MONEY9: શું ક્રિપ્ટોમાં થયેલી આવક ITR ફૉર્મમાં બતાવવી પડશે?

CBDTએ હાલમાં જ નાણાકીય વર્ષ 2021-22 માટે ITR ફૉર્મ નોટિફાઇ કર્યા છે. જો કે, કરદાતાની અલગ-અલગ કેટેગરીઝ માટે ITR ફૉર્મ્સમાં ફેરફાર નથી થયો પરંતુ તેમાં કેટલીક વધારાની વિગત સામેલ કરવામાં આવી છે.

Money9 Gujarati

| Edited By: Bhavesh Bhatti

May 16, 2022 | 4:35 PM

CBDTએ હાલમાં જ નાણાકીય વર્ષ 2021-22 માટે ITR ફૉર્મ નોટિફાઇ કર્યા છે. જો કે, કરદાતાની અલગ-અલગ કેટેગરીઝ માટે ઇન્કમસ ટેક્સ (INCOME TAX) રિટર્ન (ITR) ફૉર્મ્સમાં ફેરફાર નથી થયો પરંતુ તેમાં કેટલીક વધારાની વિગત સામેલ કરવામાં આવી છે. જો તમે આ ફેરફારો (ITR CHANGES)થી પરિચિત નથી તો તમને ફૉર્મ ભરવામાં મુશ્કેલી પડી શકે છે.

આશીષ એક ઇમાનદાર કરદાતા છે. દર વર્ષે તે પોતાની કમાણી ITRમાં બતાવે છે અને તે હિસાબે પૂરો ટેક્સ ચૂકવે છે. આશીષ ક્રિપ્ટોમાં પૈસા પણ લગાવે છે. ક્રિપ્ટો પર હાલમાં જ સરકારે તગડો ટેક્સ લગાવ્યો છે અને હવે આશિષ પરેશાન છે. શું નાણાકીય વર્ષ 2021-22માં ક્રિપ્ટોમાં થયેલી કમાણીનો ખુલાસો પણ ઇનકમ ટેક્સ રિટર્નમાં કરવો પડશે? આને લઇને આશીષ મુંઝવણમાં છે. આશીષ એ પણ જાણવા માંગે છે કે શું ઘરના રિનોવેશન પર કરવામાં આવેલા ખર્ચનો ઉલ્લેખ તેમને ITRમાં કરવો પડશે..?

આશીષ જ નહીં પરંતુ તેમના જેવા ઘણાં એવા ટેક્સપેયર્સ છે જે ITR ફૉર્મમાં થયેલા આ નવા ફેરફારો અંગે જાણવા માંગે છે. CBDTએ હાલમાં જ નાણાકીય વર્ષ 2021-22 માટે ITR ફૉર્મ નોટિફાઇ કર્યા છે. જો કે, કરદાતાની અલગ-અલગ કેટેગરીઝ માટે ITR ફૉર્મ્સમાં ફેરફાર નથી થયો પરંતુ તેમાં કેટલીક વધારાની વિગત સામેલ કરવામાં આવી છે. જો તમે આ ફેરફારોથી પરિચિત નથી તો તમને ફૉર્મ ભરવામાં મુશ્કેલી પડી શકે છે. તો ચાલો કેટલીક જરૂરી વાતોને જાણી લઇએ છીએ.

શેડ્યૂલ એફએ(FA)માં કોઇપણ કરદાતાએ વિદેશી સંપત્તિઓની જાણકારી આપવી જરૂરી છે. નવા ITR ફૉર્મ્સની કલમ FA અનુસાર, 31 ડિસેમ્બર, 2021ના રોજ સમાપ્ત થયેલા કેલેન્ડર વર્ષ દરમિયાન કોઇ પણ સમયે જો કોઇની પાસે વિદેશી સંપત્તિ હતી તો તેણે તેની જાણકારી આપવી પડશે. જો કોઇ સંપત્તિ પહેલીવાર જાન્યુઆરી 2022માં ખરીદવામાં આવી તો તેની જાણકારી નાણાકીય વર્ષ 2021-22 માટે આપવી જરૂરી છે પરંતુ આ જાણકારી આવતા વર્ષે એટલે કે નાણાકીય વર્ષ 2022-23 માટે આપવી પડશે.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ટેક્સ એક્સપર્ટ સુનીલ ગર્ગના જણાવ્યા અનુસાર વિદેશી સંપત્તિઓના રિપોર્ટિંગને એકાઉન્ટિંગ યરથી કેલેન્ડર યર કરી દેવામાં આવ્યું છે. હકીકતમાં, મોટાભાગના દેશ એકાઉન્ટિંગ યરને જાન્યુઆરીથી ડિસેમ્બર માને છે. ભારતમાં તે એપ્રિલથી માર્ચ છે. તો હવે તેને બાકીના દેશોના હિસાબે માની લેવામાં આવ્યું છે. આ એક મહત્વનું પગલું છે. આનાથી લોકોને રાહત મળશે. માત્ર ભારતીય નાગરિકો અને એવા વિદેશી નાગરિકો કે જે ભારતમાં 182 દિવસ કે તેથી વધારે સમય સુધી રોકાયા હોય અને તેના કારણે ભારતીય નાગરિકતા મળી હોય તો તેમણે તેમની ફૉરેનની એસેટ્સનો ખુલાસો કરવો પડશે.

સ્ટાર્ટઅપ્સ કર્મચારીઓના ઇસોપ્સ એટલે કે એમ્પ્લોયી સ્ટોક ઓનરશિપ પ્લાન પર ટેક્સનો બોજ ઘટાડવા માટે ફાઇનાન્સ એક્ટ,2020માં ઇસોપ્સ પર થયેલા એડિશનલ ફાયદા પર ટીડીએસ બાદમાં લેવાની વ્યવસ્થા કરી હતી.

નવા ITR ફૉર્મ્સમાં આ પ્રકારના બાદમાં આપવામાં આવતી ટેક્સની વિગતની જાણકારી આપવા માટે એક શિડ્યૂલ આપવામાં આવ્યું છે. આ વખતે ITR ફૉર્મ ભરતી વખતે કર્મચારીને આ પ્રકારના ટેક્સની રકમ અંગે જણાવવું પડશે.

કરદાતાએ નાણાકીય વર્ષ 2020-21માં પછીથી આપવામાં આવતી ટેક્સની રકમ જેવી વિગતો, 2021-22માં બાકી ટેક્સ, કંપનીમાં કામની અંતિમ તારીખ, આવતા વર્ષે વિલંબથી ચૂકવાતા ટેક્સની રકમ જેવી વિગતો આપવી પડશે.

આનાથી આવકવેરા અધિકારીઓને એ વાતનું સુપરવિઝન કરવાની ખબર પડશે કે કયા વર્ષમાં વિલંબથી ચૂકવાતા ટેક્સની અસલમાં ચુકવણી કરવાની બાકી છે.

પહેલા નૉન-રેસિડેન્ટ્સ ફંડ્સ તરીકે વિદેશી રિટાયરમેન્ટ ફંડ્સમાંથી પૈસા કાઢવા પર બિલના આધારે ટેક્સ લાગતો હતો. આનાથી કરદાતાને વિદેશમાં ચૂકવેલા ટેક્સ માટે ફૉરેન ટેક્સ ક્રેડિટનો ક્લેમ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.

નવા ITR ફૉર્મ્સમાં કલમ એસ એટલે કે વેતન સંબંધિત આવકની વિગતોમાં સંશોધન કરવામાં આવ્યું છે જેમાં કરદાતાએ કલમ 89-A હેઠળ કર ચૂકવવામાં રાહત મળશે.

નવા ITR ફૉર્મ્સમાં જમીન અને બિલ્ડિંગ સાથે સંકળાયેલી કલમમાં કેપિટલ ગેઇન્સના ખુલાસા કરવા પડશે. તેમાં ખરીદી કે વેચાણની તારીખ, રિનોવેશન વાળા વર્ષની જાણકારી સામેલ હોય છે. સાથે જ ખરીદી અને ઇન્ડેક્સેશન કૉસ્ટ અંગે જણાવવું પડશે.

એક વર્ગે ક્રિપ્ટોથી થતી આવકની જાણકારી આપવા માટે નવા ITR ફૉર્મ્સમાં કોઇ ખાસ કલમ ન હોવા અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. નવું નાણાકીય વર્ષ 2022-23, ક્રિપ્ટો સાથે જોડાયેલી કર વ્યવસ્થાનું પહેલું વર્ષ હશે, એટલે 2022-23 માટે ITR ફૉર્મ્સમાં આ અંગે જોગવાઇ હોઇ શકે છે.

સુનીલ ગર્ગ કહે છે કે “નાણાકીય વર્ષ 2021-22માં ક્રિપ્ટોથી કમાણી કરનારા ઇન્ડિવિઝ્યુઅલ્સે સામાન્ય જોગવાઇ હેઠળ ટેક્સ ચૂકવવો પડશે. જો કે, સારુ એ રહેશે કે તેને અધર સોર્સિઝથી થયેલી કમાણી જ બતાવો.”

નવા નાણાકીય વર્ષમાં નવા ITR ફૉર્મ્સમાં શું થયા સુધારા

  1. શિડ્યુલ FA: કેલેન્ડર વર્ષ 2021માં રાખેલી વિદેશી સંપત્તિની જાણકારી સાથે જોડાયેલી
  2. નવા ITR ફૉર્મ તે એસેસમેન્ટ યરમાં ઇસૉપ્સના અનુત્તર મૂલ્ય પર કરની ગણતરી કરવાનું કહે છે જેમાં શેર ફાળવવામાં આવ્યા છે
  3. કલમ 89-A હેઠળ કર રાહતની મંજૂરી આપવા માટે કલમ-Sમાં સંશોધન કરવામાં આવ્યું
  4. જમીન અને બિલ્ડિંગ સાથે સંબંધિત કલમ મુડિગત લાભમાં વધારાની જાહેરાત કરવાની જરૂરિયાત
  5. નાણાકીય વર્ષ 2022-23 માટે ITR ફૉર્મમાં ક્રિપ્ટો આવકની જાણકારી આપવાની જોગવાઇ

મની9ની સલાહ

ભવિષ્યમાં જ્યારે તમે ITR ફોર્મ ભરશો તો તેમાં ફૉરેન એસેટ્સ, ઇસૉપ્સ પર ટેક્સ, કેપિટલ ગેઇન્સ અને ક્રિપ્ટો સહિત અન્ય ખુલાસાને જરૂર જુઓ. સાથે જ એ સુનિશ્ચિત કરો કે આ નવી વધારાની વિગતોને તમે યોગ્ય રીતે ITRમાં જરૂર દાખલ કરી દો.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati