Kam Ni Vaat: ITR ‘ના’ ભરવુ પડશે ભારે, તમારે ચૂકવવો પડશે વધારે TDS, જાણો સમગ્ર જાણકારી

|

May 28, 2022 | 3:53 PM

હજુ સુધી રાહતની વાત એ છે કે સીબીડીટીએ આવી કોઈ યાદી બહાર પાડી નથી કે કોને વધુ અને કેટલો TDS ચૂકવવો પડશે. TDSનો વર્તમાન દર 10 ટકા છે, પરંતુ આ દર તે લોકો માટે લાગુ થશે નહીં જેમણે 2020-21 માટે ટેક્સ રિટર્ન ફાઈલ કર્યું નથી. તેમને વધુ TDS ચૂકવવો પડશે.

Kam Ni Vaat: ITR ના ભરવુ પડશે ભારે, તમારે ચૂકવવો પડશે વધારે TDS, જાણો સમગ્ર જાણકારી
File Image

Follow us on

જો તમે નાણાકીય વર્ષ 2020-21 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કર્યું નથી, તો તમને મોટું નુકસાન થશે. નવા નિયમ મુજબ તમારો TDS પહેલા કરતા વધુ કપાશે. જો તમે આ નાણાકીય વર્ષ માટે ITR ફાઈલ નહીં કરો તો તમારું નામ ‘નોન-ફાઈલર્સ ITR’માં સામેલ કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે વર્તમાન નાણાકીય વર્ષમાં તમારે વધુ TDS ચૂકવવો પડશે. આનાથી તમારું ખિસ્સું ખાલી થશે અને બીજી તરફ સરકારની આવક વધારવાનો બીજો રસ્તો ખુલશે. રિપોર્ટ અનુસાર, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એવા લોકોની યાદી તૈયાર કરી રહ્યું છે જેમણે 2020-21 માટે ITR ફાઈલ નથી કર્યું. આ લોકોએ 1 એપ્રિલ, 2022 પહેલા કરતાં વધુ TDS ચૂકવવો પડશે.

હજુ સુધી રાહતની વાત એ છે કે સીબીડીટીએ આવી કોઈ યાદી બહાર પાડી નથી કે કોને વધુ અને કેટલો TDS ચૂકવવો પડશે. TDSનો વર્તમાન દર 10 ટકા છે, પરંતુ આ દર તે લોકો માટે લાગુ થશે નહીં જેમણે 2020-21 માટે ટેક્સ રિટર્ન ફાઈલ કર્યું નથી. તેમને વધુ TDS ચૂકવવો પડશે. નવો નિયમ કહે છે કે જેમણે 2020-21 માટે રિટર્ન ફાઈલ કર્યું નથી અને તેમની પાસે 50,000 રૂપિયાથી વધુ TDS અથવા TCS બાકી છે તો તેમનો વધારાનો TDS કાપવામાં આવશે.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

વધુ TDS ક્યાં કાપવામાં આવશે?

ધારો કે તમે ક્યાંક રિકરિંગ ડિપોઝિટ ખાતું ખોલ્યું છે, FD ખાતું ચલાવી રહ્યા છો, ડિવિડન્ડ અથવા વાર્ષિક કમાણી કરી રહ્યાં છો તો તેની વ્યાજની આવક પર વધુ TDS ચૂકવવો પડશે. આમાં એક છૂટ આપવામાં આવી છે કે જો તમે પગાર, ભવિષ્ય નિધિના પૈસા અથવા બેંકમાંથી પૈસા ઉપાડો છો તો તેના TDS પર વધુ ટેક્સ કાપવામાં આવશે નહીં. આવકવેરા વિભાગે 2020-21 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ તરીકે 31 માર્ચ 2022 નક્કી કરી હતી, જે આકારણી વર્ષ 2021-22 માટે છેલ્લી તારીખ હતી. આ તારીખ પસાર થઈ ગઈ છે, તેથી ટેક્સ વિભાગ વધુ TDS કાપવાનું શરૂ કરશે.

શું કહે છે ટેક્સ વિભાગ?

ઉપર જણાવ્યા મુજબ CBDT એવા લોકોની યાદી તૈયાર કરી રહી છે, જેમના વધારાના TDS અથવા TCS કાપવામાં આવશે. આ યાદી હજુ સુધી સામે આવી નથી. ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2022 પહેલા એક પરિપત્રમાં CBDTએ કહ્યું હતું કે જે લોકો નિર્ધારિત સમયની અંદર ITR ફાઈલ કરશે, તેમના નામ વધારાના TDSની યાદીમાંથી કાઢી નાખવામાં આવશે. આવા લોકોનો TDS અથવા TCS વધુ કાપવામાં આવશે નહીં. પરિપત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ 2020-21 માટે ITR ફાઈલ ન કરે, પરંતુ નાણાકીય વર્ષ 2021-22 માટે ટેક્સ રિટર્ન ફાઈલ કરે તો તેનું નામ વધારાના TDS અથવા વધારાના TCSના લિસ્ટમાંથી કાઢી નાખવામાં આવશે. આ નિયમ તે માટે હતો જ્યારે ITR નિર્ધારિત તારીખ સુધીમાં ફાઈલ કરવામાં આવે અને તેનું વેરિફિકેશન પણ કરવામાં આવે.

Published On - 11:56 pm, Sun, 22 May 22

Next Article