Cairn Energy: રેટ્રોસ્પેક્ટીવ કાયદાને નાબૂદ કર્યા પછી, 10,247 કરોડના વિવાદને ઉકેલવા માટે સરકારે લીધું આ પગલું

નવી મળેલી માહિતી અનુસાર, ભારત સરકારે યુએસ કોર્ટને બ્રિટનની કંપની કેયર્ન એનર્જીનો કેસ રદ કરવા કહ્યું છે, જેમાં આ કંપનીઓએ ભારત સરકાર પાસેથી 1.2 અબજ ડોલર વસૂલ કરવા માટેની અપીલ કરી હતી.

Cairn Energy: રેટ્રોસ્પેક્ટીવ કાયદાને નાબૂદ કર્યા પછી, 10,247 કરોડના વિવાદને ઉકેલવા માટે સરકારે લીધું આ પગલું
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 11:33 PM

છેલ્લા થોડા દિવસોમાં સરકાર દ્વારા 9 વર્ષ જૂનો રેટ્રોસ્પેક્ટીવ ટેક્સ પાછો ખેંચવાનો મહત્વપુર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ટેક્સને લઈને સરકારનો કેયર્ન એનર્જી અને વોડાફોન સાથે હજારો કરોડ રૂપિયાનો વિવાદ છે. નવી મળેલી માહિતી અનુસાર ભારત સરકારે યુએસ કોર્ટને બ્રિટનની કંપની કેયર્ન એનર્જીનો કેસ રદ કરવા કહ્યું છે, જેમાં આ કંપનીઓએ ભારત સરકાર પાસેથી 1.2 અબજ ડોલર વસૂલ કરવા માટેની અપીલ કરી હતી.

મે 2021માં કેયર્ન એનર્જીએ યુએસ ફેડરલ કોર્ટમાં અપીલ દાખલ કરીને એર ઈન્ડિયાને 1.26 અબજ ડોલરના સરકારી લેણાં પરત કરવા જણાવ્યું હતું. આવું ન કરવા બદલ એર ઈન્ડિયાની સંપત્તિ જપ્ત કરવાની ધમકી પણ આપવામાં આવી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ડિસેમ્બર 2020માં આંતરરાષ્ટ્રીય આર્બિટ્રેશન દ્વારા રેટ્રોસ્પેક્ટીવ ટેક્સ વિવાદમાં કેયર્ન એનર્જીની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો હતો. 13મી ઓગસ્ટના રોજ ભારત સરકાર દ્વારા કેયર્નની આ અરજીને ફગાવી દેવા માટે મોશન ઓફ ડીસમીસ માટેનો પ્રસ્તાવ દાખલ કર્યો હતો. સરકારે આ દરખાસ્ત કોલંબિયાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મૂકી.

 ટેક્સ વિભાગ દ્વારા 50 વર્ષ જૂનો બેકલોક ટેક્સ વસુલ કરી શકાયો હોત 

રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ એક્ટ દ્વારા ભારતને એ સત્તા આપવામાં આવી હતી કે આ કાયદાનો ઉપયોગ કરીને કોઈ પણ કંપની પર 50 વર્ષના જૂના બેકલોકને ધ્યાનમાં રાખીને કેપિટલ ગેઈન પર ટેક્સ વસૂલી શક્શે. આ કાયદાને કારણે કેયર્ન એનર્જી સાથે વિવાદ શરૂ થયો. આ ટેક્સની મદદથી સરકાર દ્વારા 17 કંપનીઓ પાસેથી કુલ 1.10 લાખ કરોડ રૂપિયા ટેક્સ તરીકે એકઠા કરવામાં આવ્યા હતા. આમાં, કેયર્ન પાસેથી કરવામાં આવેલા કલેક્શનનો આંકડો 10,247 કરોડ રૂપિયા પર પહોંચ્યો હતો.

ટૂંક સમયમાં નિયમો બનાવશે સરકાર

નાણામંત્રી નિર્મલા સીતારમણે (Finance Minister)કહ્યું કે રેટ્રોસ્પેક્ટીવ ટેક્સ (Retrospective tax)ની માંગ કરતી જોગવાઈઓને નાબૂદ કરવાના નિયમો ટૂંક સમયમાં તૈયાર કરવામાં આવશે. રિટ્રોસ્પેક્ટિવ ટેક્સ કાયદાને કારણે કેયર્ન એનર્જી (Cairn Energy) અને વોડાફોન પીએલસી (Vodafone PLC) પાસેથી કરોડો રૂપિયાના ટેક્સની માંગ કરવામાં આવી હતી. સંસદે આ મહિનાની શરૂઆતમાં સુધારા કાયદો પસાર કર્યો હતો અને 2012ની રિટ્રોસ્પેક્ટિવ ટેક્સ સાથે જોડાયેલી  જોગવાઈઓને રદ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Delta Plus Variant: મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના ત્રણ અલગ અલગ વાયરસનો ખતરો વધ્યો, અત્યાર સુધીમાં 66 કેસ મળી આવ્યા બાદ આરોગ્ય વિભાગ ચિંતામાં

આ પણ વાંચો : Share Market : શેરબજારની ફ્લેટ શરૂઆત બાદ SENSEX અને NIFTY લાલ નિશાન નીચે સરક્યા, Gainer અને Loser Stocks ઉપર કરો એક નજર

g clip-path="url(#clip0_868_265)">