આ રીતે EV ચાર્જિંગ સ્ટેશન ઇન્સ્ટોલ કરો, તમને મળશે કમાણી મોટી તક
Electric Vehicle : ઈ-રિક્ષા (E Rickshaw) ઓ માત્ર દિલ્હી જેવા મેટ્રોપોલિટન શહેરોમાં જ નહીં, પરંતુ નાના શહેરો અને ગામડાઓમાં પણ મોટી સંખ્યામાં દેખાવા લાગી છે. આવી સ્થિતિમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશનનો બિઝનેસ ખુબ ફાયદાકારક રહી શકે છે.

Electric Vehicle : વધતી જતી મોંઘવારીના આ યુગમાં ડીઝલ અને પેટ્રોલના ભાવ આસમાનને આંબી ગયા છે. અને CNGની કિંમત પણ સતત વધી રહી છે. આ કારણથી ઈલેક્ટ્રિક વ્હિકલ માર્કેટમાં માગ ઘણી વધી ગઇ છે. ઈલેક્ટ્રિક વ્હિકલનો ફાયદો પણ છે કારણેકે તેનું પ્રદૂષણ શૂન્ય છે. આ સાથે તેને ચલાવવા માટે લોકોના ખિસ્સા પર વધારે બોજ પડતો નથી. કારણ કે આમાં ખર્ચ ઘણો ઓછો છે. તેથી જ ઈ-રિક્ષા માત્ર દિલ્હી જેવા મેટ્રોપોલિટન શહેરોમાં જ નહીં, પરંતુ શહેરો અને ગામડાઓમાં પણ મોટી સંખ્યામાં દેખાવા લાગી છે. આવી સ્થિતિમાં, ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશનનો ધંધો તેજીમાં છે. જો તમારી પાસે રોડ પર થોડી જમીન હોય અને ઓછામાં ઓછી એક લાખ રૂપિયાની મૂડી હોય તો તમે આ બિઝનેસને આરામથી ચલાવીને સારી અને મોટી કમાણી કરી શકો છો.
જો તમે ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન (EV Charging Station) નો બિઝનેસ કરવા ઈચ્છો છો, તો જણાવો કે ઈવી ચાર્જિંગ સ્ટેશન લગાવવાનો ખર્ચ ચાર્જરની ક્ષમતા પર નિર્ભર કરે છે. આમાં ઓછામાં ઓછા એક લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. જો વધુ ક્ષમતાવાળા ચાર્જર લગાવવામાં આવે તો 40 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થઈ શકે છે. એસી ધીમા ચાર્જર ઓછા ખર્ચાળ છે જ્યારે ડી.સી. ઝડપી ચાર્જરની કિંમત વધુ હોય છે. ડીસી ચાર્જરની કિંમત રૂ. 1 લાખથી રૂ. 15 લાખની વચ્ચે હોય શકે છે; જ્યારે એ.સી ચાર્જરની કિંમત 20,000 રૂપિયાથી 70,000 રૂપિયા સુધીની છે. ઝડપી ચાર્જરનો ઉપયોગ કરતી વખતે ફ્લુઇડ-કૂલ્ડ બેટરીને ચાર્જ કરવા માટે, PCS પાસે લિક્વિડ-કૂલ્ડ વાયર હોવા આવશ્યક છે.
શું અમારે સરકાર પાસેથી પરવાનગી લેવી પડશે?
ચાર્જિંગ સ્ટેશન માટે કોઈ પરમિટની જરૂર નથી. નવા નિયમો અનુસાર કોઈપણ વ્યક્તિ અથવા કોઈપણ સંસ્થા પરમિટ વગર પબ્લિક ચાર્જિંગ સ્ટેશન બનાવી શકે છે. આ માટે જે વસ્તુઓની જરૂર છે તે છે ટેકનોલોજી, સુરક્ષા, કામગીરીના ધોરણો અને અમુક પ્રોટોકોલનું પાલન. તમે તેને તમારા ઘરમાં પણ ઇન્સ્ટોલ કરી શકો છો. જો તમારી પાસે પૂરતી મૂડી ન હોય તો કેટલાક લોકો સાથે મળીને સ્વ-સહાય જૂથ બનાવી શકે છે. ત્યારબાદ સ્વસહાય જૂથને બેંકમાંથી લોન મળશે. તેની મદદથી તમે ચાર્જિંગ સ્ટેશન સેટ કરી શકો છો.
તમારે કરવું પડશે આ કામ
જો તમે ઇચ્છો તો, તમે ટૂ વ્હીલર, થ્રી વ્હીલર્સ, કોમર્શિયલ, પ્રાઇવેટ, ટ્રક કે બસો માટે ચાર્જિંગ સ્ટેશન બનાવી શકો છો જે વીજળી પર ચાલે છે. નફાની વાત કરીએ તો ટુ-વ્હીલર્સ, થ્રી-વ્હીલર્સ, કોમર્શિયલ કે પ્રાઈવેટ ફોર-વ્હીલર માટે ચાર્જીંગ સ્ટેશન બનાવવાની બાબત વધુ ફાયદો છે. ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે, તમારે વીજળીનું કનેક્શન લેવું પડશે અને ટ્રાન્સફર પણ કરાવવું પડશે. ટ્રાન્સફર સાથે જોડવા માટે હેવી ડ્યુટી કેબલીંગ કરવું પડશે. ચાર્જિંગ સ્ટેશન માટે જમીન સૌથી મહત્વપૂર્ણ છે. જો તમે તેની માલિકી ધરાવો છો તો તે સારું છે, અન્યથા તમે તેને લીઝ પર લઈ શકો છો. હવે ચાર્જિંગ સ્ટેશનને લગતી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી કે શેડ, પાર્કિંગ એરિયા વગેરે બનાવવું પડશે. મુખ્ય ખર્ચ ચાર્જિંગ ટાવર બનાવવાનો છે.