AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમારા EPF ખાતામાં વ્યાજની રકમ દેખાતી નથી ? જાણો નાણા મંત્રાલયે શું આપ્યું કારણ

છેલ્લા કેટલાક મહિનાઓથી, EPF વ્યાજની રકમની ચુકવણીમાં ભારે વિલંબ થઈ રહ્યો હોવાનો મુદ્દો સતત સામે આવી રહ્યો છે.

તમારા EPF ખાતામાં વ્યાજની રકમ દેખાતી નથી ? જાણો નાણા મંત્રાલયે શું આપ્યું કારણ
Interest money started appearing in PF account? Call 99660-44425 to know the balance
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2022 | 5:38 PM
Share

નાણાકીય વર્ષ 2021-22 માટે, EPF ખાતાધારકો, તેમના પ્રોવિડન્ડ ફંડ (Provident Fund) ખાતામાં જમા કરાયેલ વ્યાજની રકમ જોઈ શકતા નથી. જે અંગે નાણા મંત્રાલયે સ્પષ્ટતા કરી છે. નાણા મંત્રાલયે કહ્યું છે કે પ્રોવિડન્ટ ફંડ સેવિંગ્સને લગતા ટેક્સ કાયદામાં કરાયેલા ફેરફારો બાદ ખાતા સંબંધિત સોફ્ટવેરને અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે EPF ખાતાધારકો તેમના EPF ખાતામાં જમા થયેલા વ્યાજની રકમ જોઈ શકતા નથી.

પીએમ મોદીને ફરિયાદ !

વાસ્તવમાં, મણિપાલ યુનિવર્સિટીના અધ્યક્ષ અને ઈન્ફોસિસના ભૂતપૂર્વ ડિરેક્ટર મોહનદાસ પાઈએ ટ્વિટ કરીને વડાપ્રધાન અને નાણામંત્રીને ફરિયાદ કરી હતી. મોહનદાસ ટ્વીટ કરીને ફરિયાદ સ્વરૂપે લખ્યું હતુ કે પ્રિય EPFO, મારુ વ્યાજ ક્યાં છે ? તેમણે વડાપ્રધાન કાર્યાલય અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કરીને લખ્યું કે સુધારાની જરૂર છે ! અમલદારશાહીની બિનકાર્યક્ષમતાનો ભોગ સામાન્ય નાગરિકોએ શા માટે બનવું જોઈએ ? આ ટ્વીટમાં આગળ તેમણે નાણા મંત્રાલય અને નાણા મંત્રી નિર્મલા સીતારમણને પણ ટેગ કરીને મદદ માંગી હતી.

નાણા મંત્રાલયની સ્પષ્ટતા

મોહનદાસ પાઈના આ ટ્વીટના જવાબમાં નાણા મંત્રાલયે ટ્વીટ કર્યું અને લખ્યું કે કોઈપણ EPF સબસ્ક્રાઈબરને કોઈ નુકસાન થયું નથી. વ્યાજની રકમ તમામ EPF ખાતાધારકોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. જો કે, ટેક્સ નિયમોમાં ફેરફારને કારણે, EPFO ​​દ્વારા સોફ્ટવેર અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે તે સ્ટેટમેન્ટમાં દેખાતું નથી.

વ્યાજ ચૂકવ્યું

અન્ય એક ટ્વીટમાં નાણામંત્રીએ કહ્યું કે EPFO ​​છોડનારા તમામ સબ્સ્ક્રાઇબર્સ, જેઓ સેટલમેન્ટ માંગી રહ્યા છે અથવા જે સબસ્ક્રાઇબર્સ રકમ ઉપાડવા માંગે છે, તેમને વ્યાજની રકમ સાથે ચૂકવવામાં આવી રહી છે.

EPF વ્યાજની ચુકવણીમાં વિલંબ!

હકીકતમાં, તાજેતરના વર્ષોમાં, વ્યાજની રકમની ચુકવણીમાં વિલંબનો મુદ્દો સતત સામે આવ્યો છે. EPFO બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના નિર્ણય બાદ લાંબા સમય બાદ વ્યાજની રકમ EPFO ​​ખાતાધારકોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. 2020-21માં, EPFOએ માર્ચ 2021માં 8.5 ટકા વ્યાજ ચૂકવવાનો નિર્ણય લીધો હતો પરંતુ આ આદેશ ઓક્ટોબર 2021માં જાહેર કરવામાં આવ્યો હતો અને ડિસેમ્બર 2021માં ખાતાધારકોને તેમના ખાતામાં વ્યાજની રકમ જમા કરવામાં આવી હતી. એટલે કે EPFOના નિર્ણયના 9 મહિના પછી. 2021-22 માટે પણ વ્યાજની રકમ ચાર મહિના પછી ખાતાધારકોના ખાતામાં જમા કરવામાં આવી છે.

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">