ઇન્કમ ટેક્સ વિભાગે 63.23 લાખ ટેક્સપેયર્સના એકાઉન્ટમાં 92961 કરોડ રૂપિયા જમા કર્યા, આરીતે તપાસો તમારા રિટર્નનું સ્ટેટ્સ
આવકવેરા વિભાગ દ્વારા મોકલવામાં આવેલા રિફંડની સ્થિતિ તપાસવા માટે તમે વિભાગની નવી ઇ-ફાઇલિંગ વેબસાઇટની મુલાકાત લઇ શકો છો. અહીં લોગ ઇન કર્યા બાદ તમને ઇન્કમટેક્સ રિફંડનો વિકલ્પ દેખાશે જ્યાં તમે સ્ટેટસ ચેક કરી શકો છો.
આવકવેરા વિભાગે(Income Tax Department) આઈટી રિફંડ(IT Refund) ના 92,961 કરોડ રૂપિયા 63.23 લાખથી વધુ કરદાતાઓના ખાતામાં જમા કર્યા છે. આવકવેરા વિભાગે ચાલુ નાણાંકીય વર્ષ 2021-22 માં 1 એપ્રિલ 2021 અને 18 ઓક્ટોબર 2021 દરમ્યાનનું રિફંડ જારી કર્યું છે. આવકવેરા વિભાગે 61,53,231 વ્યક્તિગત મામલાઓમાં રૂ. 23,026 કરોડના રિફંડ જારી કર્યા છે. બીજી તરફ 1,69,355 કેસોમાં 69,934 કરોડના કોર્પોરેટ ટેક્સ રિફંડ જારી કરવામાં આવ્યા છે. આઈટી વિભાગે ટ્વીટ કરીને આ માહિતી આપી છે.
CBDT issues refunds of over Rs. 92,961 crore to more than 63.23 lakh taxpayers from 1st April, 2021 to 18th October, 2021. Income tax refunds of Rs. 23,026 crore have been issued in 61,53,231 cases &corporate tax refunds of Rs. 69,934 crore have been issued in 1,69,355 cases(1/2)
— Income Tax India (@IncomeTaxIndia) October 21, 2021
તમને જણાવી દઈએ કે સરકારે મૂલ્યાંકન વર્ષ 2021-22 માટે આવકવેરા રિટર્ન (ITR) દાખલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2021 સુધી વધારી દીધી છે. અગાઉ મે મહિનામાં CBDT એ 30 સપ્ટેમ્બર સુધી ITR ફાઇલ કરવાની સમયમર્યાદા વધારી હતી પરંતુ તેને ફરી એકવાર લંબાવવામાં આવી છે.
રિફંડ ન મળવાના સંભવિત કારણો આવકવેરા વિભાગનું કહેવું છે કે વિભાગ એવા કરદાતાઓ સાથે વાતચીત કરવાની પ્રક્રિયામાં છે કે જેમને આકારણી વર્ષ 2020-21 માટે હજુ સુધી રિફંડ મળ્યું નથી. આ માટે કરદાતાઓ તરફથી જવાબની જરૂર પડશે. વિભાગના જણાવ્યા અનુસાર મોટાભાગના કેસોમાં કલમ 245 હેઠળ એડજસ્ટમેન્ટ અને બેંક ખાતાઓના મિસ મેચિંગને કારણે રિફંડ અટકી શકે છે.
આ રીતે તમારી રિફંડ સ્થિતિ તપાસો આવકવેરા વિભાગ દ્વારા મોકલવામાં આવેલા રિફંડની સ્થિતિ તપાસવા માટે તમે વિભાગની નવી ઇ-ફાઇલિંગ વેબસાઇટની મુલાકાત લઇ શકો છો. અહીં લોગ ઇન કર્યા બાદ તમને ઇન્કમટેક્સ રિફંડનો વિકલ્પ દેખાશે જ્યાં તમે સ્ટેટસ ચેક કરી શકો છો. જેમને અત્યાર સુધી રિફંડ મળ્યું નથી તેમના માટે વિભાગે સલાહ પણ આપી છે.
નવા ઇન્કમટેક્સ પોર્ટલ પર આ રીતે તપાસો >> સૌથી પહેલા ઈન્કમ ટેક્સ વેબસાઈટ www.incometax.gov.in પર જાઓ અને યુઝર આઈડી અને પાસવર્ડ સાથે તમારું PAN દાખલ કરીને એકાઉન્ટમાં લોગઈન કરો. >> લોગ ઇન કર્યા પછી ઇ-ફાઇલ વિકલ્પ પર ક્લિક કરો. ઈ-ફાઈલ વિકલ્પ હેઠળ ઈન્કમટેક્સ રિટર્ન્સ પસંદ કરો અને પછી view file return વિકલ્પ પર ક્લિક કરો. >> તમે દાખલ કરેલ લેટેસ્ટ ITR તપાસો. View Details વિકલ્પ પસંદ કરો. એકવાર પસંદ કર્યા પછી તમે દાખલ કરેલી ITR ની સ્થિતિ જોઈ શકશો. >> તમે ટેક્સ રિફંડ જારી કરવાની તારીખ, રિફંડ કરેલી રકમ અને આ વર્ષ માટે બાકી રિફંડની મંજૂરીની તારીખ પણ જોઈ શકશો.
આ પણ વાંચો : Pakistan Rupee Crisis: દેવાળિયું બની રહ્યું છે પાકિસ્તાન! 1 પાકિસ્તાની રૂપિયાનું મૂલ્ય 0.0058 ડોલર સુધી ગગડ્યું