Paracetamol : ડોલો-650 દવા બનાવતી કંપની પર આવકવેરાના દરોડા, કોરોનાકાળમા 350 કરોડની દવાનું કર્યુ હતુ વેચાણ

આવકવેરા વિભાગે (Income tax) ડોલો-650 દવા બનાવતી માઇક્રો લેબના સ્થાન પર દરોડા પાડ્યા છે. આ કામગીરી કરચોરીના કેસ સાથે સંબંધિત છે.

Paracetamol : ડોલો-650 દવા બનાવતી કંપની પર આવકવેરાના દરોડા, કોરોનાકાળમા 350 કરોડની દવાનું કર્યુ હતુ વેચાણ
Paracetamol Dolo-650
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2022 | 12:59 PM

આવકવેરા વિભાગે (Income Tax Department) બુધવારે ટેક્સ ચોરીના આરોપમાં બેંગ્લોર સ્થિત માઇક્રો લેબ્સ લિમિટેડ નામની ફાર્મા કંપનીના પરિસરમાં સર્ચ કર્યું હતું. આ કંપની ડોલો-650 ટેબ્લેટનું ઉત્પાદન કરે છે જેનો વર્ષ 2020 થી કોવિડ-19 દર્દીઓ દ્વારા વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિભાગે સર્ચ દરમિયાન નાણાકીય દસ્તાવેજો, બેલેન્સ શીટ અને વિતરકો સાથે સંબંધિત માહિતી એકત્રિત કરી છે. જોકે, વિભાગે તપાસમાં મળેલી માહિતી જાહેર કરી નથી. અધિકારીઓએ જણાવ્યું કે અન્ય શહેરોમાં સ્થિત કંપની અને તેના વિતરકોના સ્થાનોને પણ તપાસના દાયરા હેઠળ લાવવામાં આવી રહ્યા છે.

આવકવેરા વિભાગે દેશના ઘણા ભાગોમાં દરોડા પાડ્યા

અહેવાલો અનુસાર, અન્ય ઘણા શહેરોમાં કંપનીના પ્રમોટરોના સ્થાનો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. આ સાથે વિતરકોના સ્થળોને પણ દરોડામાં આવરી લેવામાં આવ્યા છે. કંપનીએ તેની વેબસાઇટ પર જણાવ્યું છે કે તે ફાર્મા ઉત્પાદનો અને સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકોનું ઉત્પાદન કરે છે અને દેશમાં કુલ 17 ઉત્પાદન પ્લાન્ટ ધરાવે છે. એટલું જ નહીં માઈક્રો લેબ્સ લિમિટેડનો બિઝનેસ વિશ્વના ઘણા દેશોમાં ફેલાયેલો છે. કંપનીના મુખ્ય ફાર્મા ઉત્પાદનોમાં ડોલો-650 દવાનો સમાવેશ થાય છે, જે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓને આપવામાં આવે છે. ડોલો 650 ઉપરાંત, માઇક્રો લેબ્સ લિમિટેડ અન્ય ઘણી મહત્વપૂર્ણ ફાર્મા પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે.

કોવિડ બાદ કંપનીએ કર્યું છે 350 કરોડની દવાઓનું વેચાણ

તમને જણાવી દઈએ કે ડોલો-650 નો ઉપયોગ તાવ ઘટાડવા માટે થાય છે. આ સિવાય ડોલો-650 નો ઉપયોગ પેઈન કિલર તરીકે પણ થાય છે. આ કારણે, કોવિડ દરમિયાન ડોકટરોએ આ દવાની ભલામણ કરી હતી, જેના કારણે તેના ઉપયોગમાં મોટા પાયે અચાનક વધારો થયો હતો. આનાથી કંપનીને પણ ઘણો ફાયદો થયો. કંપનીએ એક તાજેતરની માહિતીમાં જણાવ્યું હતું કે દેશમાં કોવિડની શરૂઆતથી, માઇક્રો લેબ્સ લિમિટેડે 350 કરોડ રૂપિયાથી વધુની કિંમતની ડોલો-650 વેચી છે અને કંપનીએ એક વર્ષમાં 400 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.

આ પણ વાંચો

ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં તગડી કમાણી કરનાર વડોદરા, સુરત અને અમદાવાદની હોસ્પીટલ પર પણ એક મહીના અગાઉ આઈટી વિભાગ દ્વારા તવાઈ બોલાવવામાં આવી હતી. જેનો એક મીડીયા રીપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો હતો.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">