દેશના દરેક ખુણે વસેલા મજુરો સુધી પહોંચાડાશે ઈ-શ્રમ પોર્ટલની જાણકારી, કંપનીઓ અને વેપારી સંગઠનો સાથે યોજાઈ બેઠક

ઈ શ્રમ પોર્ટલ બાંધકામ કામદારો, સ્થળાંતર કામદારો, ગિગ અને પ્લેટફોર્મ કામદારો, શેરી વિક્રેતાઓ, ઘરેલુ કામદારો, કૃષિ કામદારો, દૂધવાળા, માછીમારો, ટ્રક ડ્રાઇવરો સહિત તમામ અસંગઠિત ક્ષેત્રના કામદારોને મદદ કરશે.

દેશના દરેક ખુણે વસેલા મજુરો સુધી પહોંચાડાશે ઈ-શ્રમ પોર્ટલની જાણકારી, કંપનીઓ અને વેપારી સંગઠનો સાથે યોજાઈ બેઠક
ઇ-શ્રમ પોર્ટલ ઘણા વર્ગના કામદારોને મદદ કરશે

ઈ શ્રમ પોર્ટલ બાંધકામ કામદારો, સ્થળાંતર કામદારો, ગિગ અને પ્લેટફોર્મ કામદારો, શેરી વિક્રેતાઓ, ઘરેલુ કામદારો, કૃષિ કામદારો, દૂધવાળા, માછીમારો, ટ્રક ડ્રાઈવરો સહિત તમામ અસંગઠિત ક્ષેત્રના કામદારોને મદદ કરશે.

 

શ્રમ મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે મુખ્ય શ્રમ કમિશનર (કેન્દ્રીય) ડી પી એસ નેગીએ ઈ-શ્રમ પોર્ટલ અંગે જાગૃતિ લાવવા માટે ઈન્ડિયન ઓઈલ, ગેલ અને એસબીઆઈ સહિતની અગ્રણી કંપનીઓ અને ટ્રેડ યુનિયનોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

 

ચીફ લેબર કમિશનરે ટ્રેડ યુનિયનોના નેતાઓને પોર્ટલ પર અસંગઠિત ક્ષેત્રમાં કામદારોની નોંધણી માટે ટેકો આપવા વિનંતી કરી. તેમણે કહ્યું કે ઈ-શ્રમ પોર્ટલ દેશમાં 38 કરોડથી વધુ અસંગઠિત કામદારોને મફતમાં નોંધણી કરશે અને સામાજિક સુરક્ષા યોજનાઓના વિતરણમાં તેમની મદદ કરશે.

 

કામદારોની મદદ માટે ટોલ ફ્રી નંબર પણ બહાર પાડવામાં આવ્યો 

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે અસંગઠિત ક્ષેત્રમાં 38 કરોડ કામદારોનો ડેટાબેઝ બનાવવા અને જાળવવા માટે ગયા મહિનાના અંતમાં ઈ-શ્રમ પોર્ટલ શરૂ કર્યું. પોર્ટલ પર નોંધણી કરવા માંગતા કામદારોની મદદ માટે સરકારે રાષ્ટ્રીય ટોલ ફ્રી નંબર- 14434 પણ બહાર પાડ્યો છે. આ સમગ્ર કવાયતનો હેતુ સરકારની સામાજિક સુરક્ષા યોજનાઓને એકીકૃત કરવાનો છે. પોર્ટલ પર ઉપલબ્ધ માહિતી રાજ્ય સરકારોના વિભાગો સાથે પણ વહેંચવામાં આવશે.

 

ઈ-શ્રમ પોર્ટલ ઘણા વર્ગના કામદારોને મદદ કરશે

આ પોર્ટલ બાંધકામ કામદારો, સ્થળાંતર કામદારો, ગિગ અને પ્લેટફોર્મ કામદારો, શેરી વિક્રેતાઓ, ઘરેલુ કામદારો, કૃષિ કામદારો, દૂધવાળા, માછીમારો, ટ્રક ડ્રાઈવરો સહિત તમામ અસંગઠિત ક્ષેત્રના કામદારોને મદદ કરશે. નેગીએ કહ્યું કે દરેક નોંધાયેલા કામદારને એક અનન્ય નંબર તેમજ ઈ-શ્રમ કાર્ડ આપવામાં આવશે, જેના દ્વારા તેઓ દેશભરમાં વિવિધ સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ મેળવી શકશે.

 

દરેક નોંધાયેલા કામદારને બે લાખનો અકસ્માત વીમો મળશે

આ ઉપરાંત ઈ-શ્રમ પોર્ટલ પર દરેક નોંધાયેલા અસંગઠિત કામદાર માટે બે લાખ રૂપિયાના અકસ્માત વીમા કવરની જોગવાઈ પણ ઉપલબ્ધ છે. જો પોર્ટલ પર નોંધાયેલ કામદારનું અકસ્માત થાય છે તો મૃત્યુ અથવા કાયમી શારીરિક અપંગતાના કિસ્સામાં 2 લાખ રૂપિયા અને આંશિક શારીરિક અપંગતાના કિસ્સામાં 1 લાખ રૂપિયા મળવા પાત્ર બને છે.

 

આ પણ વાંચો :  જો તમે ક્રેડિટ કાર્ડ બંધ કરાવી રહ્યા છો, તો આ બાબતોનું ધ્યાન રાખો નહીંતર નુકસાનનો સામનો કરવો પડશે , જાણો વિગતવાર

 

Click on your DTH Provider to Add TV9 Gujarati