નોકરિયાતો માટે મહત્વપૂર્ણ સમાચાર! સરકાર PF કપાત માટે પગારની મર્યાદામાં વધારો કરી શકે છે

|

Feb 20, 2021 | 7:05 AM

સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ(Central Board of Trustees)ની બેઠક આગામી મહિને 4 માર્ચે શ્રીનગરમાં યોજાનાર છે. જેમાં કેટલાક મોટા નિર્ણયોની અપેક્ષા છે. સરકાર ફરજિયાત PFની પગારની મર્યાદામાં વધારો કરવાની યોજના બનાવી રહી છે.

નોકરિયાતો માટે મહત્વપૂર્ણ સમાચાર! સરકાર PF કપાત માટે પગારની મર્યાદામાં વધારો કરી શકે છે
EPFO

Follow us on

સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ(Central Board of Trustees)ની બેઠક આગામી મહિને 4 માર્ચે શ્રીનગરમાં યોજાનાર છે. જેમાં કેટલાક મોટા નિર્ણયોની અપેક્ષા છે. સરકાર ફરજિયાત PFની પગારની મર્યાદામાં વધારો કરવાની યોજના બનાવી રહી છે. સાર્વત્રિક લઘુત્તમ વેતન મુજબ, સરકાર પીએફ કપાત માટે હાલની વેતન મર્યાદામાં વધારો કરવાની તૈયારી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએફ કપાત માટે હાલની વેતન મર્યાદામાં ફેરફાર શક્ય છે. જરૂરી પગારની મર્યાદા રૂ.15000 થી વધારીને 25000 કરી શકાય તેમ છે.

વધુ લોકોને EPFO ​​લાવવાની યોજના છે
સરકાર વધુને વધુ લોકોને EPFOના કાર્યક્ષેત્ર હેઠળ લાવવાની યોજના બનાવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ બેઠકમાં FY 2021 માટેના ઇપીએફઓ રિટર્નની સમીક્ષા પણ કરવામાં આવશે. પીએફ પરનું વ્યાજ રોકાણમાંથી મળેલા વળતરના આધારે નક્કી કરવામાં આવશે. હાલમાં સીલિંગનો બેઝિક પગાર 15 હજાર રૂપિયા છે તેને વધારીને 25 હજાર રૂપિયા કરી શકાય તેમ છે. ઉલ્લેખનીય છે કે જેમની પાસે મૂળભૂત પગારની ટોચમર્યાદાથી ઉપરનો પગાર છે તેમના પીએફનું યોગદાન વૈકલ્પિક છે.

PF પરના વ્યાજ દર કેમ ઘટાડી શકે છે
EPFOના ટ્રસ્ટી કેઇ રઘુનાથને કહ્યું કે તેમને 4 માર્ચે શ્રીનગરમાં CBTની આગામી બેઠક અંગે માહિતી મળી છે. બેઠકનો એજન્ડા ટૂંક સમયમાં આવી રહ્યો છે. જો કે, તેમણે કહ્યું હતું કે મીટિંગની માહિતીથી સંબંધિત ઈ-મેલમાં વ્યાજના દર પર કોઈ ચર્ચા થવાનો ઉલ્લેખ નથી. દરમિયાન, એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ઇપીએફઓ નાણાકીય વર્ષ 2020-21 માટે કર્મચારી ભવિષ્ય નિધિ પરના વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

નાણાકીય વર્ષ 2019-20 માટે પ્રોવિડન્ટ ફંડ પરનો વ્યાજ દર 8.5 ટકા હતો. એવું માનવામાં આવે છે કે કોરોના કટોકટીની વચ્ચે, પીએફમાંથી વધુ ઉપાડ અને ઓછા યોગદાનને કારણે વ્યાજ ઘટાડવાનો નિર્ણય લઈ શકાય છે.

કરોડો લોકોને લાભ મળશે
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના ભૂતપૂર્વ સહાયક કમિશનર એ કે શુક્લાના કહેવા મુજબ, જો આ નિર્ણય લેવામાં આવે તો તેનો 6 કરોડ લોકોને ફાયદો થશે. પ્રથમ તેમનું પ્રથમ યોગદાન વધશે એટલે કે જો વધુ પૈસા એકઠા થાય છે તો તેમને વધુ વળતર પણ મળશે.

 

Next Article