નોકરિયાતો માટે અગત્યના સમાચાર : Increment અથવા Arrears મળવાથી પગારમાં વધારો થયો હોય તો ITR ફાઈલ કરતાં પહેલા કરો કામ નહીંતર ભરવો પડશે ટેક્સ

|

Sep 26, 2021 | 7:23 AM

કર લાભ મેળવવા પહેલાં આવકવેરાની કલમ 89 (1) વિશે જાણવું જરૂરી છે. તમે એક વર્ષમાં જે પણ કમાણી અથવા આવક મેળવશો તે તમામ આવકોને ઉમેરીને કરની ગણતરી કરવામાં આવે છે.

સમાચાર સાંભળો
નોકરિયાતો માટે અગત્યના સમાચાર : Increment અથવા Arrears મળવાથી પગારમાં વધારો થયો હોય તો ITR ફાઈલ કરતાં પહેલા કરો કામ નહીંતર ભરવો પડશે ટેક્સ
Do this if you get an increase in salary and arrears

Follow us on

તાજેતરના સમયમાં કંપનીઓમાં અપ્રેઝલ(appraisal) ના કારણે  કર્મચારીઓનો પગાર વધી રહ્યો છે અને એરિયર્સ પણ આવી રહ્યા છે. એરિયર્સનો અર્થ એ છે કે છેલ્લા મહિનાના બાકી નાણાં પગારમાં ઉમેરવામાં આવશે. પગાર વધારો ટેક્સની જવાબદારી નાંખી શકે છે. જો આવી સ્થિતિ ઉભી થાય તો તમે આવકવેરાની કલમ 89 (1) નો આશરો લઈ શકો છો. આ વિભાગ તમને એરિયર્સ પર ટેક્સ બચાવવામાં મદદ કરશે.

કર લાભ મેળવવા પહેલાં આવકવેરાની કલમ 89 (1) વિશે જાણવું જરૂરી છે. તમે એક વર્ષમાં જે પણ કમાણી અથવા આવક મેળવશો તે તમામ આવકોને ઉમેરીને કરની ગણતરી કરવામાં આવે છે. જો તમારી કુલ આવકમાં એરિયર્સનો એક ભાગ છે જે આ મહિને પાછલા મહિનાની બાકી રકમ તરીકે પ્રાપ્ત થાય છે, તો તમે ટેક્સ હેઠળ આવી શકો છો. એવું પણ બની શકે છે કે તમે કેટલાક મોટા કરના દાયરામાં આવી શકો છો. તેથી સાવચેત રહો અને કરની સંપૂર્ણ માહિતી રાખો.

કલમ 89 (1) નો લાભ
સામાન્ય રીતે એવું બને છે કે જ્યારે લોકોને એરીયર્સના પૈસા મળ્યા નથી ત્યારે તેઓ ટેક્સ ચૂકવવાનું યાદ રાખતા નથી કારણ કે તેઓ પોતાને લોઅર ટેક્સ સ્લેબમાં માને છે પરંતુ જેમ જેમ ખાતામાં એરિયર્સના નાણાં આવે છે તેમ તેમ તેમનો ટેક્સ સ્લેબ બદલાય છે. એરીયર્સ અંગે ગભરાવાની જરૂર નથી પરંતુ કલમ 89 (1) ને સમજવાની જરૂર છે. ધારો કે તમને ફેમિલી પેન્શન પર અગાઉનો પગાર, એડવાન્સ પગાર અથવા એરિયર્સ મળ્યું છે તો પછી તમે કલમ 89 (1) હેઠળ કરમુક્તિ મેળવી શકો છો. ટેક્સમાં રાહત મેળવવા માટે શું કરવાની જરૂર છે તે જાણો.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

કુલ આવક પર ટેક્સ ઉમેરો
પ્રથમ તમારી કુલ કમાણી પર મળેલ વધારાના પગાર સાથે ટેક્સની ગણતરી કરો. જે વર્ષમાં ટેક્સ ભરવાનો હોય તેની આવક ઉમેરો. આ માટે તમે ફોર્મ 16 જોઈ શકો છો જેમાં તમારા એરીયર ભાગ B માં દેખાશે.

કુલ કમાણીમાંથી એરીયર્સ બાદ કરો
તમારી કુલ કમાણી ઉમેરો. તેમાં વધારાનો પગાર પણ ધ્યાનમાં લો. કંપની તરફથી એરીયર્સ સ્વરૂપે મળેલા પૈસા અંગે કંપની પાસેથી તે નાણાં અંગે વિગતોનો એક લેટર માંગો. હવે તે વર્ષની સમગ્ર આવકમાંથી એરીયરની રકમ બાદ કરો. આ સાથે તમે એરીયર વગર નાણાંની ગણતરી કરી શકશો. તમારે તે નાણાંની તપાસ કરવી જોઈએ કે કર જવાબદારી બને છે કે નહીં.

રાહત માટે 10E ફોર્મ ભરો
કલમ 89 હેઠળ રાહત મેળવવા માટે તમારે ફોર્મ 10E ભરવાનું રહેશે. તમે આ ફોર્મ આવકવેરા વિભાગના ઇ-ફાઇલિંગ પોર્ટલ પર ઓનલાઇન ભરી શકો છો. તે ધ્યાનમાં રાખવું પડશે કે આવકવેરા રિટર્ન ફાઈલ કરતા પહેલા ફોર્મ 10E ભરવામાં આવે છે. ફોર્મ 10E માં સંપૂર્ણ કમાણીની વિગતો છે અને એરીયર્સ વિશે પણ ઉલ્લેખ છે. જો તમે એરીયર્સ પર ટેક્સ છૂટનો લાભ લેવા માંગતા હો, તો ફોર્મ 10E ભરવું જરૂરી છે. આ ફોર્મ સંપૂર્ણપણે ડિજિટલ છે અને સરળતાથી ઓનલાઈન ભરી શકાય છે. આ ફોર્મ પોર્ટલ પર આવકવેરા ફોર્મ ધરાવતા વિભાગમાં ઉપલબ્ધ છે.

 

આ પણ વાંચો : 1 ઓક્ટોબરથી નકામી થશે આ 3 બેંકની ચેકબુક, તાત્કાલિક બદલો નહીંતર તમારા વ્યવહાર અટકી જશે

 

આ પણ વાંચો : Multibagger Stock: આ શેરે 10 વર્ષમાં 1 લાખ રૂપિયાના બનાવ્યા 10 કરોડ, શું છે તમારી પાસે છે?

Next Article