ભારતીય શેરબજાર આજે વધુ એક દિવસ તેજી સાથે ખુલ્યો છે અને સેન્સેક્સ 47 હજાર તરફ આગળ વધી રહ્યો છે નિફટી પણ પ્રારંભિક સત્રમાં ગ્રીન ઝોનમાં ટ્રેડિંગ કરી રહ્યો છે. ભારતીય શેરબજાર સતત એક પછી એક નવી સર્વોચ્ચ સપાટી દર્જ કરતા રોકાણકારોનું ધ્યાન ખેંચી રહ્યો છે. આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર્સ ઉપર નજર રાખવી જોઈએ…
Merger of Bharat Gas Resources approved
BPCL ભારત ગેસ રિસોર્સિસના મર્જરને મંજૂરી મળી ગઈ છે. BPCL સાથેનાં મર્જરને મંજૂરી મળી છે
SPICE JET નવી ફ્લાઈટ શરૂ થશે. 30 નવી ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરશે. 20 ડિસેમ્બરથી શરૂ થશે નવી ફ્લાઈટ. અમદાવાદથી દરભંગા અને અમદાવાદથી ગોવાની ફ્લાઈટ શરૂ થશે.
TCS’s buyback offer will open today
TCS આજે ટીસીએસની બાયબેક ઓફર ખુલશે. કંપની 16,000 કરોડ રૂપિયા ખર્ચ કરશે. કિંમત શેર દીઠ 3 હજાર રૂપિયા છે. આ ઓફર 1 જાન્યુઆરીએ બંધ થશે.
DISHMAN CARBOGEN પ્રમોટર 4.4 ટકા હિસ્સો OFS દ્વારા વેચશે. આ શેર હાલના ભાવથી 6% ડિસ્કાઉન્ટ પર વેચવામાં આવશે. ફ્લોર પ્રાઈસ શેર દીઠ 145.70 રૂપિયા નક્કી કરવામાં આવી છે. OFS 8 થી 21 ડિસેમ્બર સુધી ખુલ્લી રહેશે.
ACCENTURE All Time High પર પહોંચેલા IT Index માં આજે વધુ તેજીના અણસાર છે . દિગ્ગ્જ આઇટી કંપની એક્સેન્ચરે પ્રથમ ક્વાર્ટરમાં મજબૂત પરિણામ આપ્યા. કંપનીનો Outsourcing growth 8 ટકા રહ્યો છે. કંપનીએ ગાઈડન્સ 2 થી 5 ટકાથી વધારીને 4 થી 6 ટકા કર્યું છે.