AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Office MIS Scheme: તમને દર મહિને 9,250 રૂપિયા મળશે, કરવું પડશે ફક્ત આટલું રોકાણ 

પોસ્ટ ઑફિસ માસિક આવક યોજના એ પોસ્ટ ઑફિસ દ્વારા ચલાવવામાં આવતી એક નાની બચત યોજના છે, જેમાં કોઈપણ ભારતીય વ્યક્તિ રોકાણ કરી શકે છે. તેમાં રોકાણ કરવાથી તમને દર મહિને વ્યાજ મળે છે.

Post Office MIS Scheme: તમને દર મહિને 9,250 રૂપિયા મળશે, કરવું પડશે ફક્ત આટલું રોકાણ 
| Updated on: Aug 10, 2024 | 6:55 PM
Share

પોસ્ટ ઓફિસ MIS સ્કીમમાં તમે દર મહિને વધુમાં વધુ 9 હજાર 250 રૂપિયા સુધીની વધારાની આવક મેળવી શકો છો. પરંતુ આટલી કમાણી કરવા માટે તમારે એક વખત 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરવું પડશે. જો કે, માસિક આવક યોજનામાં, વ્યક્તિ એક જ ખાતું ખોલી શકે છે અને પતિ અને પત્ની જોઇન્ટ ખાતું ખોલી શકે છે. આ ઉપરાંત, રોકાણ પર તમને વાર્ષિક 7.40 ટકા આકર્ષક વ્યાજ દર મળે છે.

શું છે પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના ?

તમારે પોસ્ટ ઓફિસની માસિક આવક યોજનામાં 5 વર્ષ માટે રોકાણ કરવું પડશે. જેમાં સિંગલ એકાઉન્ટ ધરાવનાર વ્યક્તિ વધુમાં વધુ 9 લાખ રૂપિયાનું રોકાણ કરી શકે છે. જ્યારે જોઇન્ટ ખાતું ધરાવતા વ્યક્તિઓ વધુમાં વધુ 15 લાખ રૂપિયા સુધીની રકમ જમા કરાવી શકે છે. જ્યારે તમે રોકાણના 5 વર્ષ પૂર્ણ કરો છો, તો તમે 5 વર્ષ માટે ફરીથી રોકાણ કરી શકો છો.

આ યોજનાની વિશેષતાઓ

PO માસિક આવક યોજના સરકારી યોજના હોવાથી, તમારા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે. આ ઉપરાંત, તમને પાકતી મુદત પર ખાતરીપૂર્વક વળતર આપવામાં આવે છે. પોસ્ટ ઓફિસ સ્કીમમાં, રોકાણકારો 1000 ના ગુણાંકમાં પૈસા જમા કરી શકે છે. તેમાં વધુમાં વધુ 15 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. તમને જમા રકમ પર 7.4 ટકા સુધી વ્યાજ આપવામાં આવે છે.

પૈસા ઉપાડવાના નિયમો

  • જો તમે આ યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરો છો અને તમારા પૈસાની જરૂર પડશે, તો તમે સમયસર પૈસા ઉપાડી શકશો નહીં.
  • જો તમે 1 વર્ષથી 3 વર્ષની અંદર આ સ્કીમમાંથી પૈસા ઉપાડો છો, તો તમારા દ્વારા જમા કરાયેલી રકમમાંથી 2 ટકા સુધી કાપવામાં આવે છે.
  • જો રોકાણકારો તમે 3 વર્ષથી 5 વર્ષની વચ્ચે જમા કરેલી રકમ ઉપાડી લે છે, તો તમારી ડિપોઝિટની રકમમાંથી 1 ટકા સુધી કાપવામાં આવે છે.

રોકાણ કરવાની યોગ્યતા

પોસ્ટ ઓફિસ MIS સ્કીમ 2024 માં રોકાણ કરવા માટે, તમારે ભારતના નાગરિક હોવા આવશ્યક છે. આ સિવાય 10 વર્ષનું બાળક પણ આ ખાતામાં પૈસા જમા કરાવી શકે છે.

પરંતુ જ્યારે બાળક 18 વર્ષ પૂર્ણ કરે છે ત્યારે તેના માટે એકાઉન્ટને સગીરમાંથી પુખ્તમાં બદલવું ફરજિયાત છે. તમે એક ખાતામાં 9 લાખ રૂપિયાથી વધુ જમા કરી શકતા નથી.

આ રીતે ખોલો ખાતું

રોકાણ કરવા માટે, તમારે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જવું પડશે અને ત્યાંથી આ યોજના સંબંધિત અરજી ફોર્મ મેળવવું પડશે. આ પછી તમારે પૂછવામાં આવેલી તમામ માહિતી દાખલ કરવાની રહેશે.

હવે તમારે અરજી ફોર્મ સાથે આધાર કાર્ડ, પાન કાર્ડ, એડ્રેસ પ્રૂફ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો જોડવો પડશે અને તેને ત્યાં સબમિટ કરવો પડશે. જો કે, તમે પૈસા રોકડમાં અથવા ચેક દ્વારા જમા કરાવી શકો છો.

દર મહિને તમને મળશે 5,550 અને 9,250 રૂપિયા

જો સિંગલ એકાઉન્ટ ધરાવતી વ્યક્તિ સ્કીમમાં વધુમાં વધુ 9 લાખ રૂપિયા જમા કરાવે છે, તો તે 7.4 ટકાના દરે દર મહિને 5,550 રૂપિયા સુધીની કમાણી કરી શકે છે.  જોઇન્ટ ખાતું ધરાવનાર વ્યક્તિ આ સ્કીમમાં વધુમાં વધુ 15 લાખ રૂપિયા જમા કરાવે છે, તો 7.4 ટકાના હિસાબે તમને દર મહિને 9 હજાર 250 રૂપિયા મળશે.

Follow Us
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
g clip-path="url(#clip0_868_265)">