Income Tax Return Last Date: ITR ફાઈલ કરવાની આજે છેલ્લી તારીખ, હવે નહી વધે મુદત, રાત્રીના 12 વાગ્યા સુધી ભરી શકાશે ITR
શુક્રવારે બપોરે 4 વાગ્યા સુધી કુલ 5.62 કરોડ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે. મહેસૂલ સચિવ તરુણ બજાજે કહ્યું કે અત્યાર સુધીમાં 20 લાખથી વધુ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે.
GST કાઉન્સિલની બેઠક પછી આઈટી સર્વરમાં સમસ્યાને લઈને રિટર્ન ફાઈલ કરવામાં થઈ રહેલી સમસ્યાને લઈને, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર વધુ એકવાર લંબાવવાનો નિર્ણય લેવાઈ શકે છે તેવી અપેક્ષાઓ હતી, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઈન્કમટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31મી ડિસેમ્બર 2021 છે, તેને આગળ વધારવામાં નહી આવે.
છેલ્લી તારીખ લંબાવવાની કોઈ દરખાસ્ત નથી મહેસૂલ સચિવ તરુણ બજાજે (Revenue Secretary Tarun Bajaj) સરકાર વતી આ મહત્વપૂર્ણ માહિતી આપતા કહ્યું છે કે આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ લંબાવવાનો કોઈ પ્રસ્તાવ નથી. આવકવેરા રિટર્ન ભરવાનું કામ સરળતાથી ચાલી રહ્યું છે. શુક્રવારે બપોરે 4 વાગ્યા સુધી કુલ 5.62 કરોડ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 20 લાખથી વધુ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આ વર્ષે 60 લાખ વધારાના રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે.
There is no proposal to extend the date for income tax return filing: Revenue Secretary Tarun Bajaj, Govt of India
— ANI (@ANI) December 31, 2021
દરેક વ્યક્તિએ ITR ભરવું જોઈએ ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે પણ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે કે સવારે 10.30 થી 11.30 વચ્ચે લગભગ 1 કલાકમાં 2.15 લાખ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે અને આ રીતે આજે સાંજે 4 વાગ્યા સુધી 5.62 કરોડ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે. આવકવેરા વિભાગે જેમના રિટર્ન ભરવાના બાકી રહ્યા છે તે તમામ કરદાતાઓને આજે જ તેમના ITR ફાઈલ કરવાની અપીલ કરી છે.
ITR ના ભર્યુ તો થશે દંડ
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે નાણાકીય વર્ષ 2021-22 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ છે અને જો કોઈ આજે 12 વાગ્યા સુધી ITR ફાઈલ નહીં કરે તો તેને 5000 રૂપિયાનો દંડ ભરવો પડશે. જો તમે 31 માર્ચ, 2022 પછી આકારણી વર્ષ 2021-22 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કર્યું, તો તમારે 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. જો આવક 5 લાખ રૂપિયાથી ઓછી હોય તો 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે.
આ પણ વાંચોઃ