AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax New Website: લોન્ચ થઈ ઇન્કમ ટેક્સ વિભાગની નવી વેબસાઈટ ,જાણો તેના મહત્વના 5 ફીચર

Income Tax New Website: આખરે ઇંતેજાર બાદ 7 જૂને રાતે આવકવેરા વિભાગની નવી વેબસાઇટ www.incometax.gov.in શરૂ કરવામાં આવી છે.

Income Tax New Website:  લોન્ચ થઈ ઇન્કમ ટેક્સ વિભાગની નવી વેબસાઈટ ,જાણો તેના મહત્વના 5 ફીચર
પ્રતીકાત્મક તસ્વીર
| Updated on: Jun 08, 2021 | 7:32 AM
Share

Income Tax New Website: આખરે ઇંતેજાર બાદ 7 જૂને રાતે આવકવેરા વિભાગની નવી વેબસાઇટ www.incometax.gov.in શરૂ કરવામાં આવી છે. તે પહેલાં કરતાં વધુ સારી અને સુલભ બનાવવામાં આવી છે. આવકવેરા સંબંધિત કેટલાક કામ માટે આવકવેરા વિભાગ દ્વારા આવકવેરા ઇ-ફાઇલિંગ વેબસાઇટ 6 દિવસ માટે બંધ હતી.

ખુબ કરાવ્યો ઇંતેજાર ગઈકાલે મોડી સાંજ સુધી આ આવકવેરા પોર્ટલ શરૂ થઈ શક્યું હતું જ્યારે લોકો સવારથી જ તેની રાહ જોતા હતા. આવકવેરા વિભાગે 1 થી 6 તારીખ સુધી વેબસાઇટ બંધ રાખી હતી અને કહ્યું હતું કે નવી વેબસાઇટ 7 જૂનથી શરૂ કરવામાં આવશે. તેથી લોકોને આશા હતી કે નવી વેબસાઇટ સવારથી જ ઉપલબ્ધ થશે પરંતુ તેમ થયું નહીં.

incometaxindiaefilling.gov.in અગાઉની સત્તાવાર વેબસાઈટ હતી. સરકારના ઈ-ગવર્નન્સ યોજના અંતર્ગત આ નવું પોર્ટલ તૈયાર કરાયું છે. તેનું ‘હોમ પેજ’ ‘ઇ-ફાઇલિંગ 2.0’ તરીકે ઓળખાય છે. આ એક સંપૂર્ણપણે નવું પોર્ટલ છે જે તમારા માટે ઇ-ફાઇલિંગને સરળ બનાવે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, “આ પોર્ટલનો ઉદ્દેશ કરદાતાઓ અને સાથી પક્ષોને આવકવેરા સંબંધિત સેવાઓ માટે સિંગલ વિંડો પ્રદાન કરવાનો છે.” ઓનલાઇન ટેક્સ પેમેન્ટ સિસ્ટમ અને મોબાઈલ એપ ૧૮ જૂનથી ઉપલબ્ધ કરાવાશે.

નવી વેબસાઇટમાં આ 5 વિશેષ સુવિધાઓ છે >> નવી વેબસાઇટ વધુ યુઝર ફ્રેન્ડલી છે, જે આઇટીઆર ફાઇલ કરવાનું અને રિફંડ ઝડપથી મેળવવું સરળ બનાવશે.

>> તમામ વ્યવહારો, અપલોડ્સ અને બાકી પ્રોસિજર એક જ ડેશબોર્ડ પર નજરે પડશે જેથી વપરાશકર્તાઓ તેમની સમીક્ષા કરી શકે અને જરૂર મુજબની કાર્યવાહી કરી શકે. એટલે કે, આઇટીઆર ફાઇલ કરવું, તેની સમીક્ષા કરવા અને કોઈપણ પગલાં લેવાનું સરળ બનશે.

>> આઇટીઆર તૈયાર કરવા ઓનલાઇન અને ઓફલાઇન બંને પરિસ્થિતિઓ માટે વિના મૂલ્યે સોફ્ટવેર ઉપલબ્ધ છે. તેમાં કરદાતાઓને ગાઈડ કરવાની સુવિધા પણ છે અને પૂર્વ ફાઇલિંગનો વિકલ્પ પણ છે જેથી ન્યૂનતમ ડેટા એન્ટ્રી કરવી પડશે.

>> ડેસ્ક ટોપ પોર્ટલની તમામ આવશ્યક સુવિધાઓ મોબાઇલ એપ્લિકેશન પર પણ ઉપલબ્ધ છે.

>>નવા પોર્ટલમાં નવી ટેક્સ પેમેન્ટ સિસ્ટમ રજૂ કરવામાં આવી છે જેમાં નેટ બેન્કિંગ, યુપીઆઈ, આરટીજીએસ, એનઇએફટી વગેરે જેવા અનેક પેમેન્ટ વિકલ્પો હશે.

સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
g clip-path="url(#clip0_868_265)">