Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Festive Special Train: 6 એકસ્ટ્રા ફેસ્ટીવ સ્પેશિયલ ટ્રેન ચલાવશે રેલ્વે, અહીં જુઓ પુરુ લીસ્ટ

Indian Railways: ભારતીય રેલ્વે બાંદ્રા ટર્મિનસથી ભુજ, ઓખા, ભાવનગર ટર્મિનસ અને બિકાનેર માટે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેનોનું સંચાલન કરશે.

Festive Special Train: 6 એકસ્ટ્રા ફેસ્ટીવ સ્પેશિયલ ટ્રેન ચલાવશે રેલ્વે, અહીં જુઓ પુરુ લીસ્ટ
Indian Railway Recruitment 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 7:12 PM

તહેવારો પર પોતાના ઘરે જતા લોકો માટે સારા સમાચાર છે. ભારતીય રેલ્વે (Indian Railways) આગામી દિવાળી (Diwali) અને છઠ પૂજા (Chhath Puja) દરમિયાન આ તહેવાર વિશેષ ટ્રેનોનું સંચાલન કરશે.  ભારતીય રેલ્વેના પશ્ચિમ રેલ્વે (WR) ઝોન મુસાફરોની સુવિધા અને આગામી તહેવારોની સિઝન દરમિયાન મુસાફરીની માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલ્વેએ બાંદ્રા ટર્મિનસથી ભુજ, ઓખા, ભાવનગર ટર્મિનસ અને બિકાનેર સુધીના વિશેષ ભાડા પર તહેવારો માટેની વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ટ્રેન નંબર 09417/09418 બાંદ્રા ટર્મિનસ – ભુજ વીકલી સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસથી દર શનિવારે 19:25 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 12:20 વાગ્યે ભુજ પહોંચશે. આ ટ્રેન 6થી 27 નવેમ્બર 2021 સુધી ચાલશે. એ જ રીતે, ટ્રેન નંબર 09418 ભુજ – બાંદ્રા ટર્મિનસ વીકલી સ્પેશિયલ દર શુક્રવારે ભુજથી 23:30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 15:40 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.

અક્ષયનું કમબેક પાક્કાપાયે, કેસરી -2 હિટ થશે એના મુખ્ય 5 કારણો
વિરાટ કોહલીના ફોટાથી ઈંગ્લેન્ડ ક્રિકેટ કરી રહ્યું છે કમાણી !
પાકિસ્તાનમાં કેવી રીતે થાય છે છૂટાછેડા ?
શું આપણે ઉનાળામાં કાચું લસણ ખાઈ શકીએ?
બોલિવૂડની ટ્રેજેડી ક્વીન 36ની ઉંમરે જ દુનિયાને કહી ચૂકી છે 'અલવિદા'
1076 દિવસ પછી પરત ફરેલા ખેલાડીએ IPLમાં ધમાકો કર્યો

આ ટ્રેન 5થી 26 નવેમ્બર 2021 સુધી ચાલશે. માર્ગમાં આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, વિરમગામ, ધ્રાંગધ્રા, સામખીયાળી અને ગાંધીધામ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ હશે.

બાંદ્રા ટર્મિનસ-ઓખા સ્પેશિયલ

ટ્રેન નંબર 09255 બાંદ્રા ટર્મિનસ – ઓખા સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસથી ગુરુવાર, 4 નવેમ્બર, 2021ના ​​રોજ 09:15 કલાકે ઉપડશે અને બીજા દિવસે 04.00 કલાકે ઓખા પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09256 ઓખા – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ઓખાથી બુધવાર, 3જી નવેમ્બર, 2021ના રોજ 11.40 કલાકે ઉપડશે અને બીજા દિવસે 06.35 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. માર્ગમાં આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, નડિયાદ, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, રાજકોટ અને હાપા સ્ટેશને ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ટુ ટાયર, એસી થ્રી ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ છે.

બાંદ્રા ટર્મિનસ-ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ

ટ્રેન નંબર 09453 બાંદ્રા ટર્મિનસ – ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસથી દર શુક્રવારે 09.15 કલાકે ઉપડશે અને તે જ દિવસે 23.45 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 05 અને 12 નવેમ્બર, 2021ના રોજ દોડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09454 ભાવનગર ટર્મિનસ – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી દર ગુરુવારે 14.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 06.00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 4 અને 11 નવેમ્બર, 2021ના રોજ દોડશે.

માર્ગમાં આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, નડિયાદ, અમદાવાદ, સુરેન્દ્રનગર ગેટ, બોટાદ, ઢોલા જંકશન, સોનગઢ અને ભાવનગર પારા સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ટુ ટાયર, એસી થ્રી ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સીટીંગ કોચ હશે.

બાંદ્રા ટર્મિનસ- બિકાનેર ફેસ્ટિવ સ્પેશિયલ

ટ્રેન નંબર 04706 બાંદ્રા ટર્મિનસ – બીકાનેર સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસથી સોમવાર, 8મી નવેમ્બર, 2021ના રોજ 17.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 15.15 કલાકે બિકાનેર પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર 04705 બીકાનેર – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ, 7મી નવેમ્બર, 2021, રવિવારના રોજ 16.30 કલાકે બિકાનેરથી ઉપડશે અને બીજા દિવસે, 15.45 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.

માર્ગમાં આ ટ્રેન બંને દિશાઓમાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, મહેસાણા, પાટણ, ભીલડી, ધાનેરા, રાનીવારા, મારવાડ ભીનમાલ, મોદ્રાન, જાલોર, મોકલસર, સમદરી, લુણી, જોધપુર, મેડતા રોડ,  નાગૌર અને નોખા સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનમાં એસી ટુ ટાયર, એસી થ્રી ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ છે.

પૂણે-ભગત કી કોઠી-પૂણે વિશેષ (સાપ્તાહિક)

રેલવે પૂણે અને ભગત કી કોઠી વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવશે. આ ઉપરાંત સુરત-મહુવા વચ્ચેની સ્પેશિયલ ટ્રેનમાં હંગામી ધોરણે વધારાના કોચ ઉમેરવામાં આવશે. ભગત કી કોઠી સ્પેશિયલ પૂણેથી દર શુક્રવારે 20.10 કલાકે ઉપડશે અને બીજા દિવસે 19.55 કલાકે ભગત કી કોઠી પહોંચશે. આ ટ્રેન 22 ઓક્ટોબરથી 19 નવેમ્બર 2021 સુધી ચાલશે.

એ જ રીતે ટ્રેન નંબર 01250 ભગત કી કોઠી – પૂણે સ્પેશિયલ ભગત કી કોઠીથી દર શનિવારે 22.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 19.05 કલાકે પૂણે પહોંચશે. આ ટ્રેન 23 ઓક્ટોબરથી 20 નવેમ્બર 2021 સુધી ચાલશે. માર્ગમાં આ ટ્રેન બંને દીશાઓમાં લોનાવાલા, કલ્યાણ જંક્શન, વસઈ રોડ, સુરત, વડોદરા જંકશન, અમદાવાદ જંકશન, મહેસાણા જંકશન, પાટણ, ભીલડી જંકશન, ધાનેરા, રાનીવારા, મારવાડ ભીનમાલ, મોદ્રાન, જાલોર, મોકલસર, સમદારી જંકશન અને લુની જંકશન પર રોકાશે. આ ટ્રેનમાં એસી ટુ ટાયર, એસી થ્રી ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સીટીંગ કોચ હશે.

બાંદ્રા ટર્મિનસ-ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ

ટ્રેન નંબર 09139 બાંદ્રા ટર્મિનસ – ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ 3જી નવેમ્બર, 2021 બુધવારના રોજ 11.00 કલાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે 04.00 કલાકે ઓખા પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09140 ઓખા – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ ગુરુવાર, 4 નવેમ્બર, 2021ના ​​રોજ 11.40 કલાકે ઓખાથી ઉપડશે અને બીજા દિવસે 06.35 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.

માર્ગમાં આ ટ્રેન બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, હાપા, જામનગર અને દ્વારકા સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ટુ ટાયર, એસી થ્રી ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ છે.

આ પણ વાંચો :  Surat : ટેક્સ્ટાઇલ પાર્ક માટે ત્રણ જિલ્લામાં ચાર લોકેશન પસંદ કરવામાં આવ્યા

અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
g clip-path="url(#clip0_868_265)">