આ ક્ષેત્રોમાં નોકરીઓનું પૂર આવશે, નાણાકીય વર્ષ 2025-26 સુધીમાં 1.2 કરોડ લોકોને મળશે રોજગાર

આ ક્ષેત્રોમાં નોકરીઓનું પૂર આવશે, નાણાકીય વર્ષ 2025-26 સુધીમાં 1.2 કરોડ લોકોને મળશે રોજગાર
job recruitment (symbolic image )

પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ સ્કીમ (PLI Scheme) અને ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI) ને કારણે માંગ ખૂબ જ ઝડપથી વધી રહી છે.

TV9 GUJARATI

| Edited By: Dhinal Chavda

Mar 27, 2022 | 2:49 PM

નોકરી શોધનારાઓ માટે સારા સમાચાર છે. નાણાકીય વર્ષ 2025-26 સુધીમાં 1.2 કરોડ નોકરીઓ ઉપલબ્ધ થશે. એક રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2025-26 સુધીમાં એન્જિનિયરિંગ (Engineering) , ટેલિકોમ્યુનિકેશન (Telecom)અને હેલ્થકેર સેક્ટરમાં 1.2 કરોડ રોજગારીની તકો ઉપલબ્ધ થશે. ટીમલીઝ સર્વિસિસ (TeamLease Services)ના સ્ટાફિંગ ડિવિઝન, ટીમલીઝ ડિજિટલનો અહેવાલ જણાવે છે કે પુનરુત્થાન સાથે, ટેક્નોલોજી અને ડિજિટલના વધતા પ્રવેશથી આ ક્ષેત્રોમાં રોજગારીની તકો વધશે. અહેવાલમાં જણાવાયું છે કે કુલ રોજગારની તકોમાંથી 17 ટકા અત્યંત કુશળ અને વિશેષ નિષ્ણાત કર્મચારીઓ અથવા વ્યાવસાયિક કામદારોને ઉપલબ્ધ થશે.

‘પ્રોફેશનલ જોબ્સ- ટ્રેન્ડ્સ ઇન ડિજિટલ એમ્પ્લોયમેન્ટ-રિપોર્ટ’ શીર્ષક હેઠળના અહેવાલમાં એન્જિનિયરિંગ, ટેલિકોમ્યુનિકેશન્સ અને હેલ્થકેર ક્ષેત્રના 750 થી વધુ નોકરીદાતાઓ/એક્ઝિક્યુટિવ્સના મંતવ્યો લેવામાં આવ્યા છે. ટીમલીઝ ડિજિટલના હેડ (સ્પેશિયલાઇઝેશન સાથેની નોકરીઓ) સુનિલ સીએ જણાવ્યું હતું કે, “એન્જિનિયરિંગ, ટેલિકોમ અને હેલ્થકેર ક્ષેત્રો ઇન્ડસ્ટ્રી 4.0 ટ્રાન્સફોર્મેશનના માર્ગ પર છે. તે કેન્દ્રીય ઔદ્યોગિક નિયંત્રણ ધરાવતી સિસ્ટમમાંથી સ્માર્ટ ઉત્પાદનો અને પ્રક્રિયાઓ તરફ આગળ વધી રહી છે જે આજે તેમની કામગીરીના કેન્દ્રમાં છે.

માંગના કારણે નોકરીની તકો વધી

સુનિલે કહ્યું કે પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ (PLI Scheme) સ્કીમ અને ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI)ને કારણે માંગ ખૂબ જ ઝડપથી વધી રહી છે. સંશોધન મુજબ, આગામી પાંચ વર્ષમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)માં એન્જિનિયરિંગ, ટેલિકોમ્યુનિકેશન અને હેલ્થકેરના યોગદાનમાં વધારો જોવા મળશે અને નોકરીઓમાં નોંધપાત્ર વધારો થશે.

આ ત્રણ ક્ષેત્રોમાં રોજગારીની તકોમાંથી 25 થી 27 ટકાનો વધારો થશે. કુશળ અથવા વિશિષ્ટ પ્રતિભાની માંગ આજે 45,65,000 થી વધીને 2026 સુધીમાં અંદાજિત 90,00,000 થશે. આ ક્ષેત્રોમાં ટેક્નોલોજીના પ્રસાર અને ડિજિટાઈઝેશનની સાથે પુનઃપ્રાપ્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી ઉચ્ચ-કુશળ અને વિશિષ્ટ પ્રતિભાની માંગમાં વધારો થશે. વિશિષ્ટ ભૂમિકાઓની માંગ 2026 સુધીમાં બમણી થશે.

આ વર્ષે કર્મચારીઓનો પગાર વધશે

આ મહિને અન્ય એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2022માં ભારતમાં કર્મચારીઓના પગારમાં સરેરાશ 9.1 ટકાનો વધારો થશે. 2021માં સરેરાશ પગાર વૃદ્ધિ 8 ટકા હતી. સર્વે અનુસાર, લગભગ તમામ સંસ્થાઓ 2022માં પગાર વધારવાની યોજના બનાવી રહી છે, જ્યારે 2021માં 92 ટકા અને 2020માં માત્ર 60 ટકા કંપનીઓએ જ પગાર વધારો કર્યો હતો.

2022 માં, 34 ટકા સંસ્થાઓ તેમના કર્મચારીઓને ડબલ ડિજિટ ઇન્ક્રીમેન્ટ આપવાનું આયોજન કરી રહી છે. અગાઉ વર્ષ 2021માં માત્ર 20 ટકા સંસ્થાઓએ જ પગારમાં વધારો કર્યો હતો. તે જ સમયે, વર્ષ 2020 માં, ફક્ત 12 ટકા સંસ્થાઓએ આ કર્યું. જુનિયર મેનેજમેન્ટ કર્મચારીઓને 2022 માં સરેરાશ બે-અંકનો વધારો મળવાની અપેક્ષા છે.

આ પણ વાંચો :જામનગરનો બ્રાસ ઉદ્યોગ ભાવ વધારો, મોંઘવારી, હરીફાઈ સહિતના અનેક સંકટોથી ઘેરાયો, ઉદ્યોગોને ટકાવી રાખવા મુશ્કેલ

આ પણ વાંચો :Travel: દિલ્હીના કનોટ પ્લેસમાં ફરવા માટે આ શ્રેષ્ઠ સ્થાનો છે, વીકેન્ડમાં જવાનું પ્લાન કરી શકો છો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati