Delhi: રાજધાનીમાં નવા વર્ષે કોવિડના નિયમોનો ખુલ્લેઆમ થયો ભંગ, 99 લાખનો વસૂલાયો દંડ, નોંધાઈ 66 FIR
કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને, દિલ્હીમાં યલો એલર્ટ લાગુ કર્યા પછી કોવિડ પ્રોટોકોલના ઉલ્લંઘન માટે 1 જાન્યુઆરી 2022 ના રોજ 5 હજારથી વધુ ચલાન આપવામાં આવ્યા છે.
કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને, દિલ્હીમાં યલો એલર્ટ લાગુ કર્યા પછી, કોવિડ પ્રોટોકોલના ઉલ્લંઘન માટે શનિવારે એટલે કે, 1 જાન્યુઆરી 2022 ના રોજ 5 હજારથી વધુ ચલાન આપવામાં આવ્યા છે. જેના કારણે 99 લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે અને 66 FIR નોંધવામાં આવી છે. સરકારે કહ્યું કે, ઉત્તર દિલ્હીમાં 731 ઉલ્લંઘન નોંધાયા છે.
જ્યારે મધ્ય દિલ્હીમાં ઉલ્લંઘનના 705 મામલા સામે આવ્યા હતા. રાજધાનીમાં માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા અને જાહેર સ્થળોએ થૂંકવા જેવા કોરોના પ્રોટોકોલના ઉલ્લંઘનના કુલ 4,997 મામલા જોવા મળ્યા હતા.
આ સાથે દિલ્હીમાં નવા વર્ષ પર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને વાહનો ચલાવવા બદલ 600થી વધુ લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં દારૂ પીને અને ખતરનાક ડ્રાઇવિંગ જેવા કેસનો સમાવેશ થાય છે. શનિવારે આ અંગે માહિતી આપતાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, દારૂ પીને ડ્રાઇવિંગ માટે 36, ખતરનાક ડ્રાઇવિંગ માટે 103, હેલ્મેટ વિના ડ્રાઇવિંગ માટે 370, ટ્રિપલ રાઇડિંગ માટે 48 અને અન્ય ઉલ્લંઘન માટે 100 ચલાન આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, ચલાનની કુલ સંખ્યા 657 છે.
કયા નિયમના ભંગ બદલ કેટલા ચલાન આપાયા ?
- માસ્ક ન પહેરવા બદલ 4878 ચલાન.
- સામાજિક અંતર ન બનાવવા માટે 136 ચલાન.
- જાહેર સ્થળોએ થૂંકવા બદલ 56 ચલાન
- જાહેર સ્થળોએ દારૂ, ગુટકા, પાનનું સેવન કરવા બદલ 15 ચલાન.
- એક દિવસમાં 9934200 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
ગયા વર્ષે, પોલીસે 1,336 ચલાન જાહેર કર્યા હતા, જે આ વર્ષ કરતા બમણા કરતાં વધુ છે. આ સંખ્યા ઓછી છે કારણ કે કોવિડના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાજધાનીમાં રાત્રિ કર્ફ્યુ લાગુ છે.
આજે કોરોનાના 3203 નવા કેસ
બીજી તરફ, મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આજે જણાવ્યું હતું કે, હાલમાં શહેરમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 6,360 છે અને રવિવારે 3,100 થી વધુ નવા કેસ નોંધાઈ શકે છે. જણાવી દઈએ કે, માહિતી મળી છે કે આજે દિલ્હીમાં કોરોનાના 3203 નવા કેસ સામે આવ્યા છે, પરંતુ આ દિલ્હી સરકારનું સત્તાવાર હેલ્થ બુલેટિન નથી. સાંજે જાહેર થનારા હેલ્થ બુલેટિન પરથી જ નંબર જાણી શકાશે.
આ પણ વાંચો: Hotel Management College: હોટેલ મેનેજમેન્ટમાં યુવાનોની રુચિ સતત વધી છે, અહીં જુઓ ભારતની ટોચની 5 કોલેજ