જો તમે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો કામના સમાચાર, જાણો આજથી કયા નવા નિયમો લાગુ થયા
RBI એ કહ્યું હતું કે, ક્રેડિટ કાર્ડ કંપનીઓએ ગ્રાહકોને ઘણા ઓપ્શન આપવાના રહેશે. કંપનીઓએ જુદા-જુદા કાર્ડ નેટવર્કનો વિકલ્પ આપવો પડશે. કાર્ડ કંપનીઓએ ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને કરાર કરવા જોઈએ. આ સાથે જ વર્તમાન કાર્ડધારકોને રિન્યુઅલ માટે સમય આપવાનું પણ કહેવામાં આવ્યું છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે RBI દ્વારા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ સાથે સંબંધિત નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. જો તમે પણ ડેબિટ-ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમારે નવા નિયમો જાણવા જઈએ. નવા નિયમ મુજબ હવે બેંક બાકી લેણાં પર જ પેનલ્ટી લગાવી શકે છે. આ ઉપરાંત જો બેંક કાર્ડ રિન્યુ કરે છે તો પહેલા ગ્રાહક પાસેથી મંજૂરી લેવી પડશે.
કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા
ડેબિટ અને ક્રેડિટ કાર્ડ જાહેર કરવા સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે બેંક ક્રેડિટ કાર્ડ પર બાકી લેણાં પર જ પેનલ્ટી લગાવી શકે છે. આરબીઆઈએ કહ્યું છે કે, ફંડના ઉપયોગ પર નજર રાખવાની વ્યવસ્થા હોવી જોઈએ. કાર્ડ ઈશ્યુ કરનારાઓ પાસે મોનિટરિંગ મિકેનિઝમ હોવું જોઈએ. આ ઉપરાંત જો બેંક તમારા માટે કાર્ડ જાહેર કરે છે, તો કાર્ડ રિન્યુ કરવા માટે ગ્રાહકની મંજૂરી લેવી પડશે.
6 માર્ચે ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફારનો નિર્ણય લેવામાં આવ્યો
આ પહેલા 6 માર્ચે બેંકે ક્રેડિટ કાર્ડ અંગેના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નવા બદલાવ મુજબ હવે ક્રેડિટ કાર્ડ કંપનીઓએ ગ્રાહકોને ઘણા ઓપ્શન આપવા પડશે. નોટિફિકેશન જણાવે છે કે ક્રેડિટ કાર્ડ જાહેર કરવા માટે કાર્ડ નેટવર્ક બેંક અથવા નોન બેંક સાથે જોડાણ કરે છે. ગ્રાહકને આપવામાં આવતા કાર્ડ માટે નેટવર્કની પસંદગી કાર્ડ બેંક દ્વારા નક્કી કરવામાં આવે છે.
આ પણ વાંચો : જો તમારી પાસે 100 શેર હશે તો થઈ જશે 500 શેર, કંપનીએ કરી સ્ટોક સ્પ્લિટની જાહેરાત
કાર્ડધારકોને રિન્યુઅલ માટે સમય આપવાનું કહેવામાં આવ્યું
RBI એ કહ્યું હતું કે, ક્રેડિટ કાર્ડ કંપનીઓએ ગ્રાહકોને ઘણા ઓપ્શન આપવાના રહેશે. કંપનીઓએ જુદા-જુદા કાર્ડ નેટવર્કનો વિકલ્પ આપવો પડશે. કાર્ડ કંપનીઓએ ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને કરાર કરવા જોઈએ. ડેબિટ કે ક્રેડિટ કાર્ડ આપતી કંપની નેટવર્ક્સ સાથે એવા કોઈ કરાર કરશે નહીં જે ગ્રાહકોને અન્ય કાર્ડ નેટવર્કની સર્વિસિસનો લાભ લેતા રોકે. આ સાથે જ વર્તમાન કાર્ડધારકોને રિન્યુઅલ માટે સમય આપવાનું પણ કહેવામાં આવ્યું છે.
