મોંઘવારીનો માર, ફરી વધ્યો સીએનજીનો ભાવ, એક વર્ષમાં 30 રૂપિયા મોંઘો થયો CNG ગેસ

મોંઘવારીનો માર, ફરી વધ્યો સીએનજીનો ભાવ, એક વર્ષમાં 30 રૂપિયા મોંઘો થયો CNG ગેસ
CNG Price Hike

CNG Price Hike : સીએનજીના ભાવ આસમાને પહોંચ્યા છે. છેલ્લા બે મહિનામાં આઈજીએલ દ્વારા સીએનજીના દરમાં 12મી વખત વધારો કરવામાં આવ્યો છે. આ સાથે દિલ્હીમાં CNGની કિંમત વધીને 73.61 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

May 16, 2022 | 5:18 PM

એક પછી એક મોંઘવારીના આંચકા અનુભવાઈ રહ્યા છે. નેચરલ ગેસના ભાવમાં (Natural Gas Price) વધારાની વચ્ચે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં CNG ગેસના ભાવમાં (CNG price today) આજે પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો થયો છે. છેલ્લા બે મહિનામાં કિંમતમાં આ 12મો વધારો છે. આ વધારા બાદ દિલ્હીમાં CNG ગેસની કિંમત 73.61 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. અગાઉ આ કિંમત 71.61 રૂપિયા પ્રતિ કિલો હતી. 7 માર્ચ પછી CNG ગેસના ભાવમાં આ 12મો વધારો છે. આ સમયગાળા દરમિયાન કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસની કિંમતમાં 17.60 રૂપિયાનો વધારો થયો છે.

એપ્રિલ મહિનામાં જ ભાવમાં 7.50 રૂપિયાનો વધારો થયો હતો. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, છેલ્લા એક વર્ષમાં સીએનજી ગેસના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 30.21 રૂપિયાનો વધારો થયો છે. આ 60 ટકાનો વધારો છે.

PNG ગેસના ભાવમાં કોઈ ફેરફાર નથી

રસોઈ ગેસ PNG (પાઈપ્ડ નેચરલ ગેસ) ની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. PNGની કિંમત SCM દીઠ રૂ. 45.86 છે. સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુટર ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ એટલે કે IGL ઓક્ટોબર 2021થી કિંમતમાં વધારો કરી રહી છે. કોરોનાની બીજી લહેર પછી, જ્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં સુધારો થવા લાગ્યો, ત્યારે માંગ વધવા લાગી, જેના કારણે વૈશ્વિક બજારમાં ગેસના ભાવ વધવા લાગ્યા અને તેની અસર સ્થાનિક બજારમાં જોવા મળી.

આગામી દિવસોમાં વીજળીનું બિલ પણ મોંઘુ થઈ શકે છે

ગેસમાં, સીએનજી, પીએનજી અને એલપીજીના ભાવ એક સાથે વધી રહ્યા છે, જ્યારે પેટ્રોલ અને ડીઝલની મોંઘવારી પણ તે જ સમયે વધી રહી છે. કોલસાના ભાવ પણ પહેલા કરતા વધારે છે. વીજળી છે જે હજુ બાકી છે, પરંતુ આ સમયગાળો લાંબો સમય ચાલશે નહીં. નિષ્ણાતો કહે છે કે નેચરલ ગેસ (LNG) અને કોલસાની કિંમતો વધી રહી છે, તેથી તમારે વધેલા વીજળી બિલ માટે તૈયાર રહેવું જોઈએ.

કુદરતી ગેસના ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો

સરકારે 1 એપ્રિલ, 2022થી ઓલ્ડ ઓઇલ ફિલ્ડ માટે કુદરતી ગેસની કિંમત વધારીને 6.1 ડોલર પ્રતિ મિલિયન મેટ્રિક બ્રિટિશ થર્મલ યુનિટ (mmBtu) કરી હતી. અગાઉ આ 2.90 પ્રતિ મિલિયન મેટ્રિક BTU હતી. મુશ્કેલ ક્ષેત્રોમાંથી ઉત્પાદિત ગેસની કિંમત વધારીને 9.92 mmBtu કરવામાં આવી. જે પહેલા 6.13 ડોલરના સ્તરે હતી. સરકાર નાણાકીય વર્ષમાં બે વખત કુદરતી ગેસના ભાવમાં ફેરફાર કરે છે. પ્રથમ ફેરફાર 1 એપ્રિલના રોજ થાય છે અને 30 સપ્ટેમ્બર સુધી અમલમાં રહે છે. બીજો ફેરફાર 1લી ઓક્ટોબરે થશે જે આવતા વર્ષે 31મી માર્ચ સુધી લાગુ રહેશે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati