આ શાનદાર આઈડિયાથી દર વર્ષે ભારતીય રેલવે કરી રહી છે કરોડોની બચત

|

Dec 23, 2021 | 4:04 PM

દિલ્હી ડિવિઝનના રેલવે મેનેજર ડિમ્પી ગર્ગે જણાવ્યું કે અલગ-અલગ જગ્યાએ લગાવવામાં આવેલા આ સોલાર પ્લાન્ટ કુલ વીજળીના વપરાશના 5થી 7 ટકા પૂરો પાડે છે.

આ શાનદાર આઈડિયાથી દર વર્ષે ભારતીય રેલવે કરી રહી છે કરોડોની બચત
File Image

Follow us on

મુસાફરોને સારી અને સુરક્ષિત રેલવે સેવા આપવાની સાથે સાથે ભારતીય રેલવે (Indian Railway) હંમેશા ખર્ચમાં ઘટાડો અને કમાણીમાં વધારો કરવા માટે ઘણા પગલાં ઉઠાવે છે. આ દિશામાં ભારતીય રેલવેએ પોતાના ખર્ચમાં ઘટાડો કરવા માટે તમામ મુખ્ય રેલવે સ્ટેશનો પર સોલાર પ્લાન્ટ (Solar Plant) લગાવી રહી છે. રેલવેના એક અધિકૃત નિવેદન મુજબ ઉત્તર રેલવેના દિલ્હી ડિવિઝને પોતાના અધિકારમાં આવનારા તમામ મુખ્ય રેલવે સ્ટેશન પર આ વર્ષે સોલાર પ્લાન્ટ લગાવવાનું કામ શરૂ કર્યુ હતુ. દિલ્હી ડિવિઝન પોતાના રેલવે સ્ટેશનો પર સોલાર પ્લાન્ટ લગાવવાનું કામ ઝડપથી કરી રહી છે.

 

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ જગ્યા પર લગાવવામાં આવ્યા 1.39 MWpની ક્ષમતાવાળા સોલાર પ્લાન્ટ

ઉત્તર રેલવે મુજબ ચાલી રહેલા નાણાકીય વર્ષમાં અત્યાર સુધી તુગલકાબાદ કોચ કેર સેન્ટર, તુગલકાબાદ ડીઝલ લોકો શેડ, ગાજિયાબાદ, પાનીપત, સમાલખા, ગન્નોર અને સોનીપત રેલવે સ્ટેશન પર 1.39 MWpની ક્ષમતાવાળા સોલાર પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. ઉત્તર રેલવેના અધિકૃત નિવેદન મુજબ નવી દિલ્હી, જુની દિલ્હી, દિલ્હી સરાય રોહિલ્લા, દીવાના, તુગલકાબાદ, હજરત નિઝામુદ્દીન, મેરઠ સિટી અને દિલ્હી શાહદરા રેલવે સ્ટેશનો પર પહેલા જ સોલાર પ્લાન્ટ લગાવવામાં આવી ચૂક્યા છે.

 

સોલાર પ્લાન્ટથી રેલવેને થઈ રહી છે કરોડોની બચત

દિલ્હી ડિવિઝનના રેલવે મેનેજર ડિમ્પી ગર્ગે જણાવ્યું કે અલગ-અલગ જગ્યાએ લગાવવામાં આવેલા આ સોલાર પ્લાન્ટ કુલ વીજળીના વપરાશના 5થી 7 ટકા પૂરો પાડે છે. આ સોલાર પ્લાન્ટ 82.59 લાખ યૂનિટ જનરેટ કરી રહ્યા છે. જેનાથી ઉત્તર રેલવેને દર વર્ષે 4.04 કરોડ રૂપિયાની બચત થઈ રહી છે. ડિમ્પી ગર્ગે કહ્યું કે આ સોલાર પ્લાન્ટ્સ દ્વારા દિલ્હી ડિવિઝન માત્ર વીજળીની કિંમતમાં ઘટાડો કરી રહ્યું નથી, પરંતુ કાર્બન ઉત્સર્જનમાં 25,554 ટનનો ઘટાડો કરીને પર્યાવરણ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને પણ પૂર્ણ કરી રહ્યું છે.

 

ખેડૂતોના પ્રદર્શનથી રેલવે સેવાઓ પર પડી રહી છે ખરાબ અસર

પંજાબના વિવિધ ભાગોમાં ખેડૂતોની લોન માફી અને અન્ય માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સરકાર પાસે પોતાની માંગ પૂરી કરાવવા માટે ખેડૂતોએ ત્રીજા દિવસે પણ પંજાબના અલગ અલગ ભાગમાં રેલવે લાઈનોને બંધ રાખી, જેનાથી 128 ટ્રેનની અવરજવર પર અસર પડી હતી. ખેડૂતોનું વિરોધ પ્રદર્શન ચોથા દિવસે પણ ચાલુ છે. જેને લઈ ઉત્તર રેલવેએ ગુરૂવારે 23 ડિસેમ્બરે ચાલનારી 37 ટ્રેનને રદ કરવાની જાહેરાત કરી છે. તેની સાથે જ ઘણી ટ્રેનોના રૂટમાં પણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે.

 

આ પણ વાંચો: ભૂખમરાથી પિડાઈ રહ્યા છે આ ઈસ્લામિક દેશના 80 લાખ લોકો, સંયુક્ત રાષ્ટ્રે હાથ કર્યા અધ્ધર

 

આ પણ વાંચો: ઓમીક્રોનને લઇને એલર્ટ, અમદાવાદ એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરોનો RTPCR ટેસ્ટ ફરજિયાત

Next Article