in/mipo/ipoallotment.html ની મુલાકાત લઈ શકો છો. અહીંથી તમને ખબર પડશે કે IPO ફાળવવામાં આવ્યો છે કે નહીં. જો કે, તપાસ કરતા પહેલા તમારો PAN નંબર તમારી પાસે રાખો. આ માહિતી જાણવા માટે  તમારે PAN નંબર આપવો પડશે.

IPO ની માહિતી

આ IPO માટે ઈશ્યુ પ્રાઇસ 187-197 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી હતી. અપર પ્રાઇસ બેન્ડ અને ગ્રે માર્કેટ પ્રીમિયમ બંનેને એકસાથે લેતા, સ્ટોક રૂ. 200 ની નીચે રૂ. 198 પર લિસ્ટ થવાની ધારણા છે, જે ઇશ્યૂ કિંમત કરતાં રૂ. 1 વધારે છે. આ IPO 880 કરોડ રૂપિયાનો છે. IPOને 2,51,22,289 શેરની ઓફર સામે 6,98,68,624 શેર માટે બિડ મળી હતી.

TVS સપ્લાય ચેઇન એ 18 એન્કર રોકાણકારોને 20.1 મિલિયન શેર ફાળવીને ₹396 કરોડ ઊભા કર્યા. તેમાં ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડ, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, ટાટા ગ્રૂપનું ટાટા મ્યુચ્યુઅલ ફંડ, સોસાયટી જનરલ, બીએનપી પરિબાસ, કોપથલ મોરિશિયસ ઈન્વેસ્ટમેન્ટ્સ, ઓથમ ઈન્વેસ્ટમેન્ટ્સ, ઓરિજિન માસ્ટર અને વિન્રો કોમર્શિયલનો સમાવેશ થાય છે.

શેર તમને મળ્યા કે નહીં ? આ રીતે તપાસો

બિડર્સ BSE વેબસાઇટ પર અથવા લિંક ઇનટાઇમ વેબસાઇટ પર લૉગ ઇન કરીને TVS સપ્લાય ચેઇન IPO ફાળવણીની સ્થિતિ ઑનલાઇન ચકાસી શકે છે. જો કે, સગવડતા માટે તેઓ સીધી BSE લિંક — bseindia.com/investors/appli_check.aspx પર અથવા ડાયરેક્ટ લિન્ક ઈન્ટાઇમ લિંક — linkintime.co.in/mipo/ipoallotment.html પર લૉગિન કરી શકે છે અને કોઈની અરજીનું સ્ટેટસ ઑનલાઇન ચેક કરી શકે છે.

BSEની વેબસાઈટ ઉપર શેરની સ્થિતિ તપાસો

  1. BSE ની સત્તાવાર વેબસાઇટ- https://www.bseindia.com/investors/appli_check.aspx ની મુલાકાત લો
  2. ડ્રોપ-ડાઉન વિકલ્પમાંથી TVS Supply Chain IPO પસંદ કરો.
  3. પાન અથવા એપ્લિકેશન નંબરઆપો
  4. ‘હું રોબોટ નથી’ ચેક બોક્સ પર ક્લિક કરો
  5. ‘સબમિટ’ કરી સ્થિતિ તપાસો

ડિસ્ક્લેમર : IPO માં રોકાણ એ શેરબજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા આર્થિકસલાહકારની મદદ અવશ્ય લેવાની અમારી સલાહ છે.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">