Budget 2024: PM મોદીએ વિકસિત ભારતનું બજેટ ગણાવ્યું, તો કોંગ્રેસે ‘ચૂંટણી લોલીપોપ’ જાણો બજેટ પર કોણે શું કહ્યું?

નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2024-25 માટે વચગાળાનું બજેટ રજૂ કર્યું. નાણામંત્રી નિર્મલા સીતારમણે લગભગ એક કલાક બજેટ પર ભાષણ આપ્યું હતું. લોકોને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. બજેટને લઈને દેશભરના નેતાઓની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. ચાલો જણાવીએ કે બજેટ વિશે કોણે શું કહ્યું?

Budget 2024: PM મોદીએ વિકસિત ભારતનું બજેટ ગણાવ્યું, તો કોંગ્રેસે 'ચૂંટણી લોલીપોપ' જાણો બજેટ પર કોણે શું કહ્યું?
Budget 2024
Follow Us:
| Updated on: Feb 01, 2024 | 5:00 PM

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે સવારે 11 વાગ્યે સંસદમાં નાણાકીય વર્ષ 2024-25 માટે વચગાળાનું બજેટ રજૂ કર્યું. ચૂંટણી પહેલા રજૂ થનાર મોદી સરકારના વર્તમાન કાર્યકાળનું આ છેલ્લું બજેટ હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણે લગભગ એક કલાક બજેટ પર ભાષણ આપ્યું હતું. લોકોને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. બજેટને લઈને દેશભરના નેતાઓની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. ચાલો જણાવીએ કે બજેટ વિશે કોણે શું કહ્યું…

પીએમ મોદીએ બજેટને વિકસિત ભારતનું બજેટ ગણાવ્યું

વડાપ્રધાન મોદીએ કહ્યું કે વિકસિત ભારતનું બજેટ સમાજના દરેક વર્ગને લાભ આપશે અને વિકસિત ભારતનો પાયો નાખશે. બજેટ પર પ્રતિક્રિયા આપતા પીએમ મોદીએ કહ્યું કે આ દેશનું ભવિષ્ય ઘડવાનું બજેટ છે. આ વિકસિત ભારત માટે સમર્પિત બજેટ છે. આ બજેટ યુવા ભારતની યુવા આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે. આ એક મજબૂત ભવિષ્યની ગેરંટી છે.

આ ભાજપનું વિદાય બજેટ છે : અખિલેશ

સમાજવાદી પાર્ટી (SP)ના અધ્યક્ષ અખિલેશ યાદવે ગુરુવારે સંસદમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલ વચગાળાના બજેટને ભારતીય જનતા પાર્ટી (BJP)નું ‘વિદાય બજેટ’ ગણાવ્યું. વધુમાં તેમણે કહ્યું કે ભાજપ સરકારે જનવિરોધી બજેટનો એક દાયકા પૂર્ણ કરીને એક શરમજનક રેકોર્ડ બનાવ્યો છે, જે ફરી ક્યારેય તૂટશે નહીં કારણ કે હવે સકારાત્મક સરકાર આવવાનો સમય છે. આ ભાજપનું વિદાય બજેટ છે

આ બજેટ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવાનો રોડમેપ : અમિત શાહ

ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે જણાવ્યું હતું કે 2024-25નું વચગાળાનું બજેટ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવા માટે રોડમેપ રજૂ કરવા જઈ રહ્યું છે. શાહે એમ પણ કહ્યું કે નાણામંત્રીનું બજેટ ભાષણ ભારતને દરેક ક્ષેત્રમાં અગ્રેસર બનાવવાની યાત્રામાં છેલ્લા 10 વર્ષમાં મોદી સરકાર દ્વારા કરવામાં આવેલી સિદ્ધિઓને દર્શાવે છે.

નાણામંત્રીનું બજેટ ભાષણ ચૂંટણી ભાષણ જેવું છે : સચિન પાયલટ

વચગાળાના બજેટ અંગે જયપુરમાં કોંગ્રેસના નેતા સચિન પાયલટે કહ્યું કે નાણામંત્રીનું ભાષણ ચૂંટણી ભાષણ જેવું લાગતું હતું. રાષ્ટ્રપતિના સંબોધનનો ઉપયોગ રાજકીય ભાષણ તરીકે પણ થતો હતો.

કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે બજેટ વિકાસલક્ષી છે, તો કોંગ્રેસે કહ્યું આ ‘ચૂંટણી લોલીપોપ’ છે

કેન્દ્ર સરકારના વચગાળાના બજેટની પ્રશંસા કરતા મધ્યપ્રદેશના શહેરી વહીવટી મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ ગુરુવારે કહ્યું કે આ વિકાસલક્ષી બજેટ વર્ષ 2047ના ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે સરકારનું વચગાળાનું બજેટ ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતોના સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

જો કે, પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નીલભ શુક્લાએ કહ્યું કે વચગાળાના બજેટના નામે મોદી સરકારે લોકોને “ચૂંટણીની લોલીપોપ” આપી છે. તેમણે કહ્યું કે “આ બજેટ માત્ર સરકારના મનપસંદ ઉદ્યોગપતિઓને જ ફાયદો કરાવનારું છે. મોંઘવારી અને બેરોજગારીની સળગતી સમસ્યાઓનો સામનો કરવા માટે આમાં કોઈ બ્લુ પ્રિન્ટ રજૂ કરવામાં આવી નથી.

સામાન્ય જનતા માટે નિરાશાજનક બજેટ : સ્વાતિ માલીવાલ

વચગાળાના બજેટ 2024-25 પર, AAP સાંસદ સ્વાતિ માલીવાલે કહ્યું કે આ નિરાશાજનક બજેટ છે. દેશમાં મોંઘવારી અને બેરોજગારી ચરમસીમાએ છે, પરંતુ બજેટમાં તેના વિશે કંઈ નથી… સામાન્ય લોકો માટે તે નિરાશાજનક બજેટ છે.

10 વર્ષમાં ભારતીય અર્થતંત્રમાં સુધારાઓનો સારાંશ : રાજીવ ચંદ્રશેખર

વચગાળાના બજેટ અંગે કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર કહ્યું કે, આ બજેટ છેલ્લા 10 વર્ષમાં ભારતીય અર્થતંત્રના ગુણાત્મક અને માત્રાત્મક પરિવર્તનનો ઉત્તમ સારાંશ છે.

Latest News Updates

એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બ ! જાણકારી મળતા જ દોડધામ મચી, જુઓ
દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બ ! જાણકારી મળતા જ દોડધામ મચી, જુઓ
g clip-path="url(#clip0_868_265)">