વિદેશી મૂડીરોકાણ આકર્ષવા મુદ્દે ગુજરાત છઠ્ઠા સ્થાને સરક્યુ, કર્ણાટક ટોચ પર પહોચ્યુ, વાંચો શું કહે છે DPIITનો વિગતવાર રિપોર્ટ

|

Jun 15, 2022 | 12:13 PM

DPIIT ડેટા અનુસાર, વિદેશી રોકાણ આકર્ષવામાં ગુજરાતનું પ્રદર્શન 2020-21માં રૂ. 1,62,830 કરોડની સરખામણીમાં 8 ગણું ઘટ્યું છે.

વિદેશી મૂડીરોકાણ આકર્ષવા મુદ્દે ગુજરાત છઠ્ઠા સ્થાને સરક્યુ, કર્ણાટક ટોચ પર પહોચ્યુ, વાંચો શું કહે છે DPIITનો વિગતવાર રિપોર્ટ
FDI

Follow us on

ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI) આકર્ષનારા રાજ્યોની યાદીમાં ટોચના સ્થાને રહેવાના એક વર્ષ બાદ ગુજરાત છઠ્ઠા સ્થાને સરકી ગયું છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT)ના તાજેતરના ડેટા અનુસાર, FDI આકર્ષવામાં કર્ણાટક, મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ અને હરિયાણા પછી ગુજરાત છઠ્ઠા ક્રમે છે. નાણાકીય વર્ષ 2021-22માં ગુજરાત માત્ર રૂપિયા 20,169 કરોડનું વિદેશી રોકાણ આકર્ષવામાં સફળ રહ્યું હતું. ઉદ્યોગ નિષ્ણાતો કહે છે કે 2021-22માં રાજકીય પ્રણાલીમાં ફેરફાર અને આગામી વિધાનસભાની ચૂંટણીઓ છતાં રોકાણકારો ગુજરાતને સ્થિર નીતિઓ ધરાવતા રાજ્ય તરીકે જુએ છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ આવતા ડીપીઆઈઆઈટીના ડેટા મુજબ, વિદેશી રોકાણ આકર્ષવામાં ગુજરાતનું પ્રદર્શન આઠ ગણું ઘટ્યું છે. 2020-21માં ગુજરાતમાં રૂપિયા 1,62,830 કરોડનું વિદેશી રોકાણ આવ્યું હતું.

કર્ણાટક ટોચ પર છે

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, કર્ણાટક વર્ષ 2021-22 માટે 1,62,830 કરોડ રૂપિયા સાથે FDI યાદીમાં ટોચ પર છે. આ પછી 1,14,964 કરોડ રૂપિયા સાથે મહારાષ્ટ્ર બીજા નંબર પર છે. આ જ સમયગાળા દરમિયાન દિલ્હીમાં રૂ. 60,000 કરોડનું FDI આવ્યું હતું. બીજી તરફ, તમિલનાડુ (રૂપિયા 22,396 કરોડ) અને હરિયાણા (રૂપિયા 20,971 કરોડ) ક્રમે છે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો

ટોચના છ રાજ્યોમાં માત્ર ગુજરાત અને મહારાષ્ટ્રમાં જ FDI ના પ્રવાહમાં ઘટાડો જોવા મળ્યો હતો. અન્ય તમામ રાજ્યોમાં કર્ણાટકમાં 187 ટકા, દિલ્હીમાં 50 ટકા, તમિલનાડુમાં 30 ટકા અને હરિયાણામાં 67 ટકાનો વધારો નોંધાયો છે.

ટોચના છ રાજ્યોમાં માત્ર ગુજરાત અને મહારાષ્ટ્રમાં જ FDI ના પ્રવાહમાં ઘટાડો જોવા મળ્યો હતો. કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) ગુજરાતના ચેરમેન અને અનુપમ રસાયણ ઈન્ડિયા લિમિટેડના એમડી આનંદ દેસાઈએ જણાવ્યું હતું કે, “અન્ય તમામ રાજ્યોમાં કર્ણાટકમાં 187 ટકા, દિલ્હીમાં 50 ટકા, તમિલનાડુમાં 30 ટકા અને હરિયાણા 67 ટકા વધારો નોંધાયો છે.

ગુજરાતમાં ઘણું રોકાણ સ્થાનિક છે. તેથી જો તમે કુલ રોકાણને ધ્યાનમાં લો, તો ગુજરાત ઘણું સારું કરી રહ્યું છે, પરંતુ તેની FDI પર નિર્ભરતા અન્ય રાજ્યોની સરખામણીએ પ્રમાણમાં ઓછી છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ માટે તે બહુ આકર્ષક રાજ્ય રહ્યું નથી. ઉદાહરણ તરીકે, ભારતમાં જાપાનનું રોકાણ મોટાભાગે ગુડગાંવમાં ગયું હતું. જ્યારે ચીનનું રોકાણ આવ્યું ત્યારે તેઓ મોટા પાયે ચેન્નાઈ ગયા.

ગયા નાણાકીય વર્ષ (2021-22)માં કુલ વિદેશી સીધા રોકાણમાં 2 ટકાનો ઉછાળો આવ્યો હતો. DPIIT અનુસાર, ગયા નાણાકીય વર્ષમાં કુલ 84 ડોલર બિલિયનનું રોકાણ આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન FDI ઇક્વિટી પ્રવાહ એક ટકા ઘટીને 58.77 બિલિયન ડોલર થયો હતો. અગાઉ, છેલ્લા નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન, દેશમાં FDI ઇક્વિટીનો પ્રવાહ 59.63 ડોલર બિલિયન હતો.

Published On - 12:13 pm, Wed, 15 June 22

Next Article