રિટર્ન ફાઈલ કરવા માટે બાકી રહ્યા છે માત્ર 3 દિવસ, ટેક્સ વિભાગે અત્યાર સુધી જાહેર કર્યું લગભગ 1.5 લાખ કરોડનું રિફંડ

Income tax refund: વિભાગે કહ્યું કે 27 ડિસેમ્બર સુધી નાણાકીય વર્ષ 2020-21 માટે 4.67 કરોડથી વધુ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે.

રિટર્ન ફાઈલ કરવા માટે બાકી રહ્યા છે માત્ર 3 દિવસ, ટેક્સ વિભાગે અત્યાર સુધી જાહેર કર્યું લગભગ 1.5 લાખ કરોડનું રિફંડ
Income tax refund (Indicative Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 8:06 PM

આવકવેરા વિભાગે (Income Tax Department) ચાલુ નાણાકીય વર્ષમાં (Financial Year) અત્યાર સુધીમાં 1.45 કરોડ કરદાતાઓને 1.49 લાખ કરોડ રૂપિયાનું ટેક્સ રિફંડ જાહેર કર્યુ છે. વિભાગે મંગળવારે આ માહિતી આપી. આવકવેરા વિભાગે ટ્વીટ કરીને કહ્યું કે તેમાં મૂલ્યાંકન વર્ષ 2021-22 (31 માર્ચ, 2021 ના ​​રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ) માટે ઈશ્યુ કરાયેલા રૂ. 21,021 કરોડના 1.07 કરોડ રિફંડનો પણ સમાવેશ થાય છે. વિભાગે કહ્યું કે 27 ડિસેમ્બર સુધી નાણાકીય વર્ષ 2020-21 માટે 4.67 કરોડથી વધુ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વિભાગે એક ટ્વીટમાં જણાવ્યું કે 1.42 કરોડ એકમોને 50,793 કરોડ રૂપિયાનું આવકવેરા રિફંડ આપવામાં આવ્યું છે. તેવી જ રીતે 2.19 લાખ કેસમાં 98,504 કરોડ રૂપિયાનો કોર્પોરેટ ટેક્સ રિફંડ કરવામાં આવ્યો છે. વિભાગે જણાવ્યું હતું કે “સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે (CBDT) 1 એપ્રિલ, 2021થી 27 ડિસેમ્બર, 2021 દરમિયાન 1.45 કરોડ કરદાતાઓને 1,49,297 કરોડ રૂપિયાનું ટેક્સ રિફંડ આપ્યું છે.”

રિટર્ન ઝડપથી ભરવામાં આવી રહ્યા છે

આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31મી ડિસેમ્બર છે. આ તારીખ નજીક આવી ગઈ છે. જેમ જેમ રિટર્ન ફાઈલ કરવાની તારીખ નજીક આવી રહી છે તેમ રિટર્ન ફાઈલ કરનારાઓની સંખ્યા પણ વધી રહી છે. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર 21 ડિસેમ્બર, 2021 સુધી દેશના 4 કરોડથી વધુ કરદાતાઓએ તેમના આવકવેરા રિટર્ન ફાઈલ કર્યા છે. ખાસ વાત એ છે કે તેમાંથી માત્ર એક જ દિવસમાં 8.7 લાખ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે, જ્યારે છેલ્લા એક સપ્તાહમાં માત્ર 46.77 લાખ કરદાતાઓએ જ તેમના ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યા છે.

તમે તમારું રિટર્ન પણ જલ્દી ફાઈલ કરી લો

વ્યક્તિગત ITR ફાઈલ કરવાની વધારેલી સમયમર્યાદા 31 ડિસેમ્બરે સમાપ્ત થાય છે. તમે ઘરે બેસીને https://www.incometax.gov.in/iec/foportal પર લોગ ઈન કરીને તમારું ITR ફાઈલ કરી શકો છો. તમને જણાવી દઈએ કે છેલ્લી તારીખ વીતી ગયા બાદ રિટર્ન ફાઈલ કરવા પર પેનલ્ટી ચૂકવવી પડી શકે છે.

આ દસ્તાવેજો તૈયાર રાખો

જો હવે તમે છેલ્લી ઘડીએ તમારો ITR ભરવા જઈ રહ્યા છો તો તમારે તમારા જરૂરી દસ્તાવેજો જેમ કે PAN, આધાર, બેંક એકાઉન્ટ નંબર, રોકાણની વિગતો અને પુરાવા/પ્રમાણપત્ર, ફોર્મ 16, ફોર્મ 26AS અગાઉથી તૈયાર રાખો. કારણ કે ITR ફાઈલ કરતી વખતે તમારે તેમની જરૂર પડશે. તેમને અગાઉથી તૈયાર રાખવાથી તમારું રિટર્ન ઝડપથી ફાઈલ થશે અને તમને તેમાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.

આ પણ વાંચો :  Petrol Diesel Price Today : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત બીજા દિવસે વધારો, જાણો આજના પેટ્રોલ – ડીઝલના ભાવ

g clip-path="url(#clip0_868_265)">