વિશ્વના ટોચના CEO ની યાદીમાં ભારતીયોનો દબદબો, Top-100 માં 6 ભારતીય, મુકેશ અંબાણી બીજા ક્રમના સફળ Chief executive officer

|

Jan 21, 2023 | 8:53 AM

સત્ય નડેલા કરતા હુઆંગ અને અંબાણી બંને આગળ નીકળી ગયા છે જેઓ 2022 માં પ્રથમ રેન્કિંગ પછી ત્રીજા સ્થાને સરકી ગયા છે. Adobeના શાંતનુ નારાયણને બ્રાન્ડ ગાર્ડિયનશિપ ઇન્ડેક્સ 2023માં ચોથું સ્થાન આપવામાં આવ્યું છે જ્યારે Google CEO સુંદર પિચાઈને 5મું સ્થાન મળ્યું છે.

વિશ્વના ટોચના CEO ની યાદીમાં ભારતીયોનો દબદબો, Top-100 માં 6 ભારતીય, મુકેશ અંબાણી બીજા ક્રમના સફળ Chief executive officer

Follow us on

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ વધુ એક સિદ્ધિ પોતાને નામ કરી છે. મુકેશ અંબાણી બ્રાન્ડ ફાઈનાન્સના વિશ્વના ટોચના સીઈઓની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર Nvidia CEO જેન્સન હુઆંગ બ્રાન્ડ ફાઇનાન્સના બ્રાન્ડ ગાર્ડિયનશિપ ઇન્ડેક્સ-2023માં પ્રથમ ક્રમે છે.આ યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના મુકેશ અંબાણી બીજા સ્થાને છે.  મુકેશ અંબાણી હવે વિશ્વના ટોચના સીઈઓની યાદીમાં બીજા સ્થાને આવી ગયા છે. તેણે ભારતમાં પ્રથમ અને વિશ્વમાં બીજું રેન્કિંગ મેળવ્યું છે. મુકેશ અંબાણીએ માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા, ગૂગલના સીઈઓ સુંદર પિચાઈને પાછળ ધકેલી આ સિદ્ધિ મેળવી છે.

અંબાણીને 81.7 અંક મળ્યા

બ્રાન્ડ ગાર્ડિયનશિપ ઈન્ડેક્સની આ યાદીમાં મુકેશ અંબાણીને 81.7 પોઈન્ટ મળ્યા છે. નંબર 1 પર રહેલા અમેરિકન ઉદ્યોગપતિ જેન્સન હુઆંગને 83 પોઈન્ટ મળ્યા છે. મુકેશ માત્ર 1.3માર્કસથી બીજા નંબરે છે. આ યાદી ઈન્ડેક્સ બ્રાન્ડ ફાઈનાન્સ દ્વારા તૈયાર કરવામાં આવી છે જે વૈશ્વિક સ્તરે ઓળખાય છે. આ માટે કંપનીઓના સીઈઓની કાર્યક્ષમતા, કંપનીના વિકાસમાં તેમની ભૂમિકા, શેરના ભાવને આગળ વધારવામાં તેમની ભૂમિકાનું મૂલ્યાંકન કરવામાં આવે છે.

યાદીમાં કોણ કયા સ્થાને?

સત્ય નડેલા કરતા હુઆંગ અને અંબાણી બંને આગળ નીકળી ગયા છે જેઓ 2022 માં પ્રથમ રેન્કિંગ પછી ત્રીજા સ્થાને સરકી ગયા છે. Adobeના શાંતનુ નારાયણને બ્રાન્ડ ગાર્ડિયનશિપ ઇન્ડેક્સ 2023માં ચોથું સ્થાન આપવામાં આવ્યું છે જ્યારે Google CEO સુંદર પિચાઈને 5મું સ્થાન મળ્યું છે. ડેલોઈટના સીઈઓ પુનિત રેન્જેન છઠ્ઠા સ્થાને અને એસ્ટી લોડરના ફેબ્રિજિયો ફ્રેડા સાતમા સ્થાને હતા. ટાટા સન્સના નટરાજન ચંદ્રશેકરનને વિશ્વના શ્રેષ્ઠ સીઈઓની યાદીમાં 8મું સ્થાન મળ્યું છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ટોચના 100માં 6 ભારતીય સીઈઓ

ભારતીય સીઈઓએ સારું કામ કર્યું છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મુકેશ અંબાણી અને એન ચંદ્રશેકરનને ટોપ 10માં સ્થાન મળ્યું છે. આ જ ટોપ 100માં 6 ભારતીય સીઈઓ પહોંચી ગયા છે. વધુમાં, રેન્કિંગમાં ટોચના 10માંથી 6 ભારતીય મૂળના છે જેમાંથી 4 ભારતીય-અમેરિકનો છે. જેમાં સત્ય નડેલા ત્રીજા, શાંતનુ નારાયણ ચોથા, સુંદર પિચાઈ પાંચમા અને પુનિત રેન્જેન છઠ્ઠા સ્થાને છે. આનાથી સાબિત થાય છે કે બ્રાન્ડ ગાર્ડિયનશિપ ઈન્ડેક્સ-2023 કહે છે કે ભારતીય મૂળના સીઈઓ વૈશ્વિક સ્તરે ભારે પ્રભાવ ધરાવે છે.

 

Published On - 8:53 am, Sat, 21 January 23

Next Article