ભારતના રિન્યુએબલ એનર્જી અને ઇલેક્ટ્રિક વ્હીકલમાં આવશે 500 અરબ ડોલરનું રોકાણ, જાણો ક્યારે

|

Jun 06, 2024 | 7:34 PM

ભારતના રિન્યુએબલ એનર્જી અને ઇલેક્ટ્રિક વ્હીકલમાં 500 અરબ ડોલરનું રોકાણ આવવા અંગે ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પેરિટી (IPEF)ના ક્લીન ઈકોનોમી ઈન્વેસ્ટર ફોરમની બે દિવસીય બેઠકમાં ભાગ લેવા સિંગાપોરમાં આવેલા વાણિજ્ય સચિવ સુનિલ બર્થવાલે જણાવ્યું છે.

ભારતના રિન્યુએબલ એનર્જી અને ઇલેક્ટ્રિક વ્હીકલમાં આવશે 500 અરબ ડોલરનું રોકાણ, જાણો ક્યારે
renewable energy and electric vehicles

Follow us on

વાણિજ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે, ભારતમાં નવીનીકરણીય ઉર્જા, ગ્રીન હાઇડ્રોજન અને ઇલેક્ટ્રિક વાહનો સહિત સ્વચ્છ ઉર્જા મૂલ્ય કેટેગરીમાં 2030 સુધીમાં 500 અરબ ડોલરથી વધુના રોકાણની તકો છે. ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પેરિટી (IPEF)ના ક્લીન ઈકોનોમી ઈન્વેસ્ટર ફોરમની બે દિવસીય બેઠકમાં ભાગ લેવા સિંગાપોરમાં આવેલા વાણિજ્ય સચિવ સુનિલ બર્થવાલે આ વાત કરી હતી.

IPEF ક્લીન ઈકોનોમી ઈન્વેસ્ટર ફોરમના ઉદ્ઘાટન સમયે બોલતા બર્થવાલે તેને એક અનોખું પ્લેટફોર્મ ગણાવ્યું જેણે વૈશ્વિક રોકાણકારો, નીતિ નિર્માતાઓ અને શિક્ષણવિદોને એકસાથે લાવ્યા છે અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ટકાઉ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

રોકાણની મોટી તકો

ફોરમને સંબોધતા સેક્રેટરીએ કહ્યું કે, 2030 સુધીમાં ભારતમાં 500 અરબ ડોલરથી વધુના રોકાણની મોટી તક છે, ખાસ કરીને રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન અને ઇલેક્ટ્રિક વાહનો સહિત સ્વચ્છ ઊર્જા મૂલ્ય કેટેગરીમાં આવશે. બર્થવાલે છેલ્લા એક દાયકામાં ભારતમાં વ્યવસાયિક વાતાવરણને સુધારવા માટે હાથ ધરવામાં આવેલા મોટા પાયે વ્યાપાર સુધારાઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે ફોરમના પરિણામે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ટકાઉ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે 23 અરબ અમેરિકી ડોલરના રોકાણની તકો મળી છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

IPEFના 14 સભ્ય દેશો છે

IPEFની બેઠક બુધવારથી શરૂ થઈ હતી. તે ટકાઉ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ક્લાઈમેટ ટેક્નોલોજી અને રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સમાં રોકાણને એકત્ર કરવા માટે પ્રદેશના ટોચના રોકાણકારો, સ્વચ્છ અર્થતંત્ર કંપનીઓ અને સ્ટાર્ટ-અપ્સને એકસાથે લાવે છે. બે દિવસીય આ કાર્યક્રમમાં નાણાકીય સંસ્થાઓ, બહુપક્ષીય વિકાસ બેંકો, વેન્ચર કેપિટલ ફંડ્સ, પ્રોજેક્ટ માલિકો, ઉદ્યોગસાહસિકો અને IPEF ભાગીદારોની સરકારી એજન્સીઓના 300 થી વધુ સહભાગીઓએ સસ્ટેનેબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્લાઈમેટ ટેકનોલોજી જોડાણ હેઠળ સક્રિયપણે હાજરી આપી હતી. IPEFમાં 14 સભ્ય દેશો છે.

IPEF સંયુક્ત રીતે યુ.એસ. અને ભારત-પેસિફિક ક્ષેત્રમાં અન્ય ભાગીદાર દેશો દ્વારા 23 મે 2022 ના રોજ ટોક્યોમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. તેના સભ્ય દેશો વિશ્વના આર્થિક ઉત્પાદનના 40 ટકા અને વેપારના 28 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. આ માળખું વેપાર, પુરવઠા, સ્વચ્છ અર્થતંત્ર અને વાજબી અર્થતંત્ર સાથે સંબંધિત ચાર સ્તંભોની આસપાસ બાંધવામાં આવ્યું છે. વેપાર સિવાયના તમામ સ્તંભોમાં ભારતનો સમાવેશ થાય છે.

 

Next Article